• Gujarati News
  • Utility
  • Many Banks, Including SBI And Bank Of India, Are Offering Cheap Car Loans, Discounts On Processing Fees.

ફેસ્ટિવલ ઓફર:SBI અને બેંક ઓફ ઈન્ડિયા સહિત ઘણી બેંકો સસ્તી કાર લોન આપી રહી છે, પ્રોસેસિંગ ફી પર ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફેસ્ટિવ સિઝનમાં જો તમે કાર લેવાનું વિચારી રહ્યા હો તો તેના માટે આ યોગ્ય સમય હોઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ ઈન્ડિયા અને HDFC સહિત ઘણી બેંક કાર લોન પર ખાસ ઓફર લાવી છે. બેંક ઓફ ઈન્ડિયા ફેસ્ટિવલ ઓફરના અંતર્ગત 6.85% વ્યાજ પર કાર લોન આપી રહી છે. અમે તમને બેંકોની ઓફર્સ વિશે જણાવી રહ્યા છીએ.

બેંક ઓફ ઈન્ડિયા
બેંક ઓફ ઈન્ડિયાએ વ્હીકલ લોન પર વ્યાજ દરમાં પણ 0.50%નો ઘટાડો કર્યો છે. ત્યારબાદ હવે બેંકે વ્હીકલ લોન પર વ્યાજ દર 7.35થી ઘટાડીને 6.85% કરી દીધા છે. બેંકના જણાવ્યા પ્રમાણે, સ્પેશિયલ રેટ 18 ઓક્ટોબર 2021થી 31 ડિસેમ્બર 2021 સુધી લાગુ રહેશે. બેંકે આ દરમિયાન પ્રોસેસિંગ ફી નહીં લેવાનો નિર્ણય કર્યો છે.

બેંક ઓફ બરોડા
બેંક ઓફ બરોડાની કારા લોનના વ્યાજ દર 7%થી શરૂ થઈ રહ્યા છે. તમે કારની ઓન રોડ પ્રાઈસના 90% સુધી લોન લઈ શકો છો.

પંજાબ નેશનલ બેંક
પંજાબ નેશનલ બેંક (PNB) કાર લોનના વ્યાજ દર 7.15%થી શરૂ થઈ રહ્યા છે. બેંકે કાર લોન પર પ્રોસેસિંગ ફીમાં છૂટ આપી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
SBI 7.25%ના પ્રારંભિક વ્યાજ દરે કાર લોન ઓફર કરી રહી છે. તમે કારની ઓન રોડ પ્રાઈસના 90% સુધી લોન લઈ શકો છો. તે ઉપરાંત બેંકે પ્રોસેસિંગ ફી નહીં લેવાનો નિર્ણય કર્યો છે.

HDFC બેંક
ફેસ્ટિવલ ઓફર અંતર્ગત તેની કાર લોનના વ્યાજ દર 7.50%થી શરૂ થઈ રહ્યા છે. કાર લોન પર ઓફર્સનો ફાયદો 30 નવેમ્બર, 2021 સુધી લઈ શકો છો.

5 વર્ષ માટે 5 લાખ રૂપિયાની લોન લેવા પર કેટલું વ્યાજ આપવું પડશે​​​​​​​

વ્યાજ દર (%)હપ્તા (EMI)કુલ વ્યાજ
6.859,865 રૂ.91,915 રૂ.

7.00

9,901 રૂ.94,036 રૂ.
7.159,936 રૂ.96,161 રૂ.
7.259,960 રૂ.97,581 રૂ.
7.5010,019 રૂ.1,01,138 રૂ.

નોંધઃ આ ગણતરી અંદાજિત છે. બેંકના વ્યાજ દર તમારા સિબિલ સ્કોર અને ઈન્કમ સોર્સ સહિત અન્ય બાબતો પર આધાર રાખે છે.