• Home
  • Utility
  • Make a 3 minute short film on independence, the government will reward the winner, the deadline is August 31.

તક / સ્વતંત્રતા પર 3 મિનિટની શોર્ટ ફિલ્મ બનાવો, વિજેતાને સરકાર પુરસ્કાર આપશે, છેલ્લી તારીખ 31 ઓગસ્ટ

Make a 3-minute short film on independence, the government will reward the winner, the deadline is August 31.

Divyabhaskar.com

Aug 12, 2019, 02:11 PM IST

યુટિલિટી ડેસ્ક: જે વિદ્યાર્થીઓને ફિલ્મો બનાવવામાં રુચિ હોય તેમના માટે સરકાર તરફથી સારા સમાચાર આવ્યા છે. સ્વતંત્રતા દિવસના અવસરે ‘નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન’ (NFDC) તરફથી સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે શોર્ટ ફિલ્મની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે 3 થીમ રાખવામાં આવી છે. તેનાં નામ આ પ્રકારે છેઃ

  • ભવિષ્ય તમે આજે શું કરો તેના પર નિર્ભર છે
  • સાચી આઝાદી એટલે કોઈની પરવાનગી વિના તમે જેવા છો તેવા વ્યક્ત થવાની સ્વતંત્રતા
  • હું મારી સ્વતંત્રતાને પ્રેમ કરું છું, હું મારી સ્વતંત્રતાનો આદર કરું છું

આ સ્પર્ધાનો હેતુ આજની પેઢીને મહાત્મા ગાંધીનાં જીવનની સાદગી અને ઉચ્ચ આદર્શો જેવાં મૂલ્યોથી પરિચિત કરાવવાનો છે. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ 3 મિનિટની શોર્ટ ફિલ્મ બનાવી શકશે. સ્પર્ધામાં એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. ઓનલાઇન myGov વેબસાઈટ પરથી 2 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓ અરજી કરીને પોતાની ફિલ્મ મોકલી શકે છે. આ ફિલ્મને વિદ્યાર્થીઓ ભારતની 22 સત્તાવાર ભાષાઓ પૈકી કોઈપણ ભાષામાં બનાવી શકશે.

ઇનામ
સરકાર તરફથી તમામ શોર્ટ ફિલ્મનું મૂલ્યાંકન નક્કી કરેલી જુરીના સભ્યો કરશે. આ જુરીમાં ગાંધીવિચાર અને ફિલ્મમેકિંગના નિષ્ણાતો સામેલ હશે. ત્યારબાદ 5 વિજેતા જાહેર કરવામાં આવશે. તમામને રોકડ ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. પ્રથમ વિજેતાને 40 હજાર રૂપિયા, બીજા વિજેતાને 25 હજાર રૂપિયા, ત્રીજા વિજેતાને 15 હજાર રૂપિયા, ચોથા અને પાંચમા નંબરના વિજેતાને 5-5 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. સંસ્થાનું નામ, પસંદ કરેલો વિષય, ભાષા, ફિલ્મના શૂટિંગની જગ્યા સહિતની માહિતી ભરવાની રહેશે. આ વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://www.mygov.in/task/independence-day-celebration-film-short-film-competition/

X
Make a 3-minute short film on independence, the government will reward the winner, the deadline is August 31.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી