ન્યૂ પોલિસી:LICએ બીમા જ્યોતિ પોલિસી લોન્ચ કરી, ફિક્સડ ઈન્કમની સાથે ગેરંટી રિટર્નની સુવિધા મળશે

2 વર્ષ પહેલા

દેશની સરકારી વીમા કંપની તેના ગ્રાહકો માટે સમયાંતરે નવી પોલિસી લઈને આવે છે. LICએ સોમવારે LIC બીમા જ્યોતિ પોલિસી લોન્ચ કરી છે. આ પોલિસીમાં ગ્રાહકોને ફિક્સ્ડ ઈન્કમની સાથે ગેરંટી રિટર્નની પણ સુવિધા મળશે. આ એક નોન-લિંક્ડ, પાર્ટિસિપેન્ટિંગ પ્લાન છે. કંપનીએ સોશિયલ મીડિયા પર આ પોલિસીની જાણકારી આપી છે.

LICએ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ પોલિસી વિશે જણાવતા લખ્યું છે કે, LIC ઓફ ઈન્ડિયાએ LIC બીમા જ્યોત પ્લાન લોન્ચ કર્યો છે.

મિનિમમ સમ એશ્યોર્ડ એક લાખ રૂપિયા
આ પ્લાનમાં તમારી બેઝિક સમ એશ્યોર્ડ એક લાખ રૂપિયાની છે. તેની ઉપર કોઈ લિમિટ પણ નથી. આ પોલિસી 15થી 20 વર્ષ માટે લઈ શકાય છે. 15 વર્ષની પોલિસી અવધિ માટે PPT 10 વર્ષની હશે અને 16 વર્ષની પોલિસી માટે PPT 11 વર્ષની હશે.

કેટલું ગેરંટી રિટર્ન મળશે?
આ પોલિસીમાં તમને ટર્મ દરમિયાન દર વર્ષના અંતમાં 50 રૂપિયા પ્રતિ હજાર બેઝિક સમ એશ્યોર્ડ ઉપરાંત ગેરંટી આપવામાં આવે છે. એટલે કે તેમાં તમને 50 રૂપિયા પ્રતિ હજાર સમ એશ્યોર્ડ પર ગેરંટી બોનસ મળશે.

પોલિસીની વિશેષતા-

  • આ પોલિસીને તમે ઓનલાઈન ખરીદી શકો છો.
  • તેના માટે ન્યૂનતમ વય મર્યાદા 18 વર્ષની છે.
  • તે ઉપરાંત પરિપક્વતા પર મહત્તમ વય મર્યાદા 75 વર્ષની છે.
  • આ પોલિસીમાં પ્રવેશની ન્યૂનતમ વય 90 દિવસ અને મહત્તમ 60 વર્ષ છે.
  • પોલિસી બેક ડેટિંગની સુવિધા
  • ગ્રાહકોને મેચ્યોરિટી સેટલમેન્ટ ઓપ્શનની સુવિધા મળશે.
  • 5, 10 અને 5 વર્ષના હપ્તામાં મેચ્યોરિટી અને મૃત્યુ લાભ માટે ઓપ્શન મળશે.
  • પોલિસી અવધિ દરમિયાન ગેરંટી એડિશન 50 રૂપિયા પ્રતિ હજાર પ્રતિ વર્ષ બોનસ.
  • આકસ્મિક અને વિકલાંગતા લાભ રાઈડર, ગંભીર બીમારી, પ્રીમિયમ માફ રાઈડર અને ટર્મ રાઈડરનો લાભ મેળવવાનો ઓપ્શન ઉપલબ્ધ.
  • પ્રીમિયમ ચુકવણી પોલિસી અવિધ કરતા 5 વર્ષ ઓછી

ધારો કે, 15 વર્ષની પોલિસી અવધિ માટે 10 લાખ રૂપિયાની મૂળ વીમાની રકમ પર 30 વર્ષની વ્યક્તિ માટે, વાર્ષિક પ્રીમિયમ- 10 વર્ષ માટે ચૂકવણી- 82,542 રૂપિયા હશે. આ કિસ્સામાં ગેરંટી ઉમેરી 15 વર્ષ માટે પ્રતિ વર્ષ 50,000 રૂપિયા અથવા પરિપક્વતા પર 7,50,000 રૂપિયા હશે.

કુલ પરિપક્વતા મૂલ્ય રૂ. 7,50,000 રૂપિયાની કુલ ગેરંટી ઉમેરી અને 10,00,000 રૂપિયાની મૂળ વીમાની રકમ (7,50,000 રૂપિયા+ 10,00,000 રૂપિયા) અથવા 17,50,000 રૂપિયા થશે.

વાર્ષિક રિટર્ન (IRR)- 10 વર્ષ માટે પ્રત્યેક વર્ષની શરૂઆતમાં 82,545 રૂપિયા પ્રીમિયમની ચૂકવણીની સાથે અને 15મા વર્ષના અંતમાં 17,50,000 રૂપિયાની પરિપક્વતા મૂલ્ય 7.215 રૂપિયા હશે.

અન્ય સમાચારો પણ છે...