તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોંઘવારીની વચ્ચે થોડી રાહત:19 કિગ્રાવાળા કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 122 રૂપિયાનો ઘટાડો થયો, 1 જૂનથી નવા રેટ લાગુ થયા

2 મહિનો પહેલા
  • સરકારે 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 122 રૂપિયાનો ઘટાડો કર્યો છે
  • 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો

સરકારે LPG સિલિન્ડરને લઈને થોડી રાહત આપી દીધી છે. સરકારે 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 122 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા રેટ 1 જૂનથી લાગુ થઈ ગયા છે. 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. અગાઉ 1 મેના રોજ પણ એની કિંમતમાં 45.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

મુખ્ય શહેરોમાં 19 કિલોગ્રામ LPG ગેસ સિલિન્ડરની કિંમત

શહેરકિંમત (રૂપિયામાં)
અમદાવાદ1646.9
દિલ્હી1473.50
મુંબઈ1422.50
કોલકાતા1544.50
ચેન્નઈ1603.00

ડિસેમ્બરથી અત્યારસુધી ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમતમાં 215 રૂપિયાનો વધારો
નવેમ્બરમાં દિલ્હીમાં સબસિડી વગરના ગેસ-સિલિન્ડરની કિંમત 594 રૂપિયા હતી. 1 ડિસેમ્બરના રોજ એની કિંમત વધીને 644 રૂપિયા થઈ ગઈ હતી. 15 ડિસેમ્બરે 50 રૂપિયાના વધારાની સાથે એની કિંમત 694 રૂપિયા થઈ ગઈ હતી. 4 ફેબ્રુઆરીના રોજ કિંમત 25 રૂપિયા વધીને 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ હતી.

ત્યાર બાદ 15 ફેબ્રુઆરીએ ફરીથી સિલિન્ડરદીઠ 50 રૂપિયા વધારવામાં આવ્યા હતા. 25 ફેબ્રુઆરીએ પ્રતિ સિલિન્ડર 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 1 માર્ચના રોજ 25 રૂપિયાના વધારા બાદ સિલિન્ડરની કિંમત 819 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. ત્યાર બાદ 1 એપ્રિલના રોજ 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ રીતે ડિસેમ્બરથી અત્યારસુધી ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમતમાં 215 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો.

છેલ્લાં 7 વર્ષમાં ગેસ-સિલિન્ડરની કિંમત બમણી થઈ ગઈ
છેલ્લાં 7 વર્ષમાં ઘરેલુ ગેસ-સિલિન્ડર (14.2 કિલોગ્રામ)ની કિંમત બમણી થઈને 809 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. 1 માર્ચ 2014ના રોજ 14.2 કિલોના ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમત 410.5 રૂપિયા હતી, જે અત્યારે 809 રૂપિયા છે. અમદાવાદમાં સબસિડી વગરના LPG સિલિન્ડરની કિંમત 816 રૂપિયા છે તેમજ પેટ્રોલની વાત કરીએ તો 7 વર્ષ પહેલાં પેટ્રોલ લિટરદીઠ 70 રૂપિયા હતું, જે હવે લિટરદીઠ 100 રૂપિયાને પાર કરી ગયું છે.