• Gujarati News
  • Utility
  • Like ATMs And Debit Cards, Aadhar Card Will Also Come In The Wallet, UIDAI Allows Aadhar Card To Be Printed On PVC Without Registered Mobile Number

સુવિધા:ATM અને ડેબિટ કાર્ડની જેમ આધાર કાર્ડ પણ વોલેટમાં આવી જશે, UIDAIએ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વગર આધાર કાર્ડને PVC પર પ્રિન્ટ કરાવવાની મંજૂરી આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • UIDAIએ તાજેતરમાં જ આધાર કાર્ડને પોલિવિનાઇલ ક્લોરાઇડ કાર્ડ (PVC) પર રિપ્રિન્ટ કરાવવાની સુવિધા આપી છે
  • આધાર કાર્ડ હવે ATM કાર્ડની જેમ જ PVC કાર્ડ પર પ્રિન્ટ થશે

આધાર કાર્ડ એ આપણા દેશમાં હવે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ ગણાય છે. તે મોટાભાગે ઓળખ કાર્ડના રૂપમાં માગવામાં આવે છે. બેંક ખાતુ ખોલવાનું હોય કે પાસપોર્ટ બનાવવો હોય, આધાર નંબર જરૂરી બન્યો છે. પહેલાં આ એક કાગળનું કાર્ડ હતું. પરંતુ હવે આધાર કાર્ડને પોલિવિનાઇલ ક્લોરાઇડ કાર્ડ (PVC) પર રિપ્રિન્ટ કરાવી શકાશે. એટલે કે, હવે તમે આધાર કાર્ડ વોલેટમાં લઇને ફરી શકશો. આ કાર્ડ તમારા ATM અથવા ડેબિટ કાર્ડની જેમ જ તમારા વોલેટમાં સરળતાથી આવી જશે. UIDAIએ આ અંગે ટ્વીટ કરતા જણાવ્યું કે, જો તમારી પાસે આધાર સાથે રજિસ્ટર થયેલો મોબાઇલ નંબર નહીં હોય તો પણ તમે નવું PVC આધાર કાર્ડ ઓર્ડર કરી શકશો.

કાર્ડ બનાવવા 50 રૂપિયા ચૂકવવા પડશે
UIDAIએ તાજેતરમાં જ ઓક્ટોબર મહિનામાં પોલિવિનાઇલ ક્લોરાઇડ કાર્ડ (PVC) પર આધાર કાર્ડ ફરીથી છાપવાની સુવિધા શરૂ કરી છે. આ કાર્ડ તમારા ATM અથવા ડેબિટ કાર્ડની જેમ સરળતાથી તમારા વોલેટમાં આવી જશે. હવે તેના ખરાબ થવાની અથવા ફાટી જવાની ચિંતા પણ નહીં રહે. જો કે, આ કાર્ડ બનાવવા માટે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે.

રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વગર કાર્ડ ઓર્ડર કરવાની પ્રોસેસ

  • તમારે પહેલાં આધાર નંબર અથવા વર્ચ્યુઅલ ID અથવા EIDમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ કેપ્ચા કોડ ભરવો પડશે.
  • હવે 'My Mobile number is not registered' સામે જોવા મળી રહેલા બોક્સ પર ક્લિક કરો.
  • બોક્સ પર ક્લિક કરતાં જ તમારી સામે મોબાઇલ નંબર દાખલ કરવાનો ઓપ્શન આવી જશે.
  • અહીં મોબાઇલ નંબર દાખલ કરો અને પછી 'Send OTP' પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે અને તમે નવું PVC કાર્ડ ઓર્ડર કરી શકશો.

આધાર 3 ફોર્મેટમાં આવે છે
આધાર કાર્ડ અત્યારે 3 ફોર્મેટમાં આવે છે - આધાર લેટર, ઇ-આધાર અને PVC કાર્ડ. PVC કાર્ડ તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. UIDAI મુજબ, આધાર કાર્ડ ત્રણેય ફોર્મેટમાં માન્ય છે. નાગરિકો તેમની સુવિધા મુજબ આધાર ફોર્મેટ પસંદ કરી શકે છે. તેથી, કોઈ પણ અફવાને અવગણશો નહીં કે PVC કાર્ડ આધાર કાર્ડના અન્ય 2 ફોર્મેટ્સ કરતાં વધુ માન્ય છે અથવા ઇ-આધાર માન્ય નથી.

દેશમાં 125 કરોડ લોકો કરતા વધુ લોકો પાસે આધાર કાર્ડ
ડિસેમ્બર 2019માં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, દેશમાં રહેતા 125 કરોડ નાગરિકો માટે આધારકાર્ડ બનાવવામાં આવ્યા છે. દેશમાં આધાર પ્રોજેક્ટ વર્ષ 2010માં અમલમાં આવ્યો હતો.