• Gujarati News
  • Utility
  • Last Date Of Re Registration Process For January 2021 Session Extended, Now Students Can Apply Till 31 January

IGNOU:જાન્યુઆરી 2021 સેશન માટે રી-રજિસ્ટ્રેશન પ્રોસેસની લાસ્ટ ડેટ લંબાઈ, હવે વિદ્યાર્થીઓ 31 જાન્યુઆરી સુધી અરજી કરી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)એ એકેડમિક સેશન જાન્યુઆરી 2021 માટે રી-રજિસ્ટ્રેશન પ્રોસેસની લાસ્ટ ડેટ લંબાવી છે. હવે વિદ્યાર્થીઓ જાન્યુઆરી સેશન માટે 31 જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે. ઓનલાઈન અપ્લાય કરવા માટે વિદ્યાર્થીઓને ભારત સરકારના સમર્થ પોર્ટલ દ્વારા રજિસ્ટ્રેશન કરવું પડશે. આ ઉપરાંત વધારે માહિતી માટે ઇગ્નુ-સમર્થની ઓફિશિયલ વેબસાઈટ ignou.samarth.edu.in પર પણ જઈ શકો છો.

રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ આવશે
એડમિશનની પુષ્ટિ થવા પર સિસ્ટમ સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ ID પર એક મેસેજ મોકલવામાં આવશે. આની પહેલાં પણ ઇગ્નુએ પ્રથમ પ્રોજેક્ટ અને પરિયોજના કાર્ય જમા કરવાની છેલ્લી તારીખ પણ 15 જાન્યુઆરી સુધી વધારી હતી.

રી-રજિસ્ટ્રેશન માટે આ રીતે ઓનલાઈન અરજી કરો

  • સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઈટ ignou.samarth.edu.in કે ignou.ac.in પર જાઓ.
  • રજિસ્ટ્રેશન નંબર અને અન્ય માહિતીનો ઉપયોગ કરીને લોગ ઈન કરો.
  • હવે પ્રોગ્રામ કે કોર્સ સિલેક્ટ કરી જન્મતારીખ નોંધો.
  • એ પછી ફી ભરી લો અને તેની પ્રિન્ટ આઉટ લો.