તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Link Your Bank Account To Aadhaar Soon, Otherwise Pension And LPG Subsidy May Stop

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SBI ગ્રાહકો માટે મોટા સમાચાર:જલ્દી તમારા બેંક અકાઉન્ટને આધાર સાથે લિંક કરો, નહીં તો પેન્શન અને LPG સબ્સિડી બંધ થઈ શકે છે

10 દિવસ પહેલા
 • કૉપી લિંક

દેશની સૌથી મોટી બેંક SBIએ પેન્શન અને LPG સબ્સિડી જેવી સરકારી યોજનાઓનો ફાયદો ઉઠાવવા માટે બેંક ખાતાને આધાર નંબર સાથે લિંક કરવાનું કહ્યું છે. ઘણા લોકોના અકાઉન્ટ આધારની સાથે લિંક નથી. જો તમારું અકાઉન્ટ આધારની સાથે લિંક નથી તો તમે ઘરેબેઠા જ તેને લિંક કરી શકો છો. અમે તમને તેની પ્રોસેસ જણાવી રહ્યા છીએ.

SBI યુઝર આ રીતે ઓનલાઈન લિંક કરી શકે છે

 • www.onlinesbi.com પર લોગ ઈન કરો
 • સ્ક્રીનની ડાબી તરફ દેખાઈ રહેલા "My Accounts" અંતર્ગત "Link your Aadhaar number" (તમારા આધાર નંબરને લિંક કરો) પર જવું.
 • બીજા પેજ પર અકાઉન્ટ નંબર પસંદ કરો, આધાર નંબર એન્ટર કરો અને સબમિટ પર ક્લિક કરો.
 • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરના છેલ્લા 2 ડિજિટ (તે બદલી શકાતા નથી) દેખાશે.
 • મેપિંગની સ્થિતિની જાણકારી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આપવામાં આવશે.

ATM દ્વારા

 • SBI ATMમાં જઈને તમારું ડેબિટ કાર્ડ સ્વાઈપ કરો અને પિન દાખલ કરો.
 • હવે 'સર્વિસ-રજિસ્ટ્રેશન' ઓપ્શન પસંદ કરો. મેનૂમાં આધાર રજિસ્ટ્રેશનને પસંદ કરો.
 • હવે અકાઉન્ટનો પ્રકાર પસંદ કરીને આધાર નંબર એન્ટર કરો.
 • ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર બેંક અકાઉન્ટ અને આધારને લિંક થઈ જવાનો મેસેજ આવશે.

UADAIની વેબસાઈટથી પણ લિંક કરી શકો છો

 • સૌથી પહેલા UADAIની સત્તાવાર વેબસાઈટ uidai.gov.in પર જવું.
 • ત્યારબાદ ‘Aadhaar Services’વાળા સેક્શન પર ક્લિક કરી ‘Check Aadhaar/Bank Account Linking Status’ પર જવું.
 • જેવું તમે તેના પર ક્લિક કરશો, એક નવું પેજ ઓપન થશે. અહીં તમારી પાસેથી 12 અંકવાળો આધાર નંબર માગવામાં આવશે.
 • પહેલા આધાર નંબર આપવામાં આવેલી જગ્યા પર ભરવો. ત્યારબાદ સ્ક્રીન પર એક સિક્યોરિટી કોડ પણ દેખાશે, તેને જોઈને ભરવો બાદમાં વન ટાઈમ પાસવર્ડ (OTP)તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે.
 • આવી સ્થિતિમાં તેમાં એન્ટર કરી ફરીથી લોગિન કરવું પડશે.
 • જો તમારું બેંક અકાઉન્ટ આધાર સાથે લિંક થયું હશે તો તમારી સામે “Congratulations! Your Bank Aadhaar Mapping has been done” એવો મેસેજ આવશે.

બેંકમાં જઈને લિંક કરાવી શકો છો
બેંક અકાઉન્ટમાં આધાર નંબરની સીડિંગ માટે ગ્રાહક નજીકની SBI બ્રાંચનો સંપર્ક કરી શકે છો. ત્યાં જઈને તમારે તમારા આધારની ફોટો કોપી આપવી પડશે. પરંતુ જ્યારે બેંક જાવ તો ઓરિજિનલ આધાર કાર્ડ તમારી પાસે રાખવું.

આધાર સાથે બેંક અકાઉન્ટ લિંક કરવાના ફાયદા
પેન્શન, LPG સબ્સિડી અથવા સરકારી યોજનાઓ અંતર્ગત મળતી રકમ હવે સીધા બેંક અકાઉન્ટમાં જ આવે છે. પરંતુ તેનો લાભ લેવા માટે તમારું બેંક અકાઉન્ટ આધાર સાથે લિંક હોવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, બેંક અકાઉન્ટને આધાર સાથે લિંક કરવું ફરજિયાત નથી પરંતુ જો સરકારી સબ્સિડી બેંક અકાઉન્ટમાં પ્રાપ્ત કરવા માગો છો તો તમારે આધાર નંબર, ખાતામાં એડ કરવો પડશે. સરકારની તરફથી બેંકોને સુનિશ્ચિત કરવા માટે કહ્યું કે 31 માર્ચ 2021 સુધી તમામ બેંક અકાઉન્ટ ગ્રાહકના આધાર નંબરથી લિંક થઈ જવા જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો