તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Last Date For Payment Of Exam Fee For 10th 12th Standard Board Exam 2021 Has Been Extended, Now Last Date For Submission Of Fee Is 31st October

CBSE અપડેટ:10મા-12મા ધોરણની બોર્ડ પરીક્ષા 2021 માટે એક્ઝામ ફી ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર

દિલ્હી11 દિવસ પહેલા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ બોર્ડ પરીક્ષા 2021 માટે એક્ઝામ ફી ભરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. હવે વિદ્યાર્થીઓ 31 ઓક્ટોબર સુધીમાં ફી જમા કરાવીને 10મ - 12મા ધોરણની બોર્ડની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. અગાઉ આ તારીખ 15 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. જો કે, કોરોનાને કારણે માતા-પિતાને પડતી મુશ્કેલીઓને કારણે બોર્ડે આ નિર્ણય લીધો છે. આ સિવાય તમે 1 થી 7 નવેમ્બરની વચ્ચે લેટ ફી સાથે 10મા અને 12મા ધોરણની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો. આ અંગે બોર્ડે ટ્વિટર દ્વારા માહિતી આપી હતી.

દિલ્હી સરકારે વિનંતી કરી હતી
આ પહેલા દિલ્હી સરકારે CBSEને પત્ર લખીને 2021 બોર્ડની પરીક્ષા માટે પરીક્ષા ફી જમા કરાવવા માટેની મુદત વધારવાની વિનંતી કરી હતી. આ સાથે રાજ્ય સરકારે થોડા સમય પહેલા CBSEને સરકારી અને સહાયિત શાળાઓમાં અભ્યાસ કરતા 10મા અને 12મા વિદ્યાર્થીઓની સંપૂર્ણ પરીક્ષા ફી માફ કરવા વિનંતી કરી હતી. જો કે, આના જવાબમાં બોર્ડે અસમર્થતા બતાવતા સ્પષ્ટ કરી દીધું કે તે આવું નહીં કરી શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો