ઈન્ડિયન રેલવેએ નવો થર્ડ AC કોચ તૈયાર કર્યો છે. આ કોચ ઘણી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. નવા કોચમાં સીટની ક્ષમતા વધારવામાં આવી છે. નવા કોચમાં 83 સીટ છે જ્યારે અત્યારે ચાલી રહેલા થર્ડ AC કોચમાં 72 સીટ હોય છે. નવા કોચને થ્રી ટિયર ઈકોનોમી ક્લાસ તરીકે ઓળખવામાં આવશે.
દરેક સીટ પર AC વેન્ટ મળશે
દરેક સીટ એટલે કે બર્થ માટે AC વેન્ટ (અંહીથી ACની હવા આવે છે) આપવામાં આવી છે જેથી દરેક પેસેન્જર મુસાફરી દરમિયાન ઠંડી હવાની મજા માણી શકે. અત્યારે કોચના માત્ર ટોપ પર AC વેન્ટ હોય છે.
મિડલ અને ઉપરના બર્થ પર ચઢવા માટે સરળ સીડી પણ આપવામાં આવી છે. રાત્રે અથવા ઓછા પ્રકાશ માટે LED લાઈટિંગ આપવામાં આવી છે. કોચમાં મુસાફરોના કમ્ફર્ટનેટ માટે સીટને પણ અપડેટ કરાઈ છે. આ સીટિંગ વ્યવસ્થા ફાયરપ્રૂફ રહેશે.
થર્ડ ACથી સસ્તું હશે થ્રી ટિયર ઈકોનોમી ક્લાસનું ભાડું
થ્રી ટિયર ઈકોનોમી ક્લાસ અથવા થર્ડ AC ઈકોનોમી ક્લાસના નવા કોચમાં મુસાફરી કરવી પેસેન્જરને મોંઘુ નહીં પડે. તેનું ભાડું થર્ડ AC અને નોન AC સ્લીપર ક્લાસની વચ્ચે રહેશે. એટલે કે તમારે તેના માટે થર્ડ AC કરતા ઓછું ભાડું ચૂકવવું પડશે.
થર્ડ AC ઈકોનોમી ક્લાસમાં 83 બર્થ રહેશે
બંને કોચમાં મુખ્ય અંતર એ છે કે થર્ડ ACમાં અત્યારે 72 બર્થ હોય છે જ્યારે થર્ડ AC ઈકોનોમી ક્લાસમાં 83 બર્થ હશે. એટલે કે તેમાં 11 બર્થ વધારે હશે. થર્ડ ACનું ભાડું પહેલા કરતા વધી જશે અને થર્ડ AC ઈકોનોમી નવો ક્લાસ આવશે. થર્ડ ACના કોચમાં વધારે સીટો કાઢીને બનાવવામાં આવેલા થર્ડ AC ઈકોનોમી ક્લાસની સીટો થોડીક પાસે હશે. આ કોચમાં દરેક બર્થ માટે USB ચાર્જિંગ પોર્ટની પણ સુવિધા મળશે.
ટોયલેટમાં મળશે ઘણી સુવિધાઓ
નવા કોચમાં ટોયલેટ ડિઝાઈનમાં સુધારો કરવામાં આવશે. તેને દિવ્યાંગો ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે. નવા કોચમાં ટોયલેટના ગેટને પહેલાં કરતાં વધારે પહોળો બનાવવામાં આવ્યો છે, જેથી વ્હીલચેર સરળતાથી અંદર જઈ શકે. આ સિવાય ટોયલેટમાં પાણી નાખવા માટે પગથી ઓપરેટ થતી સિસ્ટમ પણ અટેચ હશે.
પેસેન્જર ઈન્ફોર્મેશન ડિસ્પ્લેની સુવિધા મળશે
પેસેન્જર ઈન્ફોર્મેશન ડિસ્પ્લેની સુવિધા પણ યાત્રીકોને મળશે. આ ડિસ્પ્લેમાં આગામી સ્ટેશન અને ટ્રેનની સ્પીડ સહિતની માહિતી જોવા મળશે. કોચમાં ઈમર્જન્સી ખાસ કરીને આગ લાગે તેવી સ્થિતિનો સામનો કરવા માટે આધુનિક ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવામાં આવી છે.
કપૂરથલામાં નવા કોચ તૈયાર થઈ રહ્યા છે
આ નવા કોચ પંજાબના કપૂરથલાની રેલ કોચ ફેક્ટરીમાં તૈયાર થઈ રહ્યા છે. નવા AC થ્રી ટિયર કોચ મેલ અને એક્સપ્રેસ ગાડીમાં લગાવવામાં આવશે. કપૂરથલામાં આવા 248 કોચ આ નાણાકીય વર્ષમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે.
હાલ ACના 3 ક્લાસ કોચ
હાલની ટ્રેનમાં AC કોચમાં ફર્સ્ટ AC, સેકન્ડ AC અને થર્ડ AC એમ ત્રણ ક્લાસ અવેલેબલ છે, પરંતુ હવે 3 ટિયર AC ઈકોનોમી ક્લાસના નામથી ચોથો કોચ પણ ઉમેરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.