• Home
  • Utility
  • LIC relieves policyholders due to Corona, premium can be paid till April 15

કોરોનાને કારણે LICએ પોલિસીધારકોને રાહત આપી, 15 એપ્રિલ સુધી પ્રીમિયમની ચૂકવણી કરી શકાશે

LIC relieves policyholders due to Corona, premium can be paid till April 15
X
LIC relieves policyholders due to Corona, premium can be paid till April 15

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 12:46 PM IST

યુટિલિટી ડેસ્ક. જાહેર ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ પોતાના કરોડો ગ્રાહકોને ભેટ આપી છે. LICએ રોગચાળાને કારણે પ્રીમિયમ ચૂકવવામાં અસમર્થ પોલિસીધારકો માટે તેની અંતિમ તારીખ 15 એપ્રિલ, 2020 સુધી લંબાવી દીધી છે. LICએ એક નિવેદનમાં કહ્યું કે, કોવિડ-19ને ધ્યાનમાં રાખીને દેશમાં અસાધારણ સંજોગોને પગલે  LICએ તેના પોલિસીધારકોને પ્રીમિયમ ચૂકવવા માટે 15 એપ્રિલ સુધી રાહત આપી દીધી છે. 


આ નિર્ણય તે બધા ગ્રાહકો માટે લેવામાં આવ્યો છે જેઓ કોઈ કારણોસર પ્રીમિયમ ચૂકવવા અસમર્થ રહ્યા છે. કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે મોટાભાગના રાજ્યોએ લોકોને સામાજિક અંતર જાળવવા અને બિનજરૂરી મુસાફરી ન કરવાનું કહ્યું છે. વડાપ્રધાને પણ રવિવાર 7 થી 9 વાગ્યા સુધી ‘જનતા કર્ફ્યુ’ નું આહવાન કર્યુ હતુ. 


ઘણા શહેરો લોકડાઉન
તે ઉપરાંત દેશના 75 જિલ્લા લોકડાઉન જાહેર કરવામાં આવ્યા છે. જે રાજ્યોએ લોક ડાઉન જાહેર કર્યું છે તેમાં તેલંગાણા, દિલ્હી, યુપી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, નાગાલેન્ડ, મહારાષ્ટ્ર વગેરેનો સમાવેશ થાય છે. દેશમાં કોરોના વાઈરસના 415 કેસ નોંધાયા છે.

એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાન બિન-જીવન વીમા કંપનીઓના પ્રીમિયમમાં 14 ટકાનો વધારો
વર્તમાન નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં બિન-જીવન વીમા કંપનીઓનું પ્રીમિયમ સંગ્રહ 14 ટકા વધીને રૂ. 1.73 લાખ કરોડ થયું છે. વીમા ક્ષેત્રના નિયમનકાર ઈરડા (IRDAI)ના આંકડામાં આ જાણકારી મળી છે. આંકડાઓના અનુસાર, આવી 34 બિન-જીવન વીમા કંપનીઓએ ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં 1.52 લાખ કરોડ રૂપિયાનું પ્રીમિયમ એકત્રિત કર્યું હતું. બિન-જીવન વીમા કંપનીઓમાં સ્વાસ્થ્ય વીમો, વ્હીકલ ઈન્શ્યોરન્સ, મકાન, દુકાન, મુસાફરી વગેરે દરમિયાન વીમા સુવિધાઓ પ્રદાન કરતી કંપનીઓ સામેલ છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી