તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Manage A Monthly Pension Of Rs 5,000 Per Month By Investing Just Rs 210, 2.75 Crore People Are Taking Advantage Of It

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટલ પેન્શન યોજના:ફક્ત 210 રૂપિયાનું રોકાણ કરીને દર મહિને 5 હજાર રૂપિયા માસિક પેન્શનની વ્યવસ્થા કરો, 2.75 કરોડ લોકો તેનો લાભ લઈ રહ્યા છે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં લોકોને અટલ પેન્શન યોજના પસંદ આવી રહી છે. આ યોજનામાં અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે. વર્ષ 2020-21 સુધીમાં 52 લાખથી વધારે નવા સબસ્ક્રાઈબર જોડાઈ ચૂક્યા છે. અટલ પેન્શન યોજના અંતર્ગત 60 વર્ષ થવા પર દર મહિને 1000થી લઈને 5000 રૂપિયા પેન્શન મળે છે. અમે તમને આ યોજના વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે તેમાં રોકાણ કરીને તમારા માટે પેન્શનની વ્યવસ્થા કરી શકો.

18થી 40 વર્ષની કોઈપણ વ્યક્તિ તેનો લાભ લઈ શકે છે
તેના અંતર્ગત 60 વર્ષ થવા પર દર મહિને 1000થી લઈને 5000 રૂપિયાનું પેન્શન મળે છે. તેમાં 18 વર્ષથી 40 વર્ષ સુધીની વ્યક્તિ તેમાં રોકાણ કરી શકે છે. કોઈ વ્યક્તિ આ સ્કીમને લે છે તો તેને ઓછામાં ઓછું 20 વર્ષ રોકાણ કરવું પડશે. સ્કીમમાં સામેલ થવા માટે સેવિંગ બેંક અકાઉન્ટ, આધાર અને એક્ટિવ મોબાઈલ નંબર હોવો જરૂરી છે.

તમારી ઉંમરના હિસાબથી તમારું યોગદાન નક્કી થાય છે
અમાઉન્ટ કેટલી કટ થશે તે એ વાત પર નિર્ભર કરશે કે તમે રિટાયર્મેન્ટ બાદ કેટલું પેન્શન ઈચ્છો છો. 1થી 5 હજાર રૂપિયા પ્રતિ માસ પેન્શન લેવા માટે સબસ્ક્રાઈબરને પ્રતિ માસ 42થી લઈને 210 રૂપિયા સુધી ચૂકવણી કરવી પડશે. તે 18 વર્ષની ઉંમરમાં સ્કીમ લેવા પર થશે. તેમજ જો કોઈ સબસ્ક્રાઈબર 40 વર્ષની ઉંમરમાં સ્કીમ લે છે તો તેને પ્રતિ માસ 291થી લઈને 1454 રૂપિયા સુધી મંથલી કોન્ટ્રીબ્યુશન કરવું પડશે. સબસ્ક્રાઈબર જેટલું વધારે કોન્ટ્રીબ્યુશન કરશે, તેને રિટાયર્મેન્ટ બાદ એટલું વધારે પેન્શન મળશે. તેમાં તમે સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ બેનિફિટ ક્લેમ કરી શકશો.

તમારી સુવિધા પ્રમાણે હપ્તા ચૂકવી શકો છો
આ યોજના અંતર્ગત ઈન્વેસ્ટર્સ મંથલી, ક્વાટર્લી અથવા સેમી-એન્યુઅલ એટલે કે 6 મહિનાના સમયગાળામાં રોકાણ કરી શકો છો. કોન્ટ્રીબ્યુશન ઓટો-ડેબિટ થઈ જશે. એટલે કે તમારા અકાઉન્ટમાંથી નક્કી રકમ આપમેળે કટ થઈ જશે અને તમારા પેન્શન ખાતામાં જમા થઈ જશે.

ઓનલાઈન અકાઉન્ટ ઓપન કરાવી શકો છો

  • જો તમારું અકાઉન્ટ SBIમાં છે તો તમે નેટ બેંકિંગથી આ સ્કીમનો લાભ લઈ શકો છો.
  • અરજી કરવા માટે તમારે SBIમાં લોગઈન કરવું પડશે.
  • ત્યારબાદ e-Services લિંક પર ક્લિક કરવું પડશે.
  • જે નવી વિન્ડો ઓપન થશે, તેના પર એક લિંક સોશિયલ સિક્યોરિટી સ્કીમના નામથી હશે. ત્યાં તમારે ક્લિક કરવું પડશે.
  • ત્યારબાદ તમને 3 ઓપ્શન દેખાશે, PMJJBY/PMSBY/APY.અહીં તમારે APY એટલે કે અટલ પેન્શન યોજના પર ક્લિક કરવું પડશે.
  • ત્યારબાદ તમારે તમારી સંપૂર્ણ ડિટેઈલ ભરવી પડશે. જેમાં સાચો અકાઉન્ટ નંબર, નામ, ઉંમર અને સરનામાની જાણકારી આપવી પડશે.
  • પેન્શનના વિકલ્પોમાં તમે કયો વિકલ્પ પસંદ કરો છો, જેમ કે, 5000 રૂપિયા અથવા 1000 રૂપિયા મંથલી.
  • ત્યારબાદ તમારી ઉંમરના આધારે તમારું મંથલી કોન્ટ્રીબ્યુશન નક્કી થશે.

બેંક જઈને અકાઉન્ટ ઓપન કરાવી શકો છો
કોઈપણ બેંકમાં જઈને અકાઉન્ટ ઓપન કરાવી શકો છો. અટલ પેન્શન યોજનાનું ફોર્મને ભરીને માગવામાં આવેલા ડોક્યુમેન્ટ્સની સાથે તમારે બેંક બ્રાંચમાં જમા કરાવવા પડશે.
એપ્લિકેશન અપ્રૂવ્ડ થયા બાદ તમારી પાસે કન્ફર્મેશનનો મેસેજ આવશે. ત્યારબાદ તમારી ઉંમરના આધારે તમારું મંથલી કોન્ટ્રીબ્યુશન નક્કી થઈ જશે.

2015માં યોજનાની શરૂઆત થઈ હતી
સરકારની 'અટલ પેન્શન યોજના'ની શરૂઆત 9 મે 2015માં થઈ હતી. આ યોજનાને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત કરવામાં આવે છે. PFRDAના જણાવ્યા પ્રમાણે, 9 મે 2020 સુધી આ યોજનાથી 2.23 કરોડ લોકો જોડાઈ ચૂક્યા છે. ગત નાણાકીય વર્ષમાં આ યોજના સાથે 70 લાખ લોકો કનેક્ટ થયા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો