તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Magnesium Converts Food Into Energy, Its Deficiency Can Cause Physical And Mental Illnesses

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેગ્નેશિયમ લાઈફલાઈન છે:મેગ્નેશિયમ ખોરાકને એનર્જીમાં ફેરવે છે, તેની ઊણપથી શારીરિક અને માનસિક બીમારીઓનું કારણ બની શકે છે

રોની કારિન રબિનએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખાણીપીણીમાં ધ્યાન ન આપવાથી લોકોમાં મેગ્નેશિયમની ઊણપ જોવા મળી રહી છે. તેનાથી ન માત્ર શારીરિક સમસ્યા થઈ શકે છે, પરંતુ તે માનસિક સમસ્યાઓનું પણ કારણ બની શકે છે. અમેરિકાના ડૉક્ટરોએ 43 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ બાદ આ વાત જણાવી. મેગ્નેશિયમ શરીર માટે જરૂર મુખ્ય પાંચ તત્ત્વોમાંથી એક છે. શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે મેગ્નેશિયમ પૂરતા પ્રમાણ હોવું જરૂરી છે.

શરીર માટે મેગ્નેશિયમ કેમ જરૂરી?
અમેરિકાના ડૉક્ટર જ્હોન એસ ફેનિકના જણાવ્યા પ્રમાણે, શરીરમાં બાયોકેમિકલ રિએક્શન માટે મેગ્નેશિયમ જરૂરી તત્ત્વ છે. શરીરના 60 ટકા મેગ્નેશિયમ હાડકાંમાં રહે છે, બાકીનું ટિશ્યૂ, મસલ અને ફ્લૂડમાં જોવા મળે છે. એકંદરે શરીરના તમામ ફંક્શનિંગમાં મેગ્નેશિયમની મુખ્ય ભૂમિકા હોય છે. તે શરીરમાં એનર્જી પ્રોડ્યૂસ કરે છે, એટલે કે આપણે જે કંઈ ખાઈ છીએ તેને એનર્જીમાં ફેરવે છે.

શરીરમાં મેગ્નેશિયમની પર્યાપ્ત માત્રા હોવાથી મગજની કાર્યક્ષમતા વધે છે, જેનાથી યાદશક્તિ તિવ્ર અને મજબૂત થાય છે. મેગ્નેશિયમના કારણે હૃદયના ધબકારા પણ નિયંત્રિત રહે છે. આ બધા સિવાય તે હાડકાંના નિર્માણમાં પણ મદદ કરે છે અને તેને મજબૂત રાખે છે.

મેગ્નેશિયમ ટાઈપ-2 ડાયાબિટીસમાં પણ ફાયદાકારક
મેગ્નેશિયમ ટાઈપ -2 ડાયાબિટીસ, માઈગ્રેન અને બ્લડ પ્રેશર સામે લડત આપે છે. તે તમારાં મેટાબોલિઝ્મને વધારી તમને વધુ સક્રિય બનાવે છે. સારી હેલ્થ માટે મેગ્નેશિયમ સૌથી જરૂરી ન્યૂટ્રિઅન્ટ છે.

શરીરમાં મેગ્નેશિયમને મેન્ટેન રાખવાના 4 સોર્સ
1. પાલક: લીલાં પાંદડાવાળી શાકભાજી જેમ કે પાલકમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરના સેલને પણ સુરક્ષિત રાખે છે.

2. નટ્સ: કાજુ અને બદામમાં મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે. નટ્સ મેગ્નેશિયમની ઊણપ ખૂબ ઓછા સમયમાં પૂરી કરે છે.

3. કેળા: કેળા મેગ્નેશિયમનો ખૂબ સારો સ્ત્રોત છે. તેમાં મેગ્નેશિયમની ભરપૂર માત્રા હોય છે. કેળા એનર્જી લેવલ વધારે છે.

4. ડાર્ક ચોકલેટ: તે મેગ્નેશિયમનો સૌથી સ્વાદિષ્ટ સ્ત્રોત છે. ડાર્ક ચોકલેટ એન્ટિ ઓક્સીડન્ટ્સથી ભરપૂર હોય છે. તે મેગ્નેશિયમની ઊણપ દૂર કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો