તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Last Chance To Apply For NonTeaching Post At IIT Jodhpur, Graduate Candidates Can Apply Till May 11

સરકારી નોકરી:IIT જોધપુરના નોન ટીચિંગ પદ માટે અરજી કરવાની અંતિમ તક, ગ્રેજ્યુએટ ઉમેદવારો 11મે સુધી અરજી કરી શકશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઈબ્રેરી સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટની ડિગ્રી હાંસલ કરનાર ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે
  • સિલેક્ટ થયેલાં ઉમેદવારોને 35,400થી લઈને 21,700 રૂપિયા સુધીની સેલરી મળશે

IIT (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી), જોધપુરે નોન ટીચિંગના 50 પદો પર ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે અરજી કરવા માટેની અંતિમ તક ઉમેદવારોને મળશે. 11 મે એટલે કે આવતીકાલ સુધી જ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર IIT જોધપુરની ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

પદોની સંખ્યા: 50

પદસંખ્યા
સીનિયર લાઈબ્રેરી ઈન્ફોર્મેશન અસિસ્ટન્ટ (લાઈબ્રેરી)01
જુનિયર અસિસ્ટન્ટ (એડમિનિસ્ટ્રેશન)15
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (મિકેનિકલ એન્જિનિયરિંગ)05
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ)05
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (બાયો સાયન્સ એન્ડ બાયો એન્જિનિયરિંગ)03
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (કેમિસ્ટ્રી)02
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (કેમિકલ એન્જિનિયરિંગ)02
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ)01
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (સિવિલ એન્જિનિયરિંગ)02
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (ગણિત)01
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (ભૌતિક)02
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (ધાતુ શિલ્પ અને સામગ્રી એન્જિનિયરિંગ)03
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (કમ્પ્યુટર સેન્ટર)06
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (CASE)02

યોગ્યતા

અરજી કરનારા ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી લાઈબ્રેરી સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. આ સિવાય કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ ઉમેદવાર પણ આ ભરતી માટે અરજી કરી શકે છે.

વય મર્યાદા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારની સંખ્યા 32 વર્ષથી વધારે ન હોવી જોઈએ. વધારે માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

મહત્વની તારીખ
અરજી શરૂ થવાની તારીખ: 12 એપ્રિલ
અરજી કરવાની છેલ્લી તારીખ: 11 મે

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર IIT જોધપુરની ઓફિશિયલ વેબસાઈટ પરથી 11 મે સુધી અરજી કરી શકે છે.