તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સસ્તી લોન:LICએ હોમ લોનનાં વ્યાજદરમાં ઘટાડો કર્યો, હવે 6.66% વ્યાજ પર હોમ લોન મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સ્કીમ 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે
  • લોનના પ્રથમ હપ્તાની ચૂકવણી 30 સપ્ટેમ્બર પહેલાં થઈ જવી જોઈએ

LIC હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડે હોમ લોનનાં વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. LICની એક ખાસ સ્કીમ હેઠળ 31 ઓગસ્ટ સુધી 50 લાખ રૂપિયાની લોન લઈ શકાશે. LICએ જાહેર કરેલી નોટિફિકેશન પ્રમાણે નવા વ્યાજદર નોકરિયાત લોકો માટે છે.

આ સ્કીમ સાથે જોડાયેલી ખાસ વાત:

  • તેમાં 50 લાખ રૂપિયા સુધીની લોન પર ઇન્ટરેસ્ટ રેટ ઘટાડીને 6.66% કરવામાં આવ્યો છે.
  • સ્કીમ 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે અને લોનના પ્રથમ હપ્તાની ચૂકવણી 30 સપ્ટેમ્બર પહેલાં થઈ જવી જોઈએ.
  • નવા વ્યાજદર લોન લેવાની ક્ષમતા પર નિર્ભર કરશે. તે માટે સિબિલ સ્કોર આધાર રહેશે.

કોટક મહિન્દ્રા 6.65% વ્યાજદર પર લોન આપી રહી છે
કોટક મહિન્દ્રા બેંક સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે. તે 6.65% વ્યાજદર પર લોન આપે છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેક ઓફ ઇન્ડિયા 6.70% વ્યાજદર પર લોન આપે છે. આ સમયે ઘણી બેંક 7%થી ઓછા વ્યાજદરે લોન આપી રહી છે.

અન્ય બેંક કેટલા વ્યાજ પર લોન આપે છે?

બેંકવ્યાજ દર (%)
કોટક મહિન્દ્રા6.65
LIC હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ6.66
SBI6.70
ICICI6.70
HDFC બેંક6.70
એક્સિસ6.75
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા6.80
પંજાબ નેશનલ બેંક6.80
બેંક ઓફ બરોડા6.85
બેંક ઓફ ઇન્ડિયા6.85

અહીં સમજો, કોટક મહિન્દ્રા, LIC અને SBIમાંથી લોન લેવા પર કેટલું વ્યાજ અને હપ્તો આપવો પડશે?

લોન અમાઉન્ટ (રૂપિયામાં)સમયગાળોવ્યાજદર(%માં)હપ્તો (EMI)કુલ વ્યાજ (રૂપિયામાં)
10 લાખ20 વર્ષ6.657,5448.11 લાખ
10 લાખ20 વર્ષ6.667,5508.12 લાખ
10 લાખ20 વર્ષ6.707,5748.18 લાખ
અન્ય સમાચારો પણ છે...