તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Like Covid 19, Black Fungus Will Be Covered In All Health Insurance Policies, Find Out How

તમારા ફાયદાની વાત:કોવિડ-19 જેમ બ્લેક ફંગસ પણ તમામ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં કવર થશે, જાણો કેવી રીતે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સુરક્ષા, કોરોના કવચ વગેરે પોલિસીમાં બ્લેક ફંગસ ઈન્ફેક્શનની સારવાર કવર નહીં થાય
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય વીમા પોલિસી લીધી હોય તો કોરોના કે બ્લેક ફંગસ માટે અલગથી પોલિસી લેવાની જરૂર નથી

કોવિડ-19 મહામારી દરમિયાન હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીનું મહત્ત્વ વધી ગયું છે. આ બીમારીની સારવાર માટેનું બિલ લાખો રૂપિયામાં આવે છે. પરંતુ જો દર્દીએ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લઈને રાખી હોય તો તેની ચૂકવણી વીમા કંપની કરે છે. પરંતુ, હવે બીજી સમસ્યા સામે આવી છે.

કેટલાક દર્દીઓ COVID-19ની સારવાર દરમિયાન અથવા ત્યારબાદ મ્યુકરમાયકોસિસ (બ્લેક અથવા વ્હાઈટ ફંગસ)થી પીડિત થઈ રહ્યા છે. સારી વાત એ છે કે વીમા કંપનીઓએ સ્વીકાર્યું છે કે મ્યુકરમાયકોસિસની સારવાર પણ હેલ્થ પોલિસીની કવરેજનો ભાગ છે અને દર્દી તેના માટે ક્લેમ કરી શકે છે.

મ્યુકરમાયકોસિસ તમામ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી અંતર્ગત કવર
સંજીવ બજાજ (જોઈન્ટ ચેરમેન અને MD,બજાજ કેપિટલ)ના જણાવ્યા પ્રમાણે, મ્યુકરમાયકોસિસ ગંભીર, પરંતુ દુર્લભ ફંગલ સંક્રમણ છે. સામાન્ય રીતે તેને બ્લેક ફંગસના નામથી ઓળખવામાં આવે છે. હવે વ્હાઈટ, યેલો અને એટલે સુધી કે ગ્રીન ફંગસના કેસ પણ સામે આવવા લાગ્યા છે. આ તમામ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી અંતર્ગત કવર છે. સૌથી જરૂરી વાત એ છે કે, આ બીમારીઓની સારવાર સાથે સંબંધિત દાવાઓની પતાવટ ICMR,AIIMS અને સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી સમયાંતરે જાહેર ગાઈડલાઈનના અનુસાર કરી શકાય છે.

સરકારી વીમા કંપનીઓ પણ કવર કરશે
જો કોઈ વ્યક્તિએ પહેલાથી જ પ્રધાનમંત્રી જન આરોગ્ય વીમા પોલિસી લીધી છે તો કોરોના અથવા બ્લેક ફંગસ માટે અલગથી પોલિસી લેવાની જરૂર નથી. આ સરકારી પોલિસીમાં કોરોનાનું 1.50 લાખ રૂપિયા સુધીનું કવર સામેલ છે. તેમજ આયુષ્માન ભારત અંતર્ગત આ બીમારીની સારવારનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવશે. IRDAIએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ વીમાધારકને તેના માટે ખાસ પેકેજ અથવા ટોપઅપ લેવાની જરૂર નથી.

કોરોના સ્પેશિયલ ઈન્શ્યોરન્સમાં ફંગસની સારવાર નહીં થાય
કોરોના સંક્રમણ બાદ ઘણા લોકોએ વિવિધ કંપનીઓની કોરોના સુરક્ષા, કોરોના કવચ વગેરે પોલિસી લીધી. પરંતુ આ ઈન્શ્યોરન્સમાં જનરલ હેલ્થ અને ફંગસ ઈન્ફેક્શનની સારવાર કવર નહીં થાય. કોરોના સ્પેશિયલ ઈન્શ્યોરન્સને માત્ર કોવિડ સારવાર માટે ડિઝાઈન કરવામાં આવી છે. જો કે, કોરોના સ્પેશિયલ પોલિસીની સાથે જો કોઈની પાસે જનરલ પોલિસી છે તો તેને કોઈ ખાસ પોલિસીની જરૂરી નથી. તેમજ જો કોઈ નવી પોલિસી લે છે તો તેમાં ફંગસ સંક્રમણનું કવર 30 દિવસ બાદ શરૂ થશે.

કોઈપણ ઈન્શ્યોરન્સમાં મહામારીને કવર કરવામાં નથી આવતી પરંતુ સરકાર અને IRDAIના પત્ર બાદ તમામ કંપનીઓએ કોરોના કવર પોલિસી શરૂ કરી દીધી છે. એવી જ રીતે હવે ફંગસ સંક્રમણને પણ કવર કરવામાં આવી રહ્યું છે. લોકોએ તેના માટે હેરાન થવાની જરૂર નથી. તેમજ બ્લેક ફંગસના કિસ્સામાં હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીના દસ્તાવેજમાં કોઈ પરમેનેન્ટ એક્સક્લૂઝન અથવા વેઈટિંગ પિરિઅડનો ઉલ્લેખ નથી. તેનો અર્થ એ થયો કે, તેની સારવારનો ખર્ચ પણ વીમા કંપની ઉઠાવશે, જેવી રીતે અન્ય બીમારીઓના કિસ્સામાં હોય છે.