તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Less Than Rs 250 This Plan Of Airtel, Geo And Vi Will Get Many Features Including Data And Calling.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સસ્તા ટેરિફ પ્લાન:250 રૂ.થી પણ ઓછા છે એરટેલ, જિયો અને Viના આ પ્લાન, ડેટા અને કોલિંગ સહિત ઘણી સુવિધાઓ મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એરટેલના 149 રૂ.ના પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સાથે 28 દિવસ માટે 2GBનો ડેટા પણ મળે છે
  • જિયો અને Viના 129 રૂ.ના પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે 28 દિવસ માટે 2GBનો ડેટા મળશે

ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકો માટે ઘણા સસ્તા પ્લાન ઓફર કરી રહી છે. તેમાં ગ્રાહકોને ડેટા, અનલિમિટેડ કોલિંગ અને SMS સહિત ઘણી સુવિધાઓ મળે છે. અમે એરટેલ, જિયો, અને Vi (વોડાફોન- આઈડિયા)ના એવા પ્રીપેડ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જેની કિંમત 250 રૂપિયાથી ઓછી છે.

એરટેલના પ્લાન
149 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સાથે 28 દિવસ માટે 2GBનો ડેટા મળી રહ્યો છે. પ્લાનમાં 300 SMSનો ફાયદો પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે.

179 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં વીમા ભારતી એક્સા લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીની તરફથી 2 લાખ રૂપિયાનો લાઈફ ઈન્શ્યોરન્સ મળી રહ્યો છે. તેમાં અનલિમિટેડ કોલિંગ, 2GB ડેટા અને 300 SMS મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે.

219 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં દરરોજ 1GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી SMS આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે.

249 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને દરરોજ 1.5GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. અનલિમિટેડ કોલિંગની સાથે આવતા આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે.

જિયોનો પ્લાન
129 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં યુઝર્સને 2GB ડેટાની સાથે જિયોથી જિયોના નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. તે ઉપરાંત જિયોથી નોન જિયો નંબર પર કોલ માટે 1000 મિનિટ મળે છે. આ પ્લાનમાં યુઝર્સને કુલ 300 SMS અને પ્રીમિયમ એપ્સનું સબસ્ક્રિપ્શન મળે છે. આ પ્લાનની વેલિટિડી 28 દિવસની રહેશે.

149 રૂપિયાનો પ્લાન
24 દિવસની વેલિડિટીવાળા પ્લાનમાં દરરોજ 1GB હાઈ-સ્પીડ ડેટા મળે છે. આ પ્લાનના અંતર્ગત યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલ, દરરોજ 100 SMS અને માય એપ્સની સુવિધા મળે છે.

199 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને જિયો-ટૂ-જિયો પર અનલિમિટેડ ફ્રી કોલિંગ મળશે. તેમજ અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 1000 નોન-જિયો મિનિટ આપશે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા અને 100 SMSની સુવિધા મળશે. તે ઉપરાંત આ પ્લાનમાં જિયોની પ્રીમિયમ એપ્સનો ફ્રીમાં ઉપયોગ કરી શકશો. આ પ્લાનની વેલિટિડી 28 દિવસની રહેશે.

249 રૂપિયાનો પ્લાન
તેમાં દરરોજ 2GB ડેટા અને 100 SMSની સુવિધા મળશે. આ પ્લાનમાં અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 1000 નોન-જિયો મિનિટ આપશે, જો કે તમે જિયો-ટૂ-જિયો પર અનલિમિટેડ ફ્રી કોલિંગ કરી શકશો. તે ઉપરાંત આ પ્લાનમાં જિયોની ફ્રી એપ્સનો ફ્રીમાં ઉપયોગ પણ કરી શકશો. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે.

Vi (વોડાફોન-આઈડિયા)ના પ્લાન
129 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ સાથે 2GB ડેટા પણ મળે છે. પ્લાનમાં 300 SMSનો ફાયદો પણ મળશે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસની છે.

149 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ સાથે 3GB ડેટા મળે છે. પ્લાનમાં 300 SMSનો ફાયદો મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

219 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 1GB ડેટા મળે છે. આ સિવાય અનલિમિટેડ કોલ અને દરરોજ 100 SMS મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે.

249 રૂપિયાનો પ્લાન
28 દિવસની વેલિડિટી ધરાવતા આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળે છે. આ સિવાય અનલિમિટેડ કોલનું બેનિફિટ પણ મળે છે. પ્લાનમાં દરરોજ 100 SMS મળશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો