• Gujarati News
  • Utility
  • Learn How The Discussion Of The Deadly Third Wave For Children Began? Why Did The Government, AIIMS And Pediatricians Finally Reject It

કોરોનાની ત્રીજી લહેરની બાળકો પર અસર:જાણો બાળકો માટે ઘાતક ત્રીજી લહેરની ચર્ચા કેવી રીતે શરૂ થઈ? આખરે કેમ સરકાર, AIIMS અને બાળકોના ડૉક્ટરોએ તેને નકારી દીધી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણો દેશ હાલમાં કોરોનાની બીજી ખતરનાક લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે તેની ત્રીજી લહેરની ચર્ચાએ આજકાલ જોર પકડ્યું છે. મીડિયા હોય કે રાજ્ય સરકારો કે પછી નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ જેવી સંસ્થાઓ, અત્યારે જુદી જુદી રીતે કહી રહી છે કે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતક હશે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 રાજ્યોના કલેક્ટરોને બાળકોમાં કોરોના સાથે સંબંધિત ડેટા એકત્રિત કરવા માટે કહ્યું છે.

બીજી લહેર દરમિયાન અસફળ રહેલી સરકાર અચાનક ત્રીજી લહેરની તૈયારી કરતી જોવા મળી રહી છે, પરંતુ ચિંતાની આ ચર્ચામાં યુ-ટર્ન ત્યારે આવ્યો જ્યારે 22 મેના રોજ બાળકોના ડૉક્ટરોની સૌથી મોટી સંસ્થા IAP અને 24 મેના રોજ સરકારી પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્ય વીકે પોલ અને AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, એ વાતના કોઈ પુરાવા નથી કે ત્રીજી લહેર બાળકો માટે ઘાતક હશે.

જાણો આ ચર્ચા સાથે સંબંધિત જરૂરી સવાલોના જવાબ...
Q. કોરોનાની ત્રીજી લહેરની ચર્ચા કેમ જોર પકડી રહી છે?

કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાઘવને 5 મેના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વાઈરસના ફેલાવવાની માત્રાને જોતાં એ નક્કી છે કે કોરોનાની ત્રીજી લહેર આવશે. તેમના આ નિવેદન બાદથી જ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની ચર્ચાએ જોર પકડ્યું છે.

Q.કોરોનાની આ ત્રીજી લહેર ક્યારે આવશે?
ઘણી લહેરોમાં આવવું અને દરેક વખતે મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત કરવા કોરોના જેવી મહામારીનો સ્વભાવ હોય છે. આખરે મોટાભાગના લોકો સંક્રમિત થઈ જાય છે અને સમયની સાથે બીમારી નાબૂદ થઈ જાય છે અથવા અમુક જગ્યા સુધી જ મર્યાદિત રહે છે. આધુનિક સમયમાં વેક્સિન દ્વારા પણ આવી મહામારીને કંટ્રોલ કરી શકાય છે. આવી સ્થિતિમાં ત્રીજી લહેરની આશંકા છે, પરંતુ તે ક્યારે આવશે અને કેટલી ઘાતક હશે, તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. અત્યારે બીજી લહેરના આંકડા ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે.

Q. ત્રીજી લહેર વધુ જોમખી હશે, તે કયા આધારે કહેવામાં આવી રહ્યું છે?

Q. ત્રીજી લહેર બાળકો માટે સૌથી ઘાતક હશે, એ વાત કયા આધારે કહેવામાં આવી રહી છે? તેને લઈને શું કોઈ રિસર્ચ થયું છે?

સંક્રમિત થવું અને ગંભીર બીમાર થવું બંને વચ્ચે અંતર છે
બાળકોમાં કોરોનાની અસરને જાણવા માટે તેમને 'કોરોના સંક્રમિત' થવા અને 'ગંભીર બીમાર' થવા વચ્ચેનો તફાવત સમજવો પડશે. ભારતમાં અત્યાર સુધી એવું કોઈ રિસર્ચ નથી થયું જે સ્પષ્ટ રીતે એ કહી શકે કે જો ત્રીજી લહેર આવશે તો તે બાળકો માટે સૌથી ઘાતક સાબિત થશે. થોડા દિવસોથી બાળકો માટે વેક્સિન ન હોવાને કારણે અને બાકીના લોકોમાં વેક્સિનેશનની ગતિ અચાનક ધીમી પડવાથી દેશમાં બાળકો પર જોખમ હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ. ત્યારબાદ વિવિધ એક્સપર્ટ્સના અભિપ્રાય સામે આવવા લાગ્યા...

  • દેશમાં બાળકોના ડૉક્ટરોની સૌથી મોટી સંસ્થા IAP (Indian Academy of Pediatrics)ના અનુસાર, 20 ડિસેમ્બરથી 21 જાન્યુઆરીની વચ્ચે કરવામાં આવેલા સીરો સર્વેથી એ જાણવા મળ્યું છે કે 10થી 15 વર્ષના બાળકોમાં પણ મોટા લોકોની જેમ સંક્રમણનો દર 20-25% હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે બાળકોને પણ મોટા લોકોની જેમ સંક્રમિત થવાની આશંકા છે, પરંતુ તેમને મોટા લોકોની જેમ ગંભીર બીમાર થવાનું જોખમ નથી.
  • કર્ણાટકમાં કોવિડ વાઈરસ જિનોમ કન્ફર્મેશનના નોડલ ઓફિસર ડૉ. વી રવિ સહિત ઘણા એક્સપર્ટ્સના અનુસાર, પહેલી લહેર દરમિયાન કુલ સંક્રમિતોમાં માત્ર 4% બાળકો હતા, બીજી લહેરમાં આ આંકડો 10-15% સુધી પહોંચી ગયો. ત્રીજી લહેરમાં નવા વેરિઅન્ટ્સ વધુ બાળકોને સંક્રમિત કરી શકે છે. ત્રીજી લહેર પહેલા મોટી સંખ્યામાં વયસ્ક કોરોનાનો ભોગ બની ચૂક્યા હશે. તેમના શરીરમાં એન્ટિબોડી હશે. જો તે પહેલા મોટી સંખ્યામાં લોકોને વેક્સિન પણ આપવામાં આવશે તો બાળકો સરળતાથી વાઈરસનો ભોગ બનશે.
  • નારાયણ હેલ્થના ચેરમેન અને ત્રીજી લહેર માટે કર્ણાટક સરકારની ટાસ્ટ ફોર્સના ચેરમેન ડૉ. દેવી પ્રસાદ શેટ્ટીનું પણ કહેવું છે કે, પહેલી લહેરમાં કિડની, ડાયાબિટીસ, અને હૃદયની બીમારીઓથી ઘેરાયેલા વૃદ્ધો ભોગ બન્યા હતા. બીજી લહેરમાં કમાવવા માટે ઘરની બહાર જતા યુવાનો વધારે સંક્રમિત થયા. હવે આગામી જોખમ બાળકોનું છે. વાઈરસ પોતાની રીતે બદલાતો રહે છે.

Q. ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે બીમાર પડશે તેને લઈને કોઈ રિસર્ચ નથી થયું તો આટલી ચર્ચા કેમ?
ત્રીજી લહેરમાં બાળકોને વધારે જોખમ હોવાની ચર્ચા શરૂ થતાં ઘણા રાજ્યોએ તૈયારીઓને લઈને જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ હકીકત એ છે કે ભારતમાં બાળકોમાં કોરોના સંક્રમણને લઈને અત્યાર સુધી કોઈ સરકારી ડેટા નથી. તેમ છતાં બાળકોમાં કોરોનાને લઈને ચર્ચા આ કારણે થઈ રહી છે...

1. પ્રધાનમંત્રીએ કહ્યું: જિલ્લાઓમાં બાળકોમાં કોરોના ફેલાવવાનો ડેટા એકત્રિત કરો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20મેના રોજ જિલ્લાના 10 રાજ્યોના કલેક્ટર (DM અથવા DC)અને ફિલ્ડ ઓફિસરો સાથે વાત કરતા દરેક જિલ્લામાં બાળકો અને યુવાનોમાં કોરોનાના ટ્રાન્સમિશનનો ડેટા એકત્રિત કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ ડેટાનો નિયમિત રીતે અભ્યાસ કરવો જોઇએ.

2. કર્ણાટકઃ તમામ જિલ્લામાં ખાસ કોવિડ કેર સેન્ટર
કર્ણાટકની મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શશિકલા જોલેએ 18મેના રોજ રાજ્યના 30 જિલ્લામાં બાળકો માટે ખાસ કોવિડ કેર સેન્ટર બનાવવાની જાહેરાત કરી.

3. યુપીઃ 10 વર્ષ સુધીના બાળકોના માતા-પિતાને પહેલા વેક્સિન
22મેના રોજ ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે સમગ્ર રાજ્યમાં એક જૂનથી 18-44 વર્ષના તમામ લોકોને વેક્સિન આપવાનું અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું, ત્રીજી લહેર પહેલા 10 વર્ષ સુધીના બાળકોના માતા-પિતાને વેક્સિન આપવામાં આવશે.

4. દિલ્હીઃ બાળકોને બચાવવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે 19મેના રોજ જણાવ્યું હતું કે, જો કોરોનાની ત્રીજી લહેર આવે છે તો સરકાર પહેલાથી જ તૈયાર રહેશે. તેમાં બાળકોને બચાવવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે.

5. NCPCRએ કેન્દ્ર, રાજ્યો અને ICMRને તૈયાર કરવા કહ્યું
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)ના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ 20મેના રોજ કેન્દ્રને પત્ર લખીને વહેલી તકે નાના બાળકોને હોસ્પિટલ પહોંચાડવાની જરૂરિયાત પ્રમાણે નેશનલ ઈમર્જન્સી ટ્રાન્સપોર્ટ સર્વિસ (NETS) એટલે કે એમ્બ્યુલન્સ સર્વિસ તૈયાર કરવા કહ્યું છે. કમિશને રાજ્યોને નવજાત માટે નિયોનેટલ ઈન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે NICU અને બાળકોને ICU એટલે કે PICUની સંખ્યા અને તેની અત્યારની પરિસ્થિતિ વિશે જાણકારી આપવા અને નોડલ અધિકારી નિયુક્ત કરવા કહ્યું છે. NCPCRએ ICMRને પણ કોરોના સંક્રમિત બાળકોની સારવાર અને ક્લિનિકલ મેનેજમેન્ટ માટે ગાઈડલાઈન જાહેર કરવા કહ્યું છે.

Q. આ અંગે સરકાર, બાળકોના ડૉક્ટકો અને બીજા એક્સપર્ટ્સનો શું અભિપ્રાય છે?

નીતિ આયોગઃ એવા સંકેત નથી કે ત્રીજી લહેરની બાળકો પર ગંભીર અસર થશે
24મેના રોજ કોરોના મહામારી અંગે સરકારે રૂટિન પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વીકે પોલે કહ્યું કે, અત્યાર સુધી એવા કોઈ સંકેત નથી કે ત્રીજી લહેરમાં બાળકો પર ગંભીર રીતે અસર થશે. તેમણે કહ્યું કે, જો બાળકો કોરોનાથી સંક્રમિત થશે તો પણ તેમના લક્ષણો નહીં હોય અથવા એકદમ હળવા લક્ષણો હશે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નહીં પડે.

IAP એટલે બાળકોના ડૉક્ટરઃ બાળકો પર ખાસ અસરની આશંકા ઘણી ઓછી
બાળકોના ડૉક્ટરોની સૌથી મોટી સંસ્થા Indian Academy of Pediatrics એટલે કે IAPના જણાવ્યા પ્રમાણે, બાળકોને મોટા લોકોની જેમ સંક્રમિત થવાની આશંકા હોય છે, પરંતુ ગંભીર બીમારીનું જોખમ નથી. એ વાતની આશંકા ઘણી ઓછી છે કે ત્રીજી લહેર ખાસ કરીને માત્ર બાળકોને અસર કરશે.

AIIMS ડાયરેક્ટરઃ આશંકા ફેક્ટ્સ પર આધારિત નથી, લોકોએ ડરવું નહીં
AIIMS દિલ્હીના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ પણ 24મેના રોજ જણાવ્યું હતું કે, ત્રીજી લહેરમાં સૌથી વધારે અસર બાળકોને થશે, પરંતુ બાળકોના ડૉક્ટરોના એસોસિએશનનું કહેવું છે કે, આ આશંકા તથ્યો પર આધારિત નથી. તેથી લોકોએ ડરવું જોઈએ નહીં.

ડૉ. અમિત ગુપ્તા, ક્લિનિકલ ડાયરેક્ટર, ન્યૂબોર્ન સર્વિસિઝ, ઓક્સફોર્ડ
ડૉ. અમિત ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, જો તમે માત્ર ફેક્ટ્સ પર ધ્યાન આપશો તો એ વાતના ઘણા ઓછા પુરાવા છે કે કોરોનાવાઈરસનો મ્યુટન્ટ ખરેખર બાળકોમાં ગંભીર સંક્રમણ ફેલાવી રહ્યું છે. ડેટાને બાકાત રાખતા, શું દેશમાં પીડિયાટ્રિક કેર યુનિટ્સ ભરાઈ ગયા છે, તો આવું નથી.

કોરોનાના કુલ કેસમાં જે રીતે વધારો થાય છે તે રીતે જોવા જઈએ તો બાળકોના કેસમાં વધારો થયો છે. કુલ કેસોમાં આપણે બાળકોને સંક્રમિત થવાનું પ્રમાણ અને બીમાર બાળકોની સંખ્યા વચ્ચે અસમંજસ અનુભવીએ છીએ.

Q. બીજી લહેરમાં મોટા લોકોમાં જોવા મળી રહેલી કોરોનાની ગંભીર બીમારી બાળકોમાં પણ જોવા મળશે
​​​​​​​
IAPના જણાવ્યા પ્રમાણે, રાહતની વાત એ છે કે ઘણા કારણોથી બાળકો મોટા લોકોની સરખામણીએ ઓછા પ્રભાવિત થયા છે. બાળકોમાં કોરોનાવાઈરસ માટે જરૂરી રિસેપ્ટર્સ ઓછા હોય છે. તે ઉપરાંત તેમની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય છે. આ જ કારણ છે કે 90%થી વધારે બાળકોમાં લક્ષણ વગર અથવા એકદમ સામાન્ય લક્ષણોની સાથે કોરોના સંક્રમણ થયું છે અને તેમને ગંભીર બીમારી થવાની સંભાવના નથી.

Q. તો શું ત્રીજી લહેરમાં બાળકો ગંભીર રીતે બીમાર થવાની સંભાવનાને સંપૂર્ણ રીતે નકારી શકાય છે?
ભારતમાં શરૂઆતમાં કોરોનાની બંને લહેરોમાં ગંભીર રીતે બીમાર બાળકોને પણ ICUમાં દાખલ કરવાની જરૂરિયાત ઘણી ઓછી પડી છે. IAPના જણાવ્યા પ્રમાણે, તેમ છતાં અનુચિત ઘટના માટે તૈયાર રહેવું જ બુદ્ધિમાની છે. એ વાતને સંપૂર્ણ રીતે નકારી ન શકાય કે કેટલાક બાળકો ગંભીર રીતે બીમાર થઈ શકે છે, પરંતુ અત્યાર સુધી એવા કોઈ પુરાવા નથી જેના આધારે એ કહી શકાય કે ત્રીજી લહેરમાં સંક્રમિત થનાર મોટાભાગના બાળકોમાં કોરોના ગંભીર સ્વરૂપ ધારણ કરશે. ​​​​​​​

Q. બાકીના દેશોમાં બાળકોમાં કોરોનાથી જોખમની શું પરિસ્થિતિ છે?
લાન્સેન્ટમાં પ્રકાશિત કરવામાં આવેલા રિસર્ચના અનુસાર, કોરોનાથી બાળકોને ઘણું ઓછું જોખમ છે. અમેરિકા, યુકે, ઈટાલી, જર્મની, સ્પેન, ફ્રાન્સ, અને દક્ષિણ કોરિયામાં તમામ બીમારીઓની તુલનામાં 0.48% બાળકો જ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. 1 માર્ચ 2020થી 1 ફેબ્રુઆરી 2021ની વચ્ચે આ સાતેય દેશોમાં જુદી જુદી બીમારીઓથી 19 વર્ષથી ઓછી ઉંમરના કુલ 48,326 બાળકો અને કિશોરો મૃત્યુ પામ્યા. તેમાં કોરોનાથી મૃત્યુનો આંકડો 231 હતો. બીજા શબ્દોમાં કહીએ તો, કોરોનાના શરૂઆતના એક વર્ષમાં 19 વર્ષથી ઓછી ઉંમરના એક કરોડની વસ્તીમાંથી 17 લોકોના મૃત્યુ કોરોનાથી થયા હતા.

Q. ભારતમાં બાળકોની વેક્સિનને લઈને શું પરિસ્થિતિ છે?શક્ય તેટલી વહેલી તકે બાળકોને વેક્સિન આપીને આપણે આ ડરથી બહાર ન આવી શકીએ?
ભારતમાં હાલમાં ફક્ત બે વેક્સિન ઉપલબ્ધ છે. ભારત બાયોટેકની કોવેક્સિન અને એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ. આ બંનેમાંથી કોઈ પણ વેક્સિનનું બાળકો પર ટ્રાયલ કરવામાં નથી આવ્યું. બંને વેક્સિન 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહી છે. ભારત બાયોટેકને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ 12મેથી 2થી 18 વર્ષના વય જૂથ માટે બીજા-ત્રીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. ટ્રાયલ આગામી બે અઠવાડિયાની અંદર શરૂ થઈ શકે છે. તેમજ એસ્ટ્રાજેનેકા યુકેમાં 6-17 વર્ષના વય જૂથના લોકોનું વેક્સિન ટ્રાયલ કરી રહી છે, પરંતુ તેનો કોઈ ડેટા નથી. ત્યારે આ દરમિયાન કર્ણાટક બેલગાવમાં 20 બાળકોને ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ZyCoV-Dનો પહેલો ડોઝ આપવામાં આવ્યો. તે સિવાય જ્હોન્સન એન્ડ જ્હોન્સન અને રશિયાની સ્પુતનિક V વેક્સિન ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ થઈ જશે. પરંતુ અત્યારે એ સ્પષ્ટ નથી કે ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરો માટે વેક્સિન ક્યારે ઉપલબ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...