જો તમે સસ્તામાં LPG ગેસ સિલિન્ડર લેવા માગતા હોવ તો તમારી પાસે 31 જુલાઈ સુધી શાનદાર તક છે. પેટીએમથી LPGના બુકિંગ પર તમને 900 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો. તે સિવાય પેટીએમ એક એવું ફીચર લાવ્યું છે જેના દ્વારા યુઝર બુકિંગના કલાકો બાદ પણ બીજા પ્લેટફોર્મથી પેમેન્ટ કરી શકે છે. આ મહિને 1 જુલાઈથી LPG ગેસ મોંઘો થઈ ગયો છે. દિલ્હીમાં LPG સિલિન્ડરનો ભાવ 834.50 રૂપિયા થઈ ગયો છે અને અમદાવાદમાં 841.50 રૂપિયા ભાવ છે. ત્યારે પેટીએમની આ ઓફર રાહત આપી શકે છે.
IOCLએ ટ્વીટ કરી
IOCLએ ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. કંપનીએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે જો તમે પેટીએમ દ્વારા પેમેન્ટ કરીને સિલિન્ડર રિફિલ કરાવો છો તો તમને 900 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. આ વિશે વધુ જાણકારી માટે તમે ઓફિશિયલ લિંક https://paytm.com/cylinder-gas-recharge/indane પર પણ વિઝિટ કરી શકો છો.
જાણો કેવી રીતે મળશે 900 રૂપિયા?
કંપનીના અનુસાર, જો તમે પહેલી વખત LPG સિલિન્ડર બુક કરી રહ્યા છો તો તમને 3 સિલિન્ડર બુક કરવા પર 900 રૂપિયા પાછા મળી શકે છે. ફર્સ્ટ ટાઈમ યુઝરને Paytm First Points પણ મળશે. આ પોઈન્ટમો ઉપયોગ વોલેટ બેલેન્સને રિડિમ કરવામાં કરી શકાશે. બુકિંગના 24 કલાકની અંદર તમને કેશબેકનું સ્ક્રેચ કાર્ડ મળી જશે. આ સ્ક્રેચ કાર્ડને 7 દિવસની અંદર ઉપયોગ કરવું પડશે. જો તમે તે સ્ક્રેચ કાર્ડને સ્ક્રેચ નથી કરતા તો કેશબેક અને ઓફર સેક્શનમાં જઈને તેને સ્ક્રેચ કરી શકો છો.
જાણો કેવી રીતે બુકિંગ કરી શકો છો?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.