તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Many Banks, Including Bondan And IndusInd, Are Offering Up To 6% Interest On Savings Accounts, See Here How Much Interest Is Being Earned.

તમારા ફાયદાની વાત:બંધન અને ઇન્ડસઇન્ડ સહિત ઘણી બેંક સેવિંગ અકાઉન્ટ પર 6% સુધી વ્યાજ આપી રહી છે, અહીં જુઓ ક્યાં કેટલું વ્યાજ મળી રહ્યું છે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પંજાબ નેશનલ બેંક (PNB)એ સેવિંગ અકાઉન્ટ પર મળતા વ્યાજમાં ઘટાડો કર્યો છે. હવે તેના સેવિંગ અકાઉન્ટમાં જમા પૈસા પર 2.90% વ્યાજ મળશે. અગાઉ બેંક તેના પર 3% વ્યાજ આપતી હતી. આવી સ્થિતિમાં જો તમે આ દિવસોમાં બેંક અકાઉન્ટ ખોલાવવાનું વિચારી રહ્યા છો તો જાણો કઈ બેંક સેવિંગ અકાઉન્ટ પર કેટલું વ્યાજ આપી રહી છે.

આ બેંક સેવિંગ અકાઉન્ટ પર વધારે વ્યાજ આપી રહી છે

બેંક

વ્યાજ દર (%)
RBL બેંક4.25-6.00
બંધન બેંક3.00-6.00
ઇન્ડસઇન્ડ બેંક4.00-6.00
યસ બેંક4.00-5.50
IDFC ફર્સ્ટ બેંક4.00-5.00
પોસ્ટ ઓફિસ4.00
ICICI बैंक3.00-3.50
HDFC બેંક3.00-3.50
પંજાબ નેશનલ બેંક2.90
બેંક ઓફ ઇન્ડિયા2.90
SBI2.70

મંથલી એવરેજ બેલેન્સનું ધ્યાન રાખો
મંથલી એવરેજ બેલેન્સ એટલે કે તે અમાઉન્ટ જેને તમારે તમારા અકાઉન્ટમાં રાખવી જરૂરી હોય છે. વિવિધ બેંકોમાં આ અમાઉન્ટ ઓછી અથવા વધારે હોઈ શકે છે. આવી સ્થિતિમાં ખાતું ખોલાવતા સમયે તમારે એ વાતનું ધ્યાન રાખવું કે મિનિમમ બેલેન્સ જેટલું હોઈ શકે એટલું ઓછું હોય, નહીં તો પેનલ્ટી ભરવી પડી શકે છે. મંથલી એવરેજ બેલેન્સ અર્બન અને સેમી અર્બનના હિસાબથી અલગ અલગ હોય છે.

સેવિંગ અકાઉન્ટ પર મળતા વ્યાજ પર પણ ટેક્સ આપવો પડે છે
ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80TTA અંતર્ગત બેંક/કો-ઓપરેટિવ સોસાયટી/પોસ્ટ ઓફિસના સેવિંગ અકાઉન્ટના કિસ્સામાં વ્યાજમાંથી વાર્ષિક 10 હજાર રૂપિયા સુધીની આવક
ટેક્સ ફ્રી છે. તેનો લાભ 60 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ અથવા HUF (સંયુક્ત હિન્દુ પરિવાર)ને મળે છે. તેમજ સિનિયર સિટીઝન માટે આ છૂટ 50 હજાર રૂપિયા છે. તેનાથી વધુ આવક હોવા પર TDS કટ કરવામાં આવે છે.

જો તમારી કુલ આવક ટેક્સ હેઠળ ન આવતી હોય તો શું કરવું?
જો તમારા સેવિંગ અકાઉન્ટ, FD અથવા RDમાંથી વાર્ષિક વ્યાજની આવર 10 હજારથી વધારે છે, પરંતુ કુલ વાર્ષિક આવક (વ્યાજ આવક સહિત) તેટલી હદે ન હોય, જ્યાં એની પર ટેક્સ લાગે તો બેંક TDS નથી કાપવામાં આવતો. તેના માટે સિનિયર સિટીઝનને બેંકમાં ફોર્મ 15H અને અન્ય લોકોને ફોર્મ 15G જમા કરાવવાનું હોય છે. ફોર્મ 15G અથવા ફોર્મ 15H એ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે. એમાં તમે એ જણાવી શકો છો કે તમારી આવક ટેક્સની લિમિટથી બહાર છે. જે કોઈપણ વ્યક્તિ આ ફોર્મ ભરે તેવા કિસ્સામાં ટેક્સની લિમિટથી બાકાત રાખવામાં આવે છે.

TDS શું છે?
જો કોઈની કોઈ આવક હોય તો એ આવકમાંથી ટેક્સ કાપ્યા પછી જો વ્યક્તિને બાકીની રકમ આપવામાં આવે છે તો ટેક્સ તરીકે કાપવામાં આવેલી રકમને TDS (Tax Deducted at Source) કહેવામાં આવે છે. સરકાર TDS દ્વારા ટેક્સ ભેગો કરે છે. એ વિવિધ પ્રકારના આવક સ્ત્રોતો પર કાપવામાં આવે છે, જેમ કે પગાર, કોઈપણ રોકાણ અથવા કમિશન પરના વ્યાજ વગેરે. કોઈપણ સંસ્થા (જે TDSની લિમિટમાં આવે છે) જે ચૂકવણી કરતી હોય તે TDS તરીકેની ચોક્કસ રકમ કાપે છે.