તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Many Banks Including IndusInd And Jana Small Finance Are Offering Great Interest On RD, Find Out Which Bank Offers How Much Interest Here

કામની વાત:ઇન્ડસઇન્ડ અને જના સ્મોલ ફાઈનાન્સ સહિતની ઘણી બેંક RD પર શાનદાર વ્યાજ આપી રહી છે, અહીં જાણો કઈ બેંક કેટલું વ્યાજ આપે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તમે રિકરિંગ ડિપોઝિટ (RD) દ્વારા બાળકોના અભ્યાસ અથવા લગ્ન માટે સરળતાથી પૈસા ભેગા કરી શકો છો. RD અંતર્ગત તમે નાની બચત કરીને મોટી રકમ તૈયાર કરી શકો છો. તમે તેમાં દર મહિને સેલરી આવવા પર એક નિશ્ચિત રકમ ઉમેરતા રહેશો તો તેના મેચ્યોર થવા પર તમારા હાથમાં મોટી રકમ આવશે. ઘણી સ્મોલ સેવિંગ બેંક એવી છે જે તમને RD પર 7% સુધીનું વ્યાજ આપી રહી છે.

100 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો આ RD સ્કીમમાં તમે દર મહિને મિનિમમ 100 રૂપિયાનું રોકાણ કરી શકો છો. તમે આના કરતાં 10 ગણી રકમના મલ્ટિપલમાં કોઈપણ રકમ જમા કરાવી શકો છો. મેક્સિમમ ડિપોઝિટની રકમ પર કોઈ મર્યાદા નથી. તેમાં 6 મહિનાથી લઈને 10 વર્ષ સુધી માટે રોકાણ કરી શકાય છે.

કઈ બેંક કેટલું વ્યાજ આ રહી છે?

બેંક1 વર્ષની RD પર વ્યાજ2 વર્ષની RD પર વ્યાજ5 વર્ષની RD પર વ્યાજ
જના સ્મોલ ફાઇનાન્સ બેંક8.00%8.50%8.00%
ઇન્ડસઇન્ડ બેંક8.00%7.50%7.25%
ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક7.50%7.50%6.75%
AU સ્મોલ ફાઇનાન્સ બેંક6.75%7.25%7.25%
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા6.40%6.70%6.20%
બેંક ઓફ ઈન્ડિયા6.65%6.70%6.50%
પોસ્ટ ઓફિસ5.80%5.80%5.80%
SBI5.00%5.10%5.40%

5 વર્ષ માટે RD કરાવવા પર કેટલા પૈસા મળશે?
જો તમે 5 વર્ષ માટે RDમાં દર મહિને 3 હજાર રૂપિયાનું રોકાણ કરો છો તો તમારી બેંકના વ્યાજ દરના હિસાબથી 5 વર્ષ બાદ જે રકમ મળશે તે અમે તમને જણાવી રહ્યા છીએ.

બેંકકેટલા પૈસા મળશેકેટલું વ્યાજ મળશે
જના સ્મોલ ફાઇનાન્સ બેંક2.22 લાખ રૂ.42 હજાર રૂ.
ઇન્ડસઇન્ડ બેંક2.17 લાખ રૂ.37 હજાર રૂ.
ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક2.15 લાખ રૂ.36 હજાર રૂ.
AU સ્મોલ ફાઇનાન્સ બેંક2.17 લાખ રૂ.37 હજાર રૂ.
બેંક ઓફ ઈન્ડિયા2.13 લાખ રૂ.33 હજાર રૂ.

નોંધઃ- આ ગણતરી એક મોટા અંદાજના આધારે કરવામાં આવી છે. બેંક અને પોસ્ટ ઓફિસ સમયાંતરે વ્યાજ દરોની સમીક્ષા કરે છે.

RD પર મળતા વ્યાજ પર ટેક્સ આપવો પડે છે
જો રિકરિંગ ડિપોઝિટ (RD)ની વ્યાજની આવક 40,000 રૂપિયા (સિનિયર સિટિઝનના કિસ્સામાં 50,000 રૂપિયા) સુધીની હોય તો તમારે એના પર કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. આની ઉપરની આવક માટે 10% TDS કાપવામાં આવે છે.

PAN ન હોય તો વધારે ટેક્સ લાગે છે
જો વ્યાજની આવક નિર્ધારિત ફ્રી લિમિટથી વધુ હોય તો બેંક દ્વારા 10% TDS કાપવામાં આવે છે, પરંતુ જો તમે પાન નંબર ન આપ્યો હોય તો પછી TDSનો દર 20% થઈ જાય છે.

જો તમારી કુલ આવક ટેક્સ ભરવામાં ન આવે તો શું કરવું?
જો તમારા બચત ખાતાંમાંથી વાર્ષિક વ્યાજની આવક, FD અથવા RD અનુક્રમે રૂપિયા 10,000, 40,000 અને 50,000 રૂપિયાથી વધુ હોય, પરંતુ કુલ વાર્ષિક આવક (વ્યાજની આવક સહિત) તેટલી હદે ન હોય, જ્યાં એની પર ટેક્સ લાગે તો બેંક TDS નથી કાપવામાં આવતો. આ માટે સિનિયર સિટિઝને બેંકમાં ફોર્મ 15H અને અન્ય લોકોને ફોર્મ 15G સબમિટ કરાવવાનું રહેશે. ફોર્મ 15G અથવા ફોર્મ 15H એ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે. એમાં તમે એ જણાવી શકો છો કે તમારી આવક ટેક્સની લિમિટથી બહાર છે. જે કોઈપણ વ્યક્તિ આ ફોર્મ ભરે તેવા કિસ્સામાં ટેક્સની લિમિટથી બાકાત રાખવામાં આવે છે.