• Gujarati News
  • Utility
  • Loans Can Also Be Taken To Buy A Second Hand Car, These Banks Are Giving Loans At Less Than 8% Interest.

કામની વાત:સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માટે પણ લોન લઈ શકાય છે, આ બેંકો 8%થી પણ ઓછા વ્યાજે લોન આપી રહી છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીમાં લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે ઘણા લોકો સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે. દેશની મોટાભાગની બેંક સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માટે પણ લોન આપે છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 7.25%ના વ્યાજ દરે લોન આપી રહી છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ બેંક કયા વ્યાજ દર પર સેકન્ડ હેન્ડ કાર માટે લોન આપી રહી છે.

બેંકવ્યાજ (%)મહત્તમ લોન
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા7.25ગાડીની કિંમતના 75% સુધી
કેનેરા બેંક7.35ગાડીની કિંમતના 75% સુધી
બેંક ઓફ ઈન્ડિયા7.35ગાડીની કિંમતના 70% સુધી
પંજાબ નેશનલ બેંક8.30ગાડીની કિંમતના 70% સુધી
SBI9.25ગાડીની કિંમતના 85% સુધી
HDFC11.00ગાડીની કિંમતના 100% સુધી
ICICI12.00ગાડીની કિંમતના 80% સુધી

3 વર્ષ માટે 5 લાખ રૂપિયા સુધીની લોન લેવા પર કેટલું વ્યાજ આપવું પડશે

વ્યાજ દરહપ્તા (EMI)કુલ વ્યાજ
7.2515,49657,848 રૂ.

7.35

15,51958,673 રૂ.
8.3015,73766,549 રૂ.
9.2515,95874,492 રૂ.
11.0016,36989,297 રૂ.
12.0016,60797,858 રૂ.

નોંધઃ આ ગણતરી અંદાજિત છે. બેંકના વ્યાજ દર તમારા સિબિલ સ્કોર અને ઈન્કમ સોર્સ સહિત અન્ય બાબતો પર આધાર રાખે છે.

યોગ્ય જગ્યાએથી જૂની કાર લેવી
જૂની કાર કોઈ જાણકાર અથવા કાર કંપની પાસેથી લેવી જોઈએ જે સેકન્ડ હેન્ડ કારની ડીલ કરાવે છે. કોઈ અજાણી વ્યક્તિ પાસેથી જૂની કાર ખરીદવા પર તેની એક્સિડેન્ટલ હિસ્ટ્રી અને કન્ડિશનને યોગ્ય રીતે જાણી શકાતી નથી. તેનાથી ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

શું જૂની કાર ખરીદવી ફાયદાકારક રહેશે?
જો તમે કારથી દરરોજ મુસાફરી નથી કરતા અને તમારે શહેરમાં અથવા આસપાસ જવા માટે કાર જોઈતી હોય તો તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદી શકો છો. દરેક જરૂરિયાત અને બજેટના હિસાબથી મુજબ જૂની કાર બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. તમે તમારી જરૂરિયાત મુજબ કાર પસંદ કરી શકો છો.