તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • LIC Launches New Jeevan Shanti Deferred Annuity Plan, Which Can Be Used To Manage Regular Income

સુવિધા:LICએ ન્યૂ જીવન શાંતિ ડિફર્ડ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો, તેનાથી નિયમિત આવકની વ્યવસ્થા કરી શકાય છે

8 મહિનો પહેલા
  • આ પ્લાનને તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે ખરીદી શકો છો
  • આ પ્લાનમાં ગ્રાહકોને લોનની સુવિધા પણ મળશે

LIC ન્યૂ જીવન શાંતિ ડિફર્ડ એન્યુઇટી (New Jeevan Shanti deferred annuity plan) પ્લાન લઈને આવી છે. તે એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, વ્યક્તિગત, એકલ પ્રીમિયમ, ડિફર્ડ એન્યુઇટી પ્લાન છે. આ પ્લાનમાં ગ્રાહકોને લોનની સુવિધા પણ મળશે. આ પ્લાનને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકાય છે. LICના જણાવ્યા પ્રમાણે, નવી જીવન શાંતિ પોલિસી માટે વાર્ષિક દરની ગેરેંટી પોલિસીની શરૂઆતમાં આપવામાં આવે છે.

પોલિસીમાં 2 ઓપ્શન મળશે

પ્રથમ ઓપ્શન
આ પ્લાનમાં પહેલો વિકલ્પ એક વ્યક્તિ (સિંગલ પ્લાન) માટે ડિફર્ડ એન્યુઇટી છે. આ ઓપ્શનમાં ડિફરમેન્ટ સમય બાદ એન્યુઇટી પેમેન્ટ એન્યુઇટી મેળવનારા માટે આજીવન ચાલુ રહેશે. જો એન્યુઇટી મેળવનારનું દુર્ભાગ્યવશ મૃત્યુ થઈ જાય, તો આ કન્ડિશનમાં એન્યુઇટી મેળવનારના નોમિનીને તેનો ફાયદો મળશે.

બીજો ઓપ્શન
સિંગલ ઉપરાંત તમે જોઈન્ટ લાઈફ માટે ડિફર્ડ એન્યુઇટી કરાવી શકો છો. તેમાં ડિફરમેન્ટ સમય બાદ એન્યુઇટી પેમેન્ટ્સ ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી પહેલી કે બીજી વ્યક્તિ જીવિત રહે છે. જો ડિફરમેન્ટ અવધિ દરમિયાન બંનેનું મૃત્યુ થઈ જાય, તો તેની ચૂકવણી નોમિનીને કરવામાં આવશે. જોઈન્ટ લાઈફ એન્યુઇટી એક પરિવારના બે લોકોની વચ્ચે જ લઈ શકાય છે, જેમ કે-દાદા-દાદી, માતા-પિતા, બે બાળકો, બે ગ્રાન્ડ ચિલ્ડ્રન, પતિ-પત્ની અથવા ભાઈ-બહેન.

1.5 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે
આ પ્લાન ખરીદવા માટે તમારે ઓછામાં ઓછા 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. એન્યુઇટીને તમે વાર્ષિક, 6 મહિના, 3 મહિના અને મંથલી મોડમાં લઈ શકો છો. આ પ્લાનમાં ન્યૂનતમ વાર્ષિક આવક 12,000 રૂપિયા છે. અહીં મહત્તમ ખરીદી મૂલ્યની કોઈ મર્યાદા નથી. વિકલાંગ લોકો આ પ્લાનને 50 હજાર રૂપિયામાં ખરીદી શકે છે.

લાભ કોણ લઈ શકે?
આ પ્લાનને 30 વર્ષથી લઈને 79 વર્ષ સુધીના લોકો લઈ શકે છે. તેમાં મિનિમમ ડિફરમેન્ટ પિરિઅડ એક વર્ષનો છે અને મહત્તમ ડિફરમેન્ટ પિરિઅડ 12 વર્ષનો છે. આ યોજનામાં પાંચ લાખ અને વધુની ખરીદી પર એક ઈન્સેન્ટિવ પણ મળશે. આ ઈન્સેન્ટિવ એન્યુઇટી દરમાં વધારાના રૂપમાં હશે. આ પ્લાન LICની ઓફિશિયલ વેબસાઈટ પર હજી અપડેટ થયો નથી.

શું હોય છે એન્યુટી પ્લાન?
એન્યુઇટી એક પ્રકારનો કરાર છે. તેનાથી રિટાયરમેન્ટ દરમિયાન નિયમિત આવક સુનિશ્ચિત થઈ જાય છે. એન્યુઇટી એક ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ છે, જેનાથી નિયમિત આવક થાય છે. રિટાયરમેન્ટ પોર્ટફોલિયોના ભાગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે એન્યુઇટી જીવન વીમા અથવા પેન્શનની ચૂકવણી થાય છે. એન્યુઇટી પ્લાનમાં વ્યક્તિ એક સામટું રોકાણ કરે છે. તેને ભવિષ્યમાં માસિક, ત્રિમાસિક અથવા વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...