તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Last Date For Moderation Of Marks Has Been Extended From 22nd July To 25th July To Prevent Errors In Standard 12 Result.

CBSEએ ટીચર્સને રાહત આપી:ધોરણ 12ના રિઝલ્ટમાં ભૂલો રોકવા માટે માર્ક્સ મૉડરેટ કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈથી લંબાવીને 25 જુલાઈ કરી

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CBSEએ ધોરણ 12નું રિઝલ્ટ જાહેર કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ રાખી છે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 12ના માર્ક્સ મૉડરેશનમાં વ્યસ્ત ટીચર અને સ્કૂલોને રાહત આપે છે. હવે પોર્ટલ પર રિઝલ્ટ સાથે જોડાયેલો ડેટા સબમિટ કરવાની તારીખ લંબાવી છે. પહેલાં મૉડરેશનની છેલ્લી તારીખ 22 જુલાઈ હતી, હવે તે તારીખ લંબાવીને 25 જુલાઈ કરી છે.

ભૂલ ના થાય તે માટે તારીખ લંબાવી
CBSEએ જાહેર કરેલા સર્ક્યુલરમાં કહ્યું કે, સ્કૂલ માર્ક્સનો ડેટા સબમિટ કરવામાં વ્યસ્ત છે. લાસ્ટ ડેટ 22 જુલાઈ હોવાને લીધે ટીચર્સ સ્ટ્રેસમાં છે અને તેમનાથી ભૂલો પણ થઈ રહી છે. તેઓ ભૂલ સુધારવા માટે CBSEને અપીલ પણ કરી રહ્યા છે. આથી જ પોર્ટલ પર ડેટા સબમિટ કરવાની છેલ્લી તારીખ 25 જુલાઈ, 2021 કરી છે.

મૉડરેશન પૂરું નહીં હોય તો રિઝલ્ટ પછી જાહેર થશે
CBSEનું કહેવું છે કે, જો કોઈ સ્કૂલ નક્કી કરેલા સમયની અંદર મૉડરેશન પૂરું નહીં કરે તો તે સ્કૂલોનું રિઝલ્ટ 31 જુલાઈ પછી અલગથી જાહેર કરવામાં આવશે. CBSEએ ધોરણ 12નું રિઝલ્ટ જાહેર કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ રાખી છે.

માર્ક્સ મૉડરેટ કરવા પણ એક મોટી જવાબદારી
CBSEએ પોતાના અન્ય એક ઓફિશિયલ સર્ક્યુલરમાં કહ્યું કે, ધોરણ 10 અને 12ના માર્ક્સને મોડરેટ કરવા એક મોટી જવાબદારી છે. તેવામાં રિઝલ્ટ તૈયાર કરતી વખતે વિદ્યાર્થીઓ માટે ન્યાય અને નિષ્પક્ષતા સુનિશ્ચિત હોવી જોઈએ. સ્કૂલોની નીતિમાં કોઈ પણ પ્રકારનું અંતર અમુક વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક અને અમુક માટે નુકસાનકારક બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...