તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સામાન્ય રીતે જોવા જઈએ તો લોકો લાઈફ ઈન્શ્યોરન્સ અને હેલ્થ ઈન્શ્યોરન્સ વિશે જાણતા હોય છે પરંતુ પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ વિશે ઓછા લોકોને ખબર હોય છે. પરંતુ પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ ઘણો ઉપયોગી છે. તેના અંતર્ગત અકસ્માતને કારણે તમારા શરીરનું કોઈ અંગ ખરાબ થઈ જાય છે અથવા નથી રહેતું તો આ પોલિસી તમને અથવા તમારા પરિવારને એક સામટી રકમ આપે છે. જાણો આ પોલિસી વિશે..
શું છે પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ?
પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ માત્ર રોડ એક્સિડન્ટ જ નહીં પરંતુ વિવિધ પ્રકારની દુર્ઘટનાઓને કવર કરે છે. બાથરૂમમાં લપસી જવાથી લઈને જીમમાં વર્કઆઉટ કરતા સમયે થતી ઈજાઓ સુધી અને ગેસે સિલિન્ડર બ્લાસ્ટથી લઈને વિજળીનો કરંટ લાગવા સુધી અને પાણીમાં ડૂબી જવાથી લઈને આગ લાગવાથી થતી ઈજા તમામ દુર્ઘટનાઓ વ્યક્તિગત દુર્ઘટના અંતર્ગત આવે છે.
કંઈ વિકલાંગતા કવર થશે
જ્યારે પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ પોલિસીમાં કવર થતી વિકલાંગતાના પ્રકારની વાત આવે છે તો તેને 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલા કાયમી સંપૂર્ણ વિકલાંગતા, બીજી કાયમી આંશિક વિકલાંગતા અને ત્રીજી અસ્થાયી પૂર્ણ વિકલાંગતા.
પ્રથમ કાયમી સંપૂર્ણ વિકલાંગતા (Permanent Total Disability)
તેના અંતર્ગત વ્યક્તિને ગંભીર ઈજા આવે છે અને શરીરનું કોઈ એક મહત્ત્વપૂર્ણ અંગમાં ખોડ રહી જાય છે. તેમાં આ સ્થિતિઓ સામેલ છે.
સામાન્ય રીતે પોલિસી કાયમી સંપૂર્ણ અપંગતાની સ્થિતિમાં વીમા રકમની 100% ચૂકવણી કરે છે.
કાયમી આંશિક વિકલાંગતા (Permanent Partial Disability)
તેના અંતર્ગત વ્યક્તિના શરીરના કોઈ એક ભાગમાં કાયમી ખોડ રહી જાય છે. જેમ કે-
આવા કિસ્સામાં વીમા રકમના અમુક પૈસાની ચૂકવણી કરવામાં આવે છે. જ્યારે તમે પોલિસી ખરીદો છો ત્યારે એવું કહેવામાં આવે છે કે કોઈ અંગ ગુમાવવા પર કેટલું કવર મળશે. ઉદાહરણ તરીકે, જો તમે બંને કાને સાંભળવાની ક્ષમતા ગુમાવશો તો કવરની રકમના 75% પૈસા મળશે અને જો તમે એક આંખ ગુમાવો છો તો કવરની રકમના 50% મળશે.
અસ્થાયી સંપૂર્ણ વિકલાંગતા (Temporary total disability)
તેના અંતર્ગત વ્યક્તિ અકસ્માત પછી અસ્થાયી રૂપે પથારીવશ થઈ જાય છે અથવા થોડા સમય માટે કામ કરવા માટે લાયક નથી રહેતો. તો આવા કિસ્સામાં વિકલાંગતાના સમયગાળા દરમિયાન એક સાપ્તાહિક ચુકવણી કરવામાં આવે છે (સામાન્ય રીતે વીમાની રકમનો 1% દર અઠવાડિયે ચૂકવવામાં આવે છે).
મૃત્યુ પર પણ કવર મળે છે
આ ત્રણ કેટેગરી ઉપરાંત વીમામાં દુર્ઘટનામાં મૃત્યુનું જોખમ પણ સામેલ હોય છે. એક્સિડન્ટમાં વ્યક્તિનું મૃત્યુ થવા પર તે વ્યક્તિના પરિવારને ઈન્શ્યોરન્સ કંપની દ્વારા કવરના સંપૂર્ણ પૈસા આપવામાં આવે છે.
કેમ અને કોને આ પોલિસીની જરૂર છે?
વ્યક્તિગત જવાબદારીઓને લીધે આર્થિક રીતે મજબૂત હોવું પણ જરૂરી છે. તેમાં પરિવાર, સ્વાસ્થ્ય, શિક્ષણ અને અન્ય જવાબદારીઓ સામેલ છે. આવી સ્થિતિમાં આકસ્મિક અકસ્માતના કારણે પરિવાર અને ભવિષ્યની યોજનાઓ પર ખરાબ અસર ન પડે તેના માટે ઈન્શ્યોરન્સની જરૂર પડે છે. જો તમે ગાડી દ્વારા વધારે મુસાફરી કરો છો અથવા કોઈ ફેક્ટરીમાં જોખમવાળું કામ કરો છો તો તમારે આ કવર જરૂરથી લેવું જોઈએ.
કેટલાનું કવર લેવું યોગ્ય રહેશે
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, તમારે એક એવું કવર લેવું જોઈએ, જે તમારા વાર્ષિક પગારના 15-20 ગણું હોય. તમારે ખાતરી કરવી જોઈએ કે તમારો પરિવાર દરેક સ્થિતિમાં સારી રીતે જીવી શકે. તે ઉપરાંત તમારા માથે કોઈ દેવું છે તો વીમા કવરની રકમ પસંદ કરતી વખતે તેનો પણ સમાવેશ કરવો જોઈએ.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.