તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને રેલવેએ લખનઉથી નવી દિલ્હીની વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસને ફરીથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. દેશની પહેલી પ્રાઈવેટ ટ્રેન લખનઉ-નવી દિલ્હી-લખનઉ (82501 /82502) તેજસ એક્સપ્રેસ 9 એપ્રિલથી બંધ રહેશે. IRCTCના જણાવ્યા પ્રમાણે, આગામી આદેશ સુધી આ ટ્રેનોનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે.
14 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી તેજસ
રેલવેએ કોરોના મહામારીને કારણે લાગુ લોકડાઉન બાદ તેજસ એક્સપ્રેસને 14 ફેબ્રુઆરીથી ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ટ્રેન સપ્તાહમાં 4 દિવસ શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે દોડાવવામાં આવી રહી હતી.
મુંબઈ- અમદાવાદ તેજસ એક્સપ્રેસ પહેલાથી બંધ છે
IRCTCએ પહેલાથી જ અમદાવાદ- મુંબઈ તેજસ એક્સપ્રેસને 2 એપ્રિલથી બંધ કરી દીધી છે. IRCTCના જણાવ્યા પ્રમાણે, ટ્રેન નંબર 82902/82901 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ- અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેન 2 એપ્રિલ 2021થી એક મહિના માટે બંધ રહેશે. IRCTCના જણાવ્યા પ્રમાણે, બંને શહેરોમાં નાઈટ કર્ફ્યુ લાગુ છે. તેનાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
15 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી તેજસ એક્સપ્રેસ
તેજસ એક્સપ્રેસ 15 ફેબ્રુઆરીથી એક વખત ફરીથી લખનઉ-નવી દિલ્હી અને અમદાવાદ-મુંબઈની વચ્ચે શરૂ થઈ હતી. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતા IRCTCએ સ્ટેશન પર જ તેજસ એક્સપ્રેસની ટિકિટ આપવાની પણ વ્યવસ્થા કરી છે.
તેજસ એક્સપ્રેસ દેશની પહેલી પ્રાઈવેટ ટ્રેન છે અને તેનું સંચાલન IRCTC કરે છે. રેલવે બોર્ડે નવી દિલ્હીથી લખનઉની વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસને 23 નવેમ્બર 2020 અને મુંબઈ અને અમદાવાદની વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસને 24 નવેમ્બરના રોજ બંધ કરી દીધી હતી.
અત્યારે કોવિડ સ્પેશિયલ ટ્રેન જ દોડાવવામાં આવી રહી છે
કોરોનાના કારણે રેલવેએ ગત વર્ષે ટ્રેનોનું સંચાલન બંધ કર્યું હતું, પરંતુ હવે ફરીથી ધીમે ધીમે ટ્રેનો શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યારે માત્ર કોવિડ સ્પેશિયલ ટ્રેનો જ દોડી રહી છે.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.