કોરોનાવાઈરસ મહામારીને લીધે હાલ વર્ક ફ્રોમ હોમનું વલણ વધી જવાથી ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને સુવિધા મળી રહે તે માટે નવા પ્લાન લોન્ચ કરી રહી છે. તાજેતરમાં જ વોડાફોને તેનો RED MAX પ્લાન લોન્ચ કર્યો છે. આ સિવાય એરટેલ અને જિયોએ પણ નવાં પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન કેટલા રૂપિયાના છે અને તેમાં કઈ કઈ સુવિધાઓ મળે છે આવો તેની વિગત જાણીએ...
વોડાફોનનો RED MAX પ્લાન
આ પ્લાન કંપનીએ પોસ્ટપેઈડ યુઝર્સ માટે લોન્ચ કર્યો છે. 699 રૂપિયાના આ પ્લાનમાં અનલિમિટેડ ડેટા અને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. સાથે જ zee5, એમેઝોન પ્રાઈમ, SUN NXT અને વોડાફોન પ્લેનું સબસ્ક્રિપ્શન પણ મળે છે. અન્ય પ્લાન્સની જેમ આ પ્લાનમાં પણ પ્રતિ દિવસ 100 SMSની સુવિધા મળે છે.
એરટેલનો 289 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં કંપની તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને ડેટા ઓફર કરે છે. સાથે જ તેમાં એરટેલ એક્સટ્રીમ અને zee5નું સબસ્ક્રિપ્શન પણ મળે છે. સાથે જ કંપની શૉ એકેડેમી પર 1 વર્ષનો ફ્રી કોર્સ પણ ઓફર કરે છે.
જિયોના પ્લાન
69 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. તેમાં કુલ 7GB ડેટા મળે છે. સાથે જ કંપની કોઈ પણ નેટવર્ક પર કોલિંગ માટે 250 નોન જિયો મિનિટ ઓફર કરે છે. આ પ્લામાં યુઝર્સને કુલ 25 SMSની સુવિધા મળશે. સાથે જ કંપની જિયો એપ્સનું કોમ્પ્લિમેન્ટ્રી સબસ્ક્રિપ્શન પણ આપે છે.
49 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં કુલ 2GBનો ડેટા મળે છે. તેમાં જિયો ટુ જિયો ફ્રી કોલિંગ અને અન્ય નેટવર્ક માટે 250 મિનિટ મળે છે. સાથે જ કંપની જિયો એપ્સનું કોમ્પ્લિમેન્ટ્રી સબસ્ક્રિપ્શન પણ આપે છે.
BSNLના પ્લાન
94 અને 95 રૂપિયાના પ્લાન
આ બંને પ્રિપેઈડ પ્લાનમાં કુલ 3GB ડેટા સાથે કોલિંગ માટે 100 મિનિટ મળે છે. આ બંને પ્લાનની વેલિડિટી 90 દિવસની છે. 94 રૂપિયાના પ્લાનમાં યુઝર્સની ફ્રી કોલિંગ મિનિટ પૂરી થવા પર કંપની લોકલ માટે 1 રૂપિયા પ્રતિ મિનિટ અને STD કોલિંગ માટે 1.3 રૂપિયાનો ચાર્જ લે છે.
151 રૂપિયા અને 251 રૂપિયાના પ્લાન
151 રૂપિયાના પ્લાનમાં 40GB અને 251 રૂપિયાના પ્લાનમાં કુલ 70GB ડેટા મળે છે. આ બંને પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. આ બંને પ્લાનમાં ડેટાની જ સુવિધા મળશે. હાલ આ પ્લાન ચેન્નાઈ અને તમિલનાડુ સર્કલના ગ્રાહકો માટે જ એક્ટિવ છે.
599 રૂપિયાનો પ્લાન
આ પ્રિપેઈડ પ્લાનમાં પ્રતિ દિવસ 5GB ડેટા મળે છે. પ્લાની વેલિડિટી 90 દિવસની છે. તેમાં તમામ નેટવર્ક પર કોલિંગ માટે પ્રતિ દિવસ 250 મિનિટ અને 100 SMS મળે છે. 5GB ડેટા પૂરો થઈ ગયા બાદ યુઝર્સ 80 Kbpsની સ્પીડથી ઈન્ટરનેટ એક્સેસ કરી શકે છે.
1299 રૂપિયાનો બ્રોડબેન્ડ પ્લાન
આ નવા પ્લાનમાં 10Mbps સ્પીડ સાથે પ્રતિ દિવસ 22GBનો ડેટા મળે છે. ડેટા લિમિટ પૂરી થયા બાદ સ્પીડ 2Mbpsની થાય છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. તેના માટે કનેક્શન સાથે લેન્ડલાઈન ફોન પણ મળે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.