કોરોનાકાળમાં ઓનલાઈન શિક્ષણને વધુ યોગ્ય બનાવવાના હેતુથી ભારતની ફૂલ ઓનલાઈન સ્કૂલ ‘K8 સ્કૂલ' બુધવારે લોન્ચ કરવામાં આવી. વર્તમાન સમયમાં જ્યારે સ્કૂલો બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓ માટે તેમનો અભ્યાસ ચાલુ રાખવો મુશ્કેલ બની ગયો છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે તે અસરકારક સાબિત થશે. આવી ઓનલાઈન સ્કૂલો પહેલાં ફક્ત અમેરિકા અને કેટલાક અન્ય દેશોમાં હતી. જો કે, ભારતમાં આ પ્રકારની પહેલી સ્કૂલ છે. પ્રી-કિન્ડરગાર્ડનથી 8મા ધોરણ સુધીના સ્કૂલના વિદ્યાર્થીઓ ક્યાંય પણ ગયા વિના સંપૂર્ણ રીતે ઓનલાઈન એક્સેસ કરી શકે છે.
ઓનલાઈન સ્કૂલ પસંદ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ
આ પ્રસંગે સ્કૂલના પ્રમુખ પ્રિયંકા શર્માના જણાવ્યા પ્રમાણે, આ ઓનલાઈન સ્કૂલ, તે નથી જે લોકો વિચારે છે. તે માત્ર ઓનલાઈન ક્લાસિસ ઓફર કરતી કન્વેશનલ સ્કૂલ નથી, પરંતુ તે એક કમ્પ્લીટ સ્કૂલ છે. વિશ્વભરના વિદ્યાર્થીઓ ઘણા વર્ષોથી ઓનલાઈન સ્કૂલ દ્વારા અભ્યાસ કરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ પરંપરાગત સ્કૂલોની જગ્યાએ ઓનલાઈન સ્કૂલિંગ વધારે પસંદ કરે છે. મહામારી બાદ હવે સમય બદલાઇ રહ્યો છે, જેના કારણે હવે માતા-પિતા બાળકો માટે ઓનલાઈન સ્કૂલ શોધી રહ્યા છે. જો કે, તેઓ જાણતા નથી કે, તેના માટે કોણે અને કેવી રીતે સંપર્ક કરવો?
વિદ્યાર્થીઓ અને માતાપિતાની પ્રાથમિકતા
આ દરમિયાન તેમના જણાવ્યા પ્રમાણે, નવી શિક્ષણ નીતિ પણ આ વાતને પ્રોત્સાહન આપે છે કે, વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસ પર વધુ કેન્દ્રિત હોવું જોઈએ. આવી સ્થિતિમાં K8 સ્કૂલ શરૂ થવા પર ખુશી વ્યક્ત કરતા તેમને વિદ્યાર્થીઓ અને માતાપિતાને તેમની પ્રાથમિકતા જણાવી હતી. આ સ્કૂલની ખાસ વાત એ છે કે, વિદ્યાર્થીઓ અહીં રેગ્યુલર ક્લાસિસ ઉપરાંત અન્ય વસ્તુનો ફાયદો પણ ઉઠાવી શકશે. આ અંગેની જાણકારી માટે વિદ્યાર્થીઓએ સ્કૂલની વેબસાઈટ K8school.com પર વિઝિટ કરી શકે છે.
બીજી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે
સ્કૂલ અંગે વાત કરતા પ્રિયંકાના જણાવ્યા પ્રમાણે, અમે એક એવી સ્કૂલ બનાવવા માંગીએ છીએ જ્યાં બાળકો ખુશીથી આવે અને માતાપિતા પણ તેમાં સામેલ થાય. K8 સ્કૂલમાં પરંપરાગત શાળાઓના ફાયદાની સાથે ઈન્ટરેક્શન અને પ્રતિક્રિયાની યોગ્યતા પણ સામેલ છે. તેમને આ સ્કૂલને દરેક માતાપિતાને પોતાના બાળક માટે એક રિયલ ઈન્વેસ્ટમેન્ટ ગણાવી. સ્કૂલની ખાસ વાત એ છે કે, પ્રી-કિન્ડરગાર્ડનથી 8મા ધોરણના તમામ બાળકો તેમાં સામેલ થઈ શકે છે. એટલે સુધી કે, અન્ય પરંપરાગત શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ આ સ્કૂલમાં જોડાઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.