• Home
  • Utility
  • Last date of registration for admission in July session extended, now students can apply till 16th August

IGNOU 2020 / જુલાઈ સેશનમાં એડમિશન માટે રજિસ્ટ્રેશનની લાસ્ટ ડેટ લંબાવાઈ, હવે વિદ્યાર્થીઓ 16 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે

Last date of registration for admission in July session extended, now students can apply till 16th August
X
Last date of registration for admission in July session extended, now students can apply till 16th August

  • IGNOU TEEની જૂન પરીક્ષા 2020 હવે સપ્ટેમ્બર મહિનામાં આયોજિત થશે
  • IGNOUએ તેના પોર્ટલ પર તેના એક્સ્ટ્રા 24 કોર્સ પણ જોડી દેવામાં આવ્યા છે

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 01:47 PM IST

દિલ્હી. ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)એ ફરી એકવાર જુલાઈ એન્ટ્રન્સ 2020 માટે ફરી એકવાર રજિસ્ટ્રેશન પ્રોસેસ લંબાવી દીધી છે. એડમિશન લેવા ઇચ્છુક ઉમેદવારો હવે 16 ઓગસ્ટ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. IGNOUમાં એડમિશન લેવા માટે ઉમેદવારો યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ ignou.ac.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.

વિવિધ કોર્સિસ માટે અપ્લાય કરી શકાશે

IGNOUની વિવિધ UG અને PG ડિગ્રી, PG સર્ટિફિકેટ, PG ડિપ્લોમા, સર્ટિફિકેટ, ડિપ્લોમા સાથે જ એપ્લિકેશન અથવા જાગૃતિ સ્તરના કાર્યક્રમોમાં એડમિશન માટે ઓગસ્ટના મધ્ય સુધીમાં અરજી કરી શકાશે. પ્રોગ્રામમાં અંગ્રેજીમાં M.A., હિંદીમાં B.A., રૂરલ ડેવલપમેન્ટમાં P.G.D., PG, પ્રમાણપત્ર, પર્યાવરણ, વસ્તી અને વિકાસનો કોર્સ વગેરેનો સમાવેશ થાય છે.

ટર્મ એન્ડ પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજાશે

UGCની નવી ગાઇડલાઇન્સ મુજબ, IGNOU TEE જૂન પરીક્ષા 2020 હવે સપ્ટેમ્બરમાં લેવામાં આવશે. આ વિશે યુનિવર્સિટીએ એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવામાં આવશે અને તેને પોસ્ટપોન કરવામાં નહીં આવે.

પોર્ટલ પર IGNOUના 45 કોર્સ

અગાઉ GNOUએ તાજેતરમાં જ એગ્રીકલ્ચરલ, સસ્ટેનિબિલિટી સાયન્સ, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, સોશિયોલોજી, લો, ટૂરિઝમ, લેન્ગવેજ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઇવેન્ટ મેનેજમેન્ટ અને વિઝ્યુઅલ આર્ટ્સ જેવા 10 નવા ઓનલાઇન અભ્યાસક્રમો શરૂ કર્યા છે. IGNOUએ તેના પોતાના પોર્ટલ પર વધુ 24 અભ્યાસક્રમો ઉમેર્યા છે. ત્યારબાદ IGNOUના ઉપલબ્ધ અભ્યાસક્રમોની સંખ્યા હવે તેના પોતાના પોર્ટલ પર 45 પર પહોંચી ગઈ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી