• Gujarati News
  • Utility
  • Many Banks Are Offering Special Offers On Home Loans This Festive Season, Bank Of Baroda And Kotak Mahindra Bank Will Offer Loans At An Interest Rate Of 6.50%.

કામની વાત:આ ફેસ્ટિવ સિઝનમાં ઘણી બેંક હોમ લોન પર ખાસ ઓફર આપી રહી છે, બેંક ઓફ બરોડા અને કોટક મહિન્દ્રા બેંક 6.50%ના વ્યાજ દરે લોન આપશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ICICI બેંકની સ્ટિવલ બોનાન્ઝા ઓફરમાં માત્ર 1100 રૂપિયાની પ્રોસેસિંગ ફી ભરી હોમ લોન લઈ શકાશે

જો તમે ઘર ખરીદવા માટે હોમ લોન લેવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સારો સમય છે. ફેસ્ટિવ સિઝનમાં ઘણી બેંક હોમ લોન માટે ખાસ ઓફર આપી રહી છે. બેંક ઓફ બરોડા અને કોટક મહિન્દ્રા બેંક ઓફર હેઠળ 6.50%ના વ્યાજ દરે હોમ લોન આપી રહી છે. અમે તમારા માટે કેટલીક બેંકની લિસ્ટ તૈયાર કર્યું છે. આ જોઈ તમે જ નક્કી કરો કે તમારા માટે કઈ બેંક બેસ્ટ રહેશે.

બેંક ઓફ બરોડા
ફેસ્ટિવ સિઝનને ધ્યાનમાં રાખી બેંકે હોમ લોનનો વ્યાજ દર ઘટાડી 6.50% કર્યો છે. આ ઘટાડાનો ફાયદો નવી લોન લેનારા સાથે અન્ય બેંક સાથે ટ્રાન્સફર લઈને આવેલા ગ્રાહકોને પણ
મળશે. આ ઓફર 31 ડિસેમ્બર સુધી મળશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

SBI
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તહેવારમાં નવી ઓફર જાહેર કરી છે. બેંકે હવે 75 લાખ રૂપિયા સુધીના હોમ લોન પર વ્યાજ દર એકસમાન કર્યા છે. બેંકે વ્યાજ દર 6.70% કર્યો છે. આ પહેલાં લોન
અમાઉન્ટ પ્રમાણે અલગ અલગ વ્યાજ દર હતો.

કોટક મહિન્દ્રા બેંક
આ બેંકે હોમ લોનના વ્યાજ દરમાં 15 BPS (બેસિસ પોઈન્ટ)નો ઘટાડો કર્યો છે. હવે નવો વ્યાજ દર 6.50% થયો છે. આ ઓફર 8 નવેમ્બર સુધી છે. અન્ય બેંકથી ટ્રાન્સફર લઈને આવેલા
ગ્રાહકોને આ ઓફરનો લાભ મળશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

ICICI બેંક
બેંકે ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર જાહેર કરી છે. તેમાં હોમ લોન પર માત્ર 1100 રૂપિયાની પ્રોસેસિંગ ફી આપવી પડશે. આ બેંક 6.70%ના વ્યાજ દરે હોમ લોન આપી રહી છે. બોનાન્ઝા ઓફર
1 ઓક્ટોબરથી શરૂ થઈ છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

HDFC બેંક
આ પ્રાઈવેટ બેંકે પણ હોમ લોનની કિંમત ઘટાડી છે. નવી કિંમત પ્રમાણે ગ્રાહકો 6.70%ના વ્યાજ દરે હોમ લોન લઈ શકશે. આ સ્પેશ્યિલ સ્કીમ 31 ઓક્ટોબર સુધી અવેલેબલ છે.

LIC હાઉસિંગ ફાઈનાન્સ
2 કરોડ રૂપિયા સુધીની હોમ લોન માટે LICએ 6.66%નો વ્યાજ દર નક્કી કર્યો છે. આ ઓફર 30 નવેમ્બર સુધી જ લાગુ રહેશે.