તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Learn About 10 Room Plants Suggested By NASA That Will Increase Oxygen And Absorb Toxins Into The Air

કોરોનાકાળમાં ઓક્સિજન:NASA દ્વારા સૂચવેલા 10 એવા રૂમ પ્લાન્ટ્સ વિશે જાણો, જે ઓક્સિજન વધારશે અને હવામાં રહેલાં ઝેરને શોષી લે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાનાં આ સમયગાળામાં સૌથી જરૂરી છે તંદુરસ્ત રહેવું. જેથી કોરોનાવાઈરસનો હુમલો થાય તો પણ તમારું શરીર તેનો સામનો કરી શકે છે. જો કે તેના માટે ફેફસાં મજબૂત હોવા જરૂરી છે અને તેના માટે જરૂરી છે-ભરપૂર ઓક્સિજનવાળી સ્વસ્છ હવા.

તો જાણીએ એવા 10 રૂમ પ્લાન્ટ્સ વિશે, જે ન માત્ર વાતાવરણમાં ઓક્સિજન વધારે છે પરંતુ બેન્ઝિન (benzene),ફોર્મેલ્ડિહાઈડ (formaldehyde),ઝાયલિન (xylene),ટોલ્યુએન (toluene) અને ટ્રાઇક્લોરેથિલિન (trichloroethylene) જેવા હાનિકારક રસાયણોને શોષી પણ લે છે.

એમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA)એ ઘણા એક્સપિરિમેન્ટ બાદ આ છોડના ખાસ ગુણધર્મો શોધી કાઢ્યા હતા. NASAનો ઉદ્દેશ સ્પેશ સ્ટેશનની હવાને કુદરતી રીતે ડી-ટોક્સીફાઈ કરવાનો હતો. હવે દુનિયાની નંબર વન સ્પેસ એજન્સીની સલાહ પર આપણે આ છોડનો ઉપયોગ આપણા ઘરમાં કરી શકીએ છીએ.

જાણો આ છોડ કયા છે અને તેમની વિશેષતા શું છે ...

અન્ય છોડની જેમ એરેકા પામ (areca palm) પણ વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડ લઈને ઓક્સિજન છોડે છે. આ છોડ પોતાની આસપાસની હવામાં હાજર ફોર્મેલ્ડિહાઈડ (formaldehyde),ઝાયલિન (xylene) ટોલ્યુએન (toluene)ને શોષી લે છે.

  • સંભાળઃ એરેકા પામ હળવા પ્રકાશ અને એકદમ મર્યાદિત પાણીમાં પણ ઉગી જાય છે. ઘરમાં ખભાની ઉંચાઈ સુધી ચાર છોડ રાખવા.
  • રાખવાની જગ્યાઃ લિવિંગ રૂમ

સામાન્ય લોકોની વચ્ચે તેને 'સાસ કી જુબાન' પણ કહેવામાં આવે છે. આ છોડ રાત્રે ઓક્સિજન બનાવવા માટે જાણીતો છે. એક રૂમમાં એક છોડ એક વ્યક્તિ માટે પર્યાપ્ત માનવામાં આવે છે. નાસાના અનુસાર, સ્નેક પ્લાન્ટ આસપાસની હવામાંથી બેન્ઝિન (benzene),ફોર્મેલ્ડિહાઈડ (formaldehyde),ઝાયલિન (xylene),ટોલ્યુએન (toluene) અને ટ્રાઇક્લોરેથિલિન (trichloroethylene) જેવા ઝેરી રસાયણો (toxins)ને પણ શોષી લે છે.

  • સંભાળઃ સ્નેક પ્લાન્ટ બારીમાંથી આવતા સૂર્ય પ્રકાશમાં સારી રીતે ઉગે છે. તેને સપ્તાહમાં એક વખત પાણી આપવાની જરૂર પડે છે.
  • રાખવાની જગ્યાઃ બેડરૂમ

એકદમ ઓછા પ્રકાશમાં સરળતાથી વધતા મની પ્લાન્ટ પણ ઝડપથી ઉત્પન્ન કરે છે. નાસાના અનુસાર મની પ્લાન્ટ વાતાવરણમાંથી બેન્ઝિન (benzene), ફોર્માલ્ડિહાઇડ (formaldehyde),ઝાયલિન (xylene),ટોલ્યુએન (toluene) અને ટ્રાઇક્લોરેથિલિન (trichloroethylene) જેવા ઝેરી રસાયણોને પણ શોષી લે છે. આ ગુણધર્મો હોવા છતાં મની પ્લાન્ટ બાળકો અને પાલતું પ્રાણીઓ માટે ઝેરી છે. તેના પાંદડા ખાવાથી ઉલ્ટી-ઝાડા, મોંમાં ચાંદા પડી શકે છે. ઘરમાં એક વ્યક્તિ માટે 18 ઈંચનો છોડ યોગ્ય છે.

  • સંભાળ: મની પ્લાન્ટને સીધા સૂર્ય પ્રકાશની જરૂર નથી હોતી. તેને સપ્તાહમાં માત્ર એક વખત પાણી આપવાની જરૂર હોય છે.
  • રાખવાની જગ્યાઃ કોઈપણ રૂમમાં, પરંતુ બાળકો અને પાલતું પ્રાણીઓની પહોંચથી દૂર રાખવો.

સૌથી સુંદર હોમ પ્લાન્ટ્સમાંથી એક ગરબેરા ડેઝી સામાન્ય રીતે સજાવટ માટે ઉપયોગ કરવામાં આવે છે. આ છોડ રાત્રે પણ ઓક્સિજન બનાવે છે. નાસાના રિસર્ચ અનુસાર, આ છોડ વાતાવરણમાંથી બેન્ઝિન, અને ટ્રાઇક્લોરેથિલિનને શોષી લે છે.

  • સંભાળઃ ગરબેરા ડેઝીને સૂર્ય પ્રકાશની જરૂર હોય છે. તેથી તેને એવી જગ્યાએ રાખવો જોઈએ, જ્યાં તેને થોડા કલાક માટે તડકો મળી શકે. આ છોડની માટીને ભેજવાળી રાખવી પડે છે, તેના માટે તેને નિયમિત રૂપથી પાણી આપવાનું હોય છે.
  • રાખવાની જગ્યાઃ બેડરૂમમાં બારીની પાસે.

ચાઈનીઝ એવરગ્રીન લોકોના ઘરોમાં જોવા મળતો સૌથી સામાન્ય છોડ છે. ધીમે ધીમે વધતો આ છોડ 18-27 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે સારી રીતે ઉગે છે. તે ઓછા પ્રકાશમાં પણ ઉગે છે. તેની મહત્તમ ઉંચાઈ 3 ફૂટ હોય છે. મોટા પાંદડાવાળા આ છોડ વાતાવરણમાંથી બેન્ઝીન અને ફોર્માલ્ડીહાઇડને શોષી લે છે.

  • સંભાળઃ તેને ઓછી સંભાળની જરૂર હોય છે. તેને ક્યારેક ક્યારેક પાણી આપવાની જરૂર પડે છે. પાલતું પ્રાણીઓ માટે તેના પાંદડા ઝેરી સાબિત થઈ શકે છે.
  • રાખવાની જગ્યાઃ લિવિંગ રૂમ

સ્પાઈડર પ્લાન્ટને રિબન પ્લાન્ટના નામથી પણ ઓળખવામાં આવે છે. તેની ઉંચાઈ લગભગ 60 સેન્ટિમીટર અથવા બે ફૂટ સુધી હોય છે. આ છોડ 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડક પણ સહન કરી લે છે. જો કે, તેના માટે સૌથી સારું તાપમાન 18 ડિગ્રીથી 32 ડિગ્રી સેલ્સિયસ હોય છે. સ્પાઈડર પ્લાન્ટ આસપાસના વાતાવરણમાંથી ઝડપથી કાર્બન મોનોઓક્સાઈડ (CO)અને ઝાયલિન (Xylene) શોષી લે છે. તેના પાંદડા પાલતું પ્રાણીઓ અને બાળકો માટે નોન ટોક્સિસ હોય છે. એટલે કે તેનાથી કોઈને નુકસાન નથી થતું. ​​​​​​​

  • સંભાળઃ સ્પાઈડર પ્લાન્ટને સપ્તાહમાં એક વખત પાણી આપવાની જરૂર હોય છે. પાણી આપતા પહેલા માટી ભેજવાળી છે કે નહીં તે તપાસી લેવું, જો ભેજ હોય તો એક-બે દિવસ બાદ પાણી આપો.
  • રાખવાની જગ્યાઃ બેડરૂમ અથવા લિવિંગ રૂમ

આપણા રસોડાની બારી અથવા કિચન ગાર્ડનનો સૌથી ઉપયોગી પ્લાન્ટ એલોવેરા છે. તેના પાંદડામાંથી નીકળતી જેલનો ઉપયોગ દાઝી જવા પર તેમજ બ્યુટી કેર માટે ઉપયોગ કરવામાં આવે છે. તેની જેલ એન્ટિઓક્સિડન્ટ અને ઈમ્યુનિટી પણ વધારે છે. આયુર્વેદમાં તેના ઘણા ઔષધીય ઉપયોગ છે. તેમજ તેના પાંદડા આસપાસના વાતાવરણમાંથી વાર્નિશ, ફ્લોર વાર્નિશ અને ડિટર્જન્ટમાં જોવા મળતા ટોક્સિન બેન્ઝિન, અને ફોર્માલ્ડિહાઇડને શોષી લે છે. ​​​​​​​

  • સંભાળઃ તડકામાં તે સારી રીતે ઉગે છે. તેને પાણી આપવાની જરૂર પણ ઓછી પડે છે.
  • રાખવાની જગ્યાઃ બારી અથવા એવી જગ્યા જ્યાં તડકો આવતો હોય.

બ્રોડ લેડી પામને બેમ્બૂ પામના નામથી પણ ઓળખવામાં આવે છે. આ એક એવો રૂમ પ્લાન્ટ છે જે ક્લિનિંગ પ્રોડક્ટ્સમાં જોવા મળતા એમોનિયાને શોષી લે છે. તે સિવાય આ છોડ આસપાસના વાતાવરણમાંથી બેન્ઝિન, ફોર્માલ્ડિહાઇડ, ઝાયલિન અને ટ્રાઇક્લોરેથિલિનને પણ ઘટાડે છે. આ રીતે તે આપણી આસપાસની હવાને ન માત્ર સાફ કરે છે પરંતુ તે ઓક્સિજન પણ આપે છે. તે 4 મીટરની ઉંચાઈ સુધી વધી શકે છે.

  • સંભાળઃ સીધા સૂર્યપ્રકાશથી તેના પાંદડાનો રંગ આછો પડી જાય છે. તેથી તેને શેડની જરૂર હોય છે. ગરમીમાં તેને પર્યાપ્ત પાણી આપવાની જરૂર હોય છે. સામાન્ય રીતે તેને દરરોજ પાણી આપવાની જરૂર હોય છે.
  • રાખવાની જગ્યાઃ બાથરૂમના એન્ટ્રેસ પર અથવા લિવિંગ રૂમના ખૂણામાં

ડ્રેગન ટ્રીને લાલ માથાવાળુ ડ્રેસિમિનિયા પણ કહેવામાં આવે છે. તે હંમેશાં લીલો રહેતો છોડ છે. તે ઘરના વાતાવરણમાંથી બેન્ઝિન, ફોર્માલ્ડિહાઇડ, ઝાયલિન, ટોલ્યુએન અને ટ્રાઇક્લોરેથિલિનને શોષી લે છે. તે 2થી 5 મીટર સુધી વધી શકે છે.

  • સંભાળઃ આ છોડને સૂર્ય પ્રકાશની જરૂર હોય છે. તેથી તેને એવી જગ્યાએ રાખવો જ્યાં તડકો આવતો હોય. માટીમાં ભેજના હિસાબથી તેને પાણી આપી શકાય છે.
  • રાખવાની જગ્યાઃ બાલ્કની અથવા લિવિંગ રૂમમાં એવી જગ્યાએ રાખવો જ્યાં તડકો આવતો હોય.

વીપિંગ ફિગ મહારાની વિક્ટોરિયાના સમયથી ઘણો પસંદ કરવામાં આવતો રૂમ પ્લાન્ટ છે. કુદરતી સ્થિતિમાં તે 20 મીટર સુધી વધી શકે છે. હકીકતમાં, તેના મૂળિયા તેના થડમાંથી જ બહાર આવે છે, જ્યારે આ મૂળ અટકી જમીન સુધી પહોંચે છે, ત્યારે તે પોતે એક વધારાના મૂળિયા બની જાય છે. તે ઘરની હવામાં રહેલા ફોર્માલ્ડીહાઇડ, ઝાયલિન અને ટોલ્યુએનને શોષી લે છે. તે કાર્બનડાયોક્સાઇડને ઝડપથી શોષીને ઓક્સિજન રિલીઝ કરે છે. ​​​​​​​

સંભાળઃ પોટ અથવા જમીનમાં તેના મૂળ ઝડપથી ફેલાય છે. તે બગીચા અથવા માટીના પોટને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી પાલતું પ્રાણીઓને એલર્જી થઈ શકે છે. આ છોડને આરામ પણ જોઈતો હોય છે તેથી તે સામાન્ય રીતે શિયાળામાં સૂકાઈ જાય છે, તેમ છતાં તેને પાણી અથવા ખાતર આપવાની જરૂર નથી રહેતી.

રાખવાની જગ્યાઃ બાલ્કની અથવા લિવિંગ રૂમમાં એવી જગ્યા જ્યાં સૂર્યનો પ્રકાશ આવતો હોય.