તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • LPG Cylinders Became Cheaper By Rs 46, With New Rates Coming Into Effect From May 1

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોંઘવારીની વચ્ચે થોડી રાહત:LPG સિલિન્ડર 46 રૂપિયા સસ્તો થયો, નવા દર 1મેથી લાગુ થઈ ગયા

6 દિવસ પહેલા

કેન્દ્ર સરકારે LPG સિલિન્ડરને લઈને રાહત આપી છે. સરકારે 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 45.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા રેટ 1મેથી લાગુ થઈ ગયા છે. 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. જણાવી દઈએ કે ગત મહિને ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો
19 કિલોગ્રામવાળો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 45.50 રૂપિયા સસ્તો થઈને 1595.50 રૂપિયાનો થઈ ગયો છે. તેવી જ રીતે મુંબઈનો રેટ હવે 1545.00 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. ગુજરાતના અમદાવાદમાં 19 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત 1646.9 રૂપિયા છે.

મુખ્ય શહેરોમાં 19 કિલોગ્રામ LPG ગેસ સિલિન્ડરની કિંમત

શહેરકિંમત (રૂપિયામાં)
અમદાવાદ1646.9
દિલ્હી1595.50
મુંબઈ1545.00
કોલકાતા1667.50
ચેન્નઈ1725.50

ડિસેમ્બરથી અત્યાર સુધી 215 રૂપિયા ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત વધી
નવેમ્બરમાં દિલ્હીમાં સબ્સિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત 594 રૂપિયા હતી. 1 ડિસેમ્બરના રોજ તેની કિંમત વધીને 644 રૂપિયા થઈ ગઈ હતી. 15 ડિસેમ્બરના રોજ 50 રૂપિયાના વધારાની સાથે તેની કિંમત 694 રૂપિયા થઈ ગઈ. 4 ફેબ્રુઆરીએ કિંમત 25 રૂપિયાના વધારાની સાથે 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ.

ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ ફરીથી 50 રૂપિયા પ્રતિ સિલિન્ડર ભાવ વધી ગયો. 25 ફેબ્રુઆરીએ 25 રૂપિયા પ્રતિ સિલિન્ડની કિંમતમાં વધારો થયો. 1 માર્ચના રોજ 25 રૂપિયાના વધારા બાદ સિલિન્ડરની કિંમત 819 રૂપિયા થઈ ગઈ. ત્યારબાદ 1 એપ્રિલના રોજ 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો. આ રીતે ડિસેમ્બરથી અત્યાર સુધી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 215 રૂપિયાનો વધારો થયો.

છેલ્લા 7 વર્ષોમાં ગેસ સિલિન્ડરની કિંમત બમણી થઈ ગઈ
છેલ્લા 7 વર્ષોમાં ઘરેલુ ગેસ સિલિન્ડર (14.2 કિલોગ્રામ)ની કિંતમ બમણી થઈને 809 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. 1 માર્ચ 2014ના રોજ 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 410.5 રૂપિયા હતી જે હવે 809 રૂપિયા છે. અમદાવાદમાં સબ્સિડી વગરના LPG સિલિન્ડરની કિંમત 816 રૂપિયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો