લકઝરી હાઇબ્રિડ SUV 6 સેકન્ડમાં જ 100ની સ્પીડ પકડશે:લેક્સસની LM બની જશે તમારી ઓફિસ, તો હ્યુન્ડાઇની SUVની કિંમત ફક્ત 44 લાખ

19 દિવસ પહેલા

ઓટો એક્સપો 2023ની શાનદાર શરૂઆત થઇ ચુકી છે. અફોર્ડબલ કારોની સાથે-સાથે લકઝરી કારો પણ બતાવી છે. જેમાં ખાસ કરીને લકઝરી કાર બનાવનારી જાપાન કંપની લેક્સસ અને ટોયોટા સામેલ છે. તો બીજી તરફ હ્યુન્ડાઇએ પણ ઇ-SuV 45 લાખની કિંમતમાં લોન્ચ કરી છે.

Lexus એ તેનો ઈલેક્ટ્રિક કારનો પોર્ટફોલિયો લોન્ચ કર્યો છે. જેમાં Lexus RX, Lexus LF-30, Lexus LF-Z, Lexus UX300e, Lexus LM, Lexus 500d, Lexus LC 500h અને Lexus ES 300hનો સમાવેશ થાય છે તો બીજી તરફ ટોયોટાએ 2.17 કરોડ રૂપિયામાં લક્ઝરી એસયુવી લેન્ડ ક્રુઝર 300 રજૂ કરી છે.આજે એક્સપોમાં રજૂ કરવામાં આવેલી કેટલીક લક્ઝરી કાર વિશે જણાવી રહ્યાં છીએ-

દુનિયાની પહેલી લકઝરી હાઇબ્રિડ SUV લેક્સસ RX
કંપનીએ દાવો કર્યો છે કે, લેક્સસ RX દુનિયાની પહેલી લકઝરી હાઇબ્રિડ SUV છે. આ કારને 'એલ્યુરિંગ એક્સ વર્વ' ડિઝાઇન કોન્સેપ્ટ પર બનાવવામાં આવી છે. RXમાં ઓલ-વ્હીલ ડ્રાઇવ ફોર્સ સિસ્ટમ મળશે. RX લાઇનઅપમાં ક્લાસિક પેટ્રોલ અને હાઇબ્રિડ પાવરટ્રેન્સ તેમજ RX 500h F સ્પોર્ટ પર્ફોર્મન્સ અને RX 350 પ્લગ-ઇન હાઇબ્રિડ (PHEV) વેરિઅન્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ફ્યુચર ડિઝાઇન સાથે લેક્સસ LF-30 કોન્સેપ્ટ
LF-30 લેક્સસ તાઝુના કોન્સેપ્ટ પર આધારિત છે. આ કારની બંને બાજુ આકર્ષક દરવાજા, શાર્પ અને ભાવિ ડિઝાઇન અને મોટા કસ્ટમ વ્હીલ્સ છે. આ સાથે જ કારમાં કાચની છત અને AR-સંચાલિત સ્કાયગેટ ડિસ્પ્લે પણ છે. LF-30 માં દરેક વ્હીલ પર ઇલેક્ટ્રિક મોટર છે. તે 110 kWh બેટરી પેક કરે છે અને તેની 500 કિમીની દાવા કરેલ રેન્જ છે.

લેક્સસ LF-30 કોન્સેપ્ટ 2025માં લોન્ચ કરવામાં આવશે
લેક્સસ LF-Z કોન્સેપ્ટ 2025માં લોન્ચ થશે. લેક્સસ LF-Z નેવિગેશન અને ડ્રાઇવ મોડ પસંદગી જેવી ડ્રાઇવરની પસંદગીઓને જાણવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરે છે. જેમાં ઓડિયો માટે નોઈઝ કેન્સલેશન ટેક્નોલોજી આપવામાં આવી છે. તેની ટોપ સ્પીડ 200 કિમી પ્રતિ કલાક છે. તે 90 kWh બેટરી પેકથી 600 કિમીની રેન્જ મેળવે છે.

લેક્સસ LM હાઇબ્રિડ
સાત સીટર લેક્સસ એલએમને મોર્ડન, ઓન ધ ગો પ્રોફેશનલની જરૂરિયાતને પુરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં વિશાળ કલર ડિસ્પ્લે, રેફ્રિજરેટર અને વરસાદના દિવસો માટે છત્રી સ્ટોરેજ પણ છે. સેન્ટર કન્સોલ પર ટચ પેનલ છે. આ સીટ પોઝીશનથી ક્લાઈમેટ અને ઓડિયોને કંટ્રોલ કરી શકાય છે.

ટોયોટાની 2.17 કરોડની SuV
ટોયોટાએ લક્ઝરી SUV લેન્ડ ક્રુઝર 300 રજૂ કરી છે.લેન્ડ ક્રુઝર 300 માત્ર ડીઝલ એન્જિન સાથે આવશે. કંપનીએ તેમાં 3.3 લીટર ટર્બો V6 ડીઝલ એન્જિન લગાવ્યું છે. તે 10 સ્પીડ ઓટો ગિયર્સ દ્વારા કંટ્રોલ કરવામાં આવશે.તેના ડેશબોર્ડને નવી ડિઝાઇન સાથે લાવવામાં આવ્યું છે.તેમાં હેડ-અપ ડિસ્પ્લે છે, જે ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન સિસ્ટમ સાથે આવે છે. આ સાથે જ તેમાં પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ છે.તમે તેને 10 લાખ રૂપિયામાં બુક કરાવી શકો છો.તેની કિંમત 2.17 કરોડ રૂપિયા હશે.

Hyundaiની SuV રૂ. 44.95 લાખ કિંમત
દક્ષિણ કોરિયન કાર નિર્માતા કંપની Hyundaiએ તેની Ioniq 5 ઇલેક્ટ્રિક SUV લોન્ચ કરી છે. તેની કિંમત 44.95 લાખ રૂપિયા છે. આ પ્રીમિયમ EV બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને રજૂ કરી હતી. આ EV ત્રણ અલગ-અલગ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ હશે - સફેદ, બ્લેક અને એક્સક્લુઝિવ મેટ સિલ્વર કલર છે.