• Gujarati News
  • Utility
  • LSAT 2021| LSAC Prepone The Examination To Be Held In June, Now The Exam Will Be Held In Different Slots From May 29, 2021

ફેરફાર:જૂનમાં થનારા લૉ સ્કૂલ એડમિશન ટેસ્ટની તારીખ બદલાઈ, હવે 29 મેથી વિવિધ સ્લોટમાં પરીક્ષા યોજાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • CBSEની 12મા ધોરણની પરીક્ષાની તારીખો સાથે આ પરીક્ષા ક્લેશ ન થાય તેના માટે પરીક્ષા પ્રી પોન કરવામાં આવી
  • ઓનલાઈન યોજાઈ રહેલી LSATની પરીક્ષા માટે ઉમેદવારો 14મે સુધી અરજી કરી શકશે

LSAC (લૉ સ્કૂલ એડમિશન કાઉન્સિલ)એ જૂનમાં થનારા LSAT (લૉ સ્કૂલ એડમિશન ટેસ્ટ) 2021ની તારીખમાં ફેરફાર કર્યો છે. પરીક્ષાની તારીખ પાછી ઠેલાવાને બદલે કાઉન્સિલે તેને આગળ કરી છે. આ પરીક્ષા 14 જૂને યોજાવાની હતી તેને બદલે હવે પરીક્ષા 29 મેથી યોજાશે.

CBSEના 12મા ધોરણની પરીક્ષા સાથે ક્લેશ થવાથી કાઉન્સિલે નિર્ણય લીધો
નોટિફિકેશન જાહેર કરી કાઉન્સિલે જણાવ્યું કે CBSEની 12મા ધોરણની પરીક્ષાની તારીખો સાથે આ પરીક્ષા ક્લેશ ન થાય તેના માટે પરીક્ષા પ્રી પોન કરવામાં આવી છે. આ પહેલાં CBSEની પરીક્ષા 4 મેએ યોજાવાની હતી, પરંતુ કોરોનાની સ્થિતિને જોતા તેને સ્થગિત કરવામાં આવી છે. હવે પરીક્ષા અંગે 1 જૂને નિર્ણય કરવામાં આવશે.

14મે સુધી એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે
પરીક્ષામાં સામેલ થનારા ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ searchlaw.in/register-for-the-testનાં માધ્યમથી અરજી કરી શકે છે. એપ્લિકેશન પ્રોસેસ 14 મે સુધી રહેશે. LSAT 2021ની પરીક્ષા ઓનલાઈન યોજાશે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ પર રહેલાં સ્ટડી મટિરિયલની મદદથી પરીક્ષાની તૈયારી કરી શકશે.