• Gujarati News
  • Utility
  • Link The Pan To Aadhaar Today, Otherwise After June 30, You Will Not Be Able To Withdraw Money From The Mutual Fund And Make A New Investment.

ફાયદાની વાત:આજે જ આધાર સાથે પેન કાર્ડ લિંક કરાવી લો, નહીં તો 30 જૂન બાદ તમે મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડી શકશો નહીં અને નવું રોકાણ પણ નહીં કરી શકો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો અને તમે હજી સુધી તમારા પેન એટલે કે પર્મેનન્ટ અકાઉન્ટ નંબર (PAN)ને આધારની સાથે લિંક નથી કરાવ્યું તો 30 જૂન સુધી કરાવી લો. કેમ કે આવું ન કરવા પર તમારો પેન નંબર અમાન્ય થઈ જશે. આવી સ્થિતિમાં ન તો મ્યુચ્યુઅલ ફંડમાં નવું રોકાણ કરી શકાશે અને ન તો તમે પૈસા ઉપાડી શકશો. આ પ્રકારના રોકાણ માટે પેન કાર્ડ હોવું જરૂરી હોય છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે જો તમારું પેન અમાન્ય થઈ જાય છે તો તમને કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડશે.

નવું રોકાણ નહીં કરી શકો
જો મ્યુચ્યુઅલ ફંડમાં પહેલી વખત રોકાણ કરી રહ્યા છો અથવા કોઈ અન્ય સ્કિમમાં પહેલી વખત રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારું પેન કાર્ડ વેલિડ હોવું જોઈએ.

જૂના રોકાણકારો પણ ખરીદી કરી શકશે નહીં
જો તમે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર છો પરંતુ તમારું પેન ઈનવેલિડ થઈ ગયું છે તો તમે વર્તમાન મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં વધારે યુનિટ જોડી શકશો નહીં.

SIP પણ બંધ થઈ જશે
જો તમારું પેન ઈનવેલિડ થઈ જાય છે તો સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા કરવામાં આવેલું રોકાણ પણ બંધ થઈ જશે. એટલે કે તમે તમારા મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં નવા યુનિટ જોડી શકશો નહીં.

રિડેમ્પશન અને SWP કામ કરશે નહીં
જો કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં રોકાણ કર્યું છે તો પેન ઈનવેલિટ થવા પર તેમાંથી પૈસા ઉપાડી શકશો નહીં. એટલે કે રિડેમ્પશન રિક્વેસ્ટ્સ રિજેક્ટ થઈ જશે. તેમજ સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન (SWP) પણ બંધ થઈ જશે.

પેન આધાર લિંક ન કરાવવા પર 1000 રૂપિયાનો દંડ થશે
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, જો કોઈ પેનકાર્ડ હોલ્ડર્સ 30 જૂન સુધી પેનને આધાર સાથે લિંક નથી કરાવતા તો, તેમના પેનને ઈનઓપરેટિવ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ નાણાકીય લેવડદેવડમાં પેનનો ઉપયોગ કરી શકાશે નહીં. તે ઉપરાંત 30 જૂન સુધી તેને લિંક ન કરવા પર 1 હજાર રૂપિયા સુધી દંડ ભરવો પડશે. સરકારે ફાઈનાન્સ બિલ દ્વારા ઈન્કમ ટેક્સ એક્ટ 1961માં નવી સેક્શન 234H ઉમેરીને દંડની જોગવાઈ કરી છે. સરકારે આવું 23 માર્ચે લોકસભા દ્વારા પસાર કરવામાં આવેલા ફાઈનાન્સ બિલ 2021 દ્વારા કર્યું છે.

આધાર-પેનને લિંક કરાવવા માટે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે
આધાર પેનને લિંક કરાવવા માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. એટલું જ નહીં તેને લિંક કરાવવાનું પણ સરળ છે. તમે ઘરેબેઠા તેને એક મેસેજ દ્વારા લિંક કરાવી શકો છો.