તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એમટેક પ્રોગ્રામની ફીમાં વધારો, 2 લાખ રૂપિયા વાર્ષિક ફી ચૂકવવી પડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • IITમાં એમટેક કોર્સના 14 હજાર વિદ્યાર્થીઓ છે
  • વિદ્યાર્થીઓને દર મહિને આપવામાં આવતું સ્ટાઈપેન્ડ રૂ 12,400 બંધ

યુટિલિટી ડેસ્ક. ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ્સ ઓફ ટેક્નોલોજી (IIT)માં એમટેક પ્રોગ્રામની ફીમાં લગભગ 10 ગણો વધારો થવાનો છે. શુક્રવારે યોજાયેલ આઈઆઈટીની કાઉન્સિલની એમટેક પ્રોગ્રામની ફી બીટેક કોર્સની ફી જેટલી કરવાની મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ એમટેક પ્રોગ્રામની ફી પણ બીટેક કોર્સની ફી એટલે કે વાર્ષિક 2 લાખ રૂપિયા થઈ જશે. આઈઆઈટીમાં એમટેક કોર્સની વર્તમાન એડમિશન અને ટ્યૂશન ફી પ્રતિ સમેસ્ટર 5,010 હજાર રૂપિયા સુધી છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓને આપવામાં આવતું 12,400 રૂપિયાનું સ્ટાઈપેન્ડ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. 

અભ્યાસ કરવો થશે મુશ્કેલ 
GATE સ્કોરના આધાર પર જે વિદ્યાર્થીઓને એડમિશન મળે છે તેમને દર મહિને 12,400 રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળતું હતું. આ સ્ટાઈપેન્ડને બંધ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. તેની જગ્યાએ આ સ્ટાઈપેન્ડના કેટલાક ભાગનો ઉપયોગ યૂઝી લેબ્સ અને કોર્ષમાં ટીચિંગ અસિસ્ટન્ટશિપ તરીકે આપવામાં માટે કરવામાં આવે. આ ફંડનો ઉપયોગ અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓ માટે પણ કરી શકાય છે.
ફી વધારાની સાથે એ પણ સૂચન આપવામાં આવ્યું હતું કે, ડાયરેક્ટ ટ્રાન્સફર અથવા એજ્યુકેશન લોનના માધ્યમથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની  મદદ કરવામાં આવે. વર્તમાન સમયમાં એક સમેસ્ટર માટે આઈઆઈટી મુંબઈની એમટેક ટ્યૂશન ફી 5,000 રૂપિયા છે જ્યારે આઈઆઈટી દિલ્હીની 10,000 રૂપિયા ફી છે. આઈઆઈટી મદ્રાસમાં 3, 750 રૂપિયાની સાથે ટ્યૂશન ફી 5,000 હજાર રૂપિયા છે. 
આઈઆઈટી ખડગપુરમાં પ્રથમ સેમેસ્ટરની ફી 25 હજાર 950 રૂપિયા છે. તેમાં 6 હજાર રૂપિયાનું રિફંડ થઈ જાય છે. બાદમાં સેમેસ્ટર માટે 10,550 રૂપિયા ફી છે. કુલ 23 આઈઆઈટીમાંથી 7 જુની આઈઆઈટીમાં લગભગ 14,000 વિદ્યાર્થી છે. કાઉન્સિલની મીટિંગમાં 'ટેન્યોર ટ્રેક સિસ્ટમ'ને મંજૂરી આપવામાં આવી છે. તેના હેઠળ નવા પ્રોફેસરોના પરફોર્મન્સની દર 5 વર્ષે સમીક્ષા થશે. સમીક્ષાના આધાર પર નવા પ્રોફેસરોને એસોસિએટ પ્રોફેસર તરીકે પ્રમોશન થશે અથવા તેમને દૂર કરવામાં આવશે. 
 

અન્ય સમાચારો પણ છે...