આપણા આજુબાજુ કે આપણા ઘરમાં જ લોકોને કોલ્ડ ડ્રિંક પીવાની આદત હોય છે. ચીનની મિંજુ યુનિવર્સિટીનું એક રિસર્ચ આ દિવસોમાં વાઈરલ થઈ રહ્યું છે. જેમાં સંશોધકોએ દાવો કર્યો છે કે કોકા-કોલા અને પેપ્સી જેવા કાર્બોરેટેડ ડ્રિંક્સનો વધુ ડોઝ લેવાથી પુરુષોમાં અંડકોષનું કદ અને ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધી શકે છે.એટલું જ નહીં, તે પુરુષોના સ્વાસ્થ્ય માટે એટલું અસરકારક છે કે તે પ્રોસ્ટેટની તકલીફ અને કેન્સરનું જોખમ પણ ઘટાડે છે.
જો તમે પણ કોઈ આ પ્રકારની જાહેરાત વાંચો છો તો આ સોશિયલ મીડિયા પોસ્ટ પર વિશ્વાસ ન કરો. જો તમે પણ આ ચક્કરમાં ફસાઈ જાવ છો તો સ્વાસ્થ્યને નુકસાન કરી શકો છો. ઘણી વખત આ પ્રકારનું સંશોધન માર્કેટિંગ વ્યૂહરચનાનો એક ભાગ હોય છે, જેથી ગ્રાહકો લલચાય અને વધુને વધુ ખરીદી કરે.
આજે કામના સમાચારમાં જાણીશું કે, કે ચીનની યુનિવર્સિટીના દાવાની સત્યતા શું છે? આજના અમારા નિષ્ણાત છે, ડો. વિવેક ઝા યુરોલોજિસ્ટ બોમ્બે હોસ્પિટલ ઈન્દોર, ડો. વિકાસ સિંઘ યુરોલોજિસ્ટ કોકિલાબેન હોસ્પિટલ ઈન્દોર, ડો. પી. વેંકટ કૃષ્ણન, ઈન્ટરનલ મેડિસિન, આર્ટેમિસ, ગુરુગ્રામ આ અંગે શું કહે છે તે પણ જાણો…
સવાલ : કાર્બોનેટેડ ડ્રિંક શું હોય છે?
જવાબ : તમે જેને ક્લબ સોડા, સોડા વોટર, સેલ્ટઝર અને ફિઝી વોટર કહો છો તે વાસ્તવમાં કાર્બોનેટેડ પાણી છે. આ તે પાણી છે જે કાર્બન ડાયોક્સાઇડ ગેસના દબાણ હેઠળ બોટલમાં ભરવામાં આવે છે.
સેલ્ટઝર પાણી સિવાય તમામ પ્રકારના કાર્બોરેટેડ પાણીમાં સામાન્ય રીતે સ્વાદ સુધારવા માટે મીઠું ઉમેરવામાં આવે છે .કેટલીકવાર તેમાં કેટલાક ખનિજો પણ મિક્સ કરવામાં આવે છે.
સવાલ : કાર્બોનેટેડ વોટરમાં એસિડ હોય છે?
જવાબ : કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ને રીએક્ટ કરવામાં આવે છે જેથી કાર્બોનિક એસિડ ઉત્પન્ન થાય છે. જેના કારણે તમારા મોંમાં બર્નિંગ અને સનસનાટી થાય છે. કેટલાક લોકો તેનાથી ચિડાઈ જાય છે અને કેટલાકને તેનાથી સારું લાગે છે.
કાર્બોનેટેડ પાણીમાં પીએચ 3-4 હોય છે, જેનો અર્થ થાય છે કે તે સહેજ એસિડિક છે, એટલે કે તેમાં થોડા પ્રમાણમાં એસિડ પણ હોય છે.
સવાલ : કોલ્ડ ડ્રિંક અને કાર્બોનેટેડ પાણી વચ્ચે શું તફાવત છે?
જવાબ : આ બંને એક જ છે. ઠંડા પીણાંમાં સામાન્ય રીતે કાર્બોરેટેડ પાણી હોય છે. ટેસ્ટને વધારવા માટે સ્વીટનર ઉમેરવામાં આવે છે. ક્યારેક તે કુદરતી હોય છે તો ક્યારેક તે કૃત્રિમ પણ હોય છે.
સવાલ : કાર્બોનેટેડ પાણી અથવા કોલ્ડ ડ્રિંક દરરોજ પી શકાય છે?
જવાબ : ઉનાળો આવતા જ લોકો કોલ્ડ ડ્રિંક અને સોડા વોટર પીવા લાગે છે. યાદ રાખો, આ એક ઉચ્ચ કાર્બોનેટેડ પીણું છે. તેમાં ખાંડ અને કેલરી વધુ હોય છે. એટલા માટે તેને નિયમિતપણે પીવાથી અથવા વધુ પ્રમાણમાં પીવાથી તમને નુકસાન થશે.
આ લોકોએ કોલ્ડ ડ્રિંક ક્યારે પણ ન પીવું જોઈએ
સવાલ : કોલ્ડ ડ્રિંક પીવાથી પુરુષોની સેક્સ્યુઅલ હેલ્થ સારી નથી થતી?
જવાબ : ના બિલકુલ નહીં, કોલ્ડ-ડ્રિંક્સસેક્સ્યુઅલ હેલ્થ માટે સારી બાબત નથી. પરંતુ જો તમે ક્યારેક 100-150 ML સુધી પીતા હોવ તો તેનાથી વધારે નુકસાન થતું નથી. પરંતુ દરરોજ પીનારાઓ માટે ધીમા ઝેર જેવું કામ કરે છે.
જ્યાં સુધી ચીનમાં થયેલા સંશોધનનો સવાલ છે, આ પ્રકારનું કોઈપણ સંશોધન વૈજ્ઞાનિક નથી.
તમારે એ ન ભૂલવું જોઈએ કે આ પહેલાં પણ ઘણા વૈજ્ઞાનિક સંશોધનો કરી ચૂક્યા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના પીણાં પીવાથી સ્ત્રી અને પુરુષ બંનેની સેક્સ ડ્રાઈવ પર ખૂબ જ ખરાબ અસર પડે છે.
આ સાથે જ મહિલાઓને બાળકને ગર્ભધારણ કરવામાં પણ ઘણી તકલીફો થાય છે.તેથી જ બજારની રણનીતિમાં ફસાઈને તમારા સ્વાસ્થ્યને બગાડો નહીં.
પ્રશ્ન: પુરુષ પ્રજનન ક્ષમતા વધારવા અને સુધારવાની રીતો શું છે?
જવાબ: દરરોજ સ્વસ્થ એન્ટીઑકિસડન્ટયુક્ત ખોરાક ખાવાથી પ્રજનન ક્ષમતામાં સુધારો થાય છે અને શુક્રાણુઓની સંખ્યા વધે છે. જંક અને પ્રોસેસ્ડ ફૂડ ટાળો. નિયમિત કસરત કરો. જે લોકોનું વજન વધારે છે તેઓએ તેને કંટ્રોલ કરવું જોઈએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.