તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Magnesium Is One Of The 7 Minerals We Need, The Risk Of Heart Failure Due To Its Deficiency; It Is Also Important To Save Lives After A Heart Attack, Find Out How To Make Up For It

મહત્ત્વપૂર્ણ સમાચાર:મેગ્નેશિયમ આપણા માટે જરૂરી 7 મિનરલ્સમાંથી એક છે, તેની ઊણપથી હાર્ટ ફેલ્યોરનું જોખમ રહે છે; હાર્ટ અટેક આવ્યા બાદ જીવ બચાવવામાં પણ મહત્ત્વપૂર્ણ છે, જાણો તેની ઊણપ કેવી રીતે પૂરી કરવી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેગ્નેશિયમ આપણા શરીર માટે જરૂરી સાત માઈક્રો-મિનરલ્સમાંથી એક છે. એટલે કે તે કેલ્શિયમ, ફોસ્ફોરસ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઈડ અને સલ્ફર સિવાયનું તે મિનરલ છે જેની દરરોજ આપણને ઓછામાં ઓછી 100mgની જરૂર હોય છે. આ એવું મિનરલ છે જે શરીરની દરેક સામાન્ય પ્રક્રિયા માટે જરૂરી છે.

મેગ્નેશિયમ DNA બનાવવા માટે જરૂરી છે તે શરીરના મેટાબોલિઝ્મમાં પણ મદદ કરે છે. તે એનર્જી લેવલ અને સુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તે શરીરના બીજા કેમિકલ રિએક્શન્સને પણ કંટ્રોલ કરે છે.

અમેરિકાના ડૉક્ટરોને ક્લિનિકલ ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે, મેગ્નેશિયમની ઊણપથી ન માત્ર શારીરિક સમસ્યા થઈ શકે છે, પરંતુ તે માનસિક સમસ્યાઓનું પણ કારણ બની શકે છે. મેગ્નેશિયમ શરીર માટે જરૂરી મુખ્ય પાંચ તત્ત્વોમાંથી એક છે. શરીરને તેનું કાર્ય યોગ્ય રીતે કરવા માટે પૂરતા પ્રમાણમાં મેગ્નેશિયમ હોવું જરૂરી છે.

2018ના એક રિપોર્ટના અનુસાર, મેગ્નેશિયમની ઊણપથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. આ રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું હતું કે, જો કોઈને હાર્ટ અટેકના તરત બાદ મેગ્નેશિયમ આપવામાં આવે તો તેને મૃત્યુથી બચાવી શકાય છે. ઘણા ડૉક્ટર કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોરની સારવાર કરતા સમયે મેગ્નેશિયમ જરૂરથી આપે છે.

મેગ્નેશિયમ બીજા મિનરલ્સ જેમ કે, ઝિંક, કેલ્શિયમ, વગેરેની સાથે મળીને તમારા હૃદય, સ્નાયુઓ અને કિડનીને મજબૂત બનાવે છે. મેગ્નેશિયમ તમારા હાડકાં અને દાંતોને પણ મજબૂત બનાવે છે. તેથી જરૂરી છે કે દરરોજ ડાયટમાં મેગ્નેશિયને સામેલ કરવામાં આવે, જેનાથી તમે હાર્ટ સમસ્યાઓ, ડાયાબિટીસ જેવી બીમારીઓથી બચી શકશો. જો તમારા શરીરમાં મેગ્નેશિયમનું લેવલ 400mgથી ઓછું હશે તો માથામાં દુખાવો, હાઈ બ્લડપ્રેશર વગેરે સમસ્યા થવાની સંભાવના વધી શકે છે.

શરીર માટે જરૂરી છે મેગ્નેશિયમ
અમેરિકાના ડૉક્ટર જ્હોન એસ ફેનિકના જણાવ્યા પ્રમાણે, શરીરમાં બાયોકેમિકલ રિએક્શન માટે મેગ્નેશિયમ જરૂરી તત્ત્વ છે. શરીરના 60 ટકા મેગ્નેશિયમ હાડકામાં રહે છે, બાકીનું ટિશ્યુ, સ્નાયુઓ અને ફ્લુડમાં જોવા મળે છે. એકંદરે, શરીરના તમામ ફંક્શનિંગમાં મેગ્નેશિયમ જરૂરી છે. તે શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરે છે, એટલે કે આપણે જે ખાઈએ છીએ તે તેને એનર્જીમાં ફેરવે છે.

શરીરમાં મેગ્નેશિયમની પર્યાપ્ત માત્રા હોવાથી મગજની કાર્યક્ષમતા વધે છે, જેનાથી યાદશક્તિ તેજ થાય છે. મેગ્નેશિયમના કારણે હૃદયના ધબકારા પણ નિયંત્રિત રહે છે. આ બધા સિવાય તે હાડકાઓના નિર્માણમાં પણ મદદ કરે છે અને તેને મજબૂત બનાવીને રાખે છે.

આ વસ્તુઓ શરીરમાં મેગ્નેશિયમની ઊણપ પૂરી કરી શકે છે
પાલકઃ પાલક જેવા તમામ લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે. એક કપ ચઢેલી પાલકમાં 157mg મેન્ગનેશિયમ હોય છે, જે દરરોજની વેલ્યુના લગભગ 39% હોય છે.

બદામઃ બદામમાં વધારે પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે. એક સરેરાશ બદામમાં લગભગ 75mg મેગ્નેશિયમ હોય છે જે દરરોજની વેલ્યુના 19% હોય છે. તે સિવાય તેમાં વધારે પ્રમાણમાં ફાઈબર પણ હોય છે.

ડાર્ક ચોકલેટઃ ડાર્ક ચોકલેટ હેલ્ધી હોવાની સાથે તેમાં મેગ્નેશિયમ પણ વધારે પ્રમાણમાં હોય છે. 1 સ્કેવર ડાર્ક ચોકલેટમાં લગભગ 95mg મેગ્નેશિયમ હોય છે જે દરરોજની વેલ્યુના 24% હોય છે.

કેળાઃ કેળામાં મેગ્નેશિયમની સાથે બીજા ઘણા મિનરલ્સ હોય છે. એક મધ્યમ સાઈઝના કેળામાં 32mg મેગ્નેશિયમ હોય છે જે દરરોજની વેલ્યુના 8% હોય છે. કેળા બ્લડપ્રેશરને ઘટાડે છે અને હૃદયની બીમારીઓની સંભાવના ઘટાડે છે.

બ્લેક બીન્સઃ તમામ બીન્સની વચ્ચે માત્ર બ્લેક બીન્સમાં જ મેગ્નેશિયમ જોવા મળે છે. અડધો કપ બ્લેક બીન્સમાં લગભગ 60mg મેગ્નેશિયમ હોય છે જે દરરોજની વેલ્યુના 15% હોય છે. તમે દરરોજ સૂપમાં તેનો ઉપયોગ કરી શકો છો.

તમામ અનાજઃ અનાજ જેમ કે, ઘઉં, ઓટ્સ, જવ વેગેરમાં વધારે પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે. એક કપ સંપૂર્ણ અનાજમાં લગભગ 160mg મેગ્નેશિયમ હોય છે જે દરરોજની વેલ્યુના લગભગ 16% હોય છે.

દહીંઃ દહીં મેગ્નેશિયમનો સારો એવો સ્રોત હોય છે. એક કપ દહીંમાં 46.5mg મેગ્નેશિયમ હોય છે જે દરરોજની વેલ્યુના લગભગ 12% હોય છે. તે સિવાય દહીં ખાવાથી તમારા સ્નાયુઓ અને હાડકાં પણ મજબૂત રહે છે.

ચરબીયુક્ત માછલીઓ: ફેટી માછલીઓ જેમ કે સાલમનમાં વધારે પ્રમાણમાં મેગ્નેશિયમ, સેલેનિયમ અને વિટામિન Bની સાથે બીજા પણ ન્યુટ્રિઅન્ટ્સ હોય છે. 178 ગ્રામ સાલમન માછલીમાં લગભગ 53% મેગ્નેશિયમ હોય છે જે દરરોજની વેલ્યુના લગભગ 13% હોય છે.