• Gujarati News
  • Utility
  • Take Care Not Only For Entertainment But Also For Precautions, Do Not Make The Mistake Of Removing Masks; Eat Only Hot Food

ફિલ્મ જોવા કેવી રીતે જવું:થિયેટરોમાં વેન્ટિલેશન ન હોવાને કારણે કોરોનાનું જોખમ વધારે; માત્ર મનોરંજન જ નહીં, સાવચેતીનું પણ ધ્યાન રાખવું, માસ્ક કાઢવાની ભૂલ ન કરવી

એક વર્ષ પહેલા
  • PVRએ દર્શકોની સેફ્ટી માટે 6 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે, એમાં સેનિટાઇઝરનો ખર્ચ પણ સામેલ છે
  • થિયેટર બંધ થવાને કારણે ઘણી મોટી ફિલ્મો OTT પર રિલીઝ થઈ છે, હવે માલિકોને ફિલ્મ "સૂર્યવંશી" અને "83"થી અપેક્ષા છે

ભારત લોકડાઉનમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. મહિનાઓથી બંધ રહેલી વસ્તુઓને સરકારે અનલોક પ્રક્રિયા અંતર્ગત એક પછી એક ખોલી દીધી છે, પરંતુ હજી પણ ઘણાં ક્ષેત્રો સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યાં છે. એમાંથી જ એક સેક્ટર છે એન્ટરટેઈનમેન્ટ. દર શુક્રવારે દર્શકોની ભીડ જોવા મળતાં થિયેટરો લગભગ 25 સપ્તાહથી બંધ છે. જોકે અનલોક 4ની ગાઈડલાઈનથી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે કે થિયેટરો ઓક્ટોબરમાં ખૂલી શકે છે. જો આવું થાય છે તો, આ સમાચાર સિનેપ્રેમીઓ અને થિયેટરમાં કામ કરતા લોકો માટે ખુશ ખબર સાબિત થશે.

થિયેટરમાલિકો પણ સરકારને સિનેમાઘરો શરૂ કરવા અપીલ કરી રહ્યા છે. એ ઉપરાંત મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા, ગ્લોબલ સ્ટાન્ડર્ડના આધારે SOP બનાવીને કેન્દ્ર સરકારને મોકલી દીધી છે, જેથી થિયેટરો વહેલી તકે શરૂ થઈ શકે.

કોરોના દરમિયાન આપણે મનોરંજનની સાથે સાવચેતી અને સલામતીની પણ કાળજી રાખવી પડશે. લખનઉસ્થિત બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં માઈક્રોબાયોલોજી વિભાગના વડા અને પ્રોફેસર રાજેશ કુમાર થિયેટરમાં ફિલ્મ જોવાને સુરક્ષિત નથી માનતા.

બેસિક સેફ્ટીનું કેવી રીતે ધ્યાન રાખવું?

  • પ્રોફેસર રાજેશના જણાવ્યા પ્રમાણે, જો તમે કોઈ મૂવી જોવા જાઓ છો તો પહેલા કિટ તૈયાર કરી લો, જેમાં માસ્ક, સેનિટાઈઝર સામેલ કરો. શક્ય હોય તો આલ્કોહોલ વાઇપ્સ તમારી સાથે રાખો. ધ્યાન રાખવું કે કોવિડ-19થી સંપૂર્ણપણે બચવાની કોઈ રીત નથી. આવી સ્થિતિમાં માસ્ક પહેરવાનું ન ભૂલવું.
  • થિયેટરમાં બને તો ખાવા-પીવાનું ટાળવાનો પ્રયાસ કરવો, પરંતુ જો તમે કંઇક ખાઓ છો તો જ માસ્ક હટાવો. એ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથની સફાઈનું પણ ખાસ ધ્યાન રાખવું. તમારા ચહેરા અથવા કપડાંને સ્પર્શ કરતાં પહેલાં હાથને યોગ્ય રીત સેનિટાઈઝ જરૂરથી કરો.

થિયેટરની અંદર માસ્ક કેમ?
વેન્ટિલેશનઃ કોરોના વાઇરસથી બચવા માટે એક સારો રસ્તો વેન્ટિલેશન છે, જે સામાન્ય રીતે થિયેટરોમાં જોવા મળતાં નથી. ઘણાં થિયેટરમાં એર સર્ક્યુલેશન સારું હોય છે, તેમ છતાં હવામાં કોરોના વાઇરસ તરતા રહેવાની સંભાવના છે.

ઈન્ડોરઃ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, અંદર કરતાં બહાર રહેવું સુરક્ષિત છે, પરંતુ કલાકો સુધી લાંબી મૂવી જોતી વખતે તમે ઘણા લોકોની વચ્ચે એક નાનકડી જગ્યામાં વધારે સમય પસાર કરી રહ્યા છો. આવી સ્થિતિમાં કોઈ બીજાના શ્વાસમાંથી નીકળતા ડ્રોપ્લેટ્સ તમારા સુધી પહોંચી શકે છે.

અંધારું અને શાંતિઃ આપણે પહેલાં પણ ઘણા લોકોને જોયા છે કે જેઓ પણ માસ્ક વિના જાહેર સ્થળોએ ફરતા હોય છે. જ્યારે થિયેટરમાં અંધારું હોય છે અને શાંત વાતાવરણ હોય છે. અહીં તમે શોધી શકતા નથી કે કોઈએ માસ્ક પહેર્યો છે કે નહીં.

પરિવારની સાથે મૂવી થિયેટર કેટલું સુરક્ષિત છે?

  • સેન્ટર્સ ફોર ડીઝીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલે પણ મૂવી થિયેટરને હાઈ રિસ્ક એક્ટિવિટીમાં સામેલ કર્યાં છે. તમે કોઈપણ જગ્યાએ કોરોના વાઇરસના જોખમથી બચી શકી શકતા નથી. જો તમે અમુક સાવચેતી રાખો છો તો રિસ્કને ઓછું કરી શકાય છે.
  • પરિવારની સાથે ફિલ્મ જોવા જઈ રહ્યા છો તો એકબીજાથી બને એટલું દૂર બેસો. કોઈપણ સપાટીને સ્પર્શ ન કરો. આ દરમિયાન વૃદ્ધ લોકો અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું.

બાથરૂમમાં શું સાવચેતી રાખવી?

  • દર્શકોની સુરક્ષા માટે થિયેટરમાં પહેલેથી જ સેનિટાઈઝર અને હેન્ડવોશની સુવિધા છે. તમારે ત્યાં પહોંચ્યા પછી ઉપયોગમાં ધ્યાન રાખવાનું છે.
  • પ્રવાસમાં નીકળેલા લોકોએ સાર્વજનિક ટોઈલેટનો ઉપયોગ કરતાં પહેલાં બેવાર હાથ ધોવા. બાથરૂમમાં ગયા પછી હાથ ધુઓ અને બહાર આવ્યા પહેલાં હાથ ધુઓ. શક્ય હોય તો કોઈપણ સપાટીનો ઓછો સ્પર્શ કરવો.

સીટ સાફ કરવી
CDC પ્રમાણે, સપાટી કોરોનાના સંક્રમણનું મુખ્ય કેન્દ્ર નથી. જોકે એ ડોઝ પર નિર્ભર કરે છે કે કોઈપણ વ્યક્તિને બીમાર થવા માટે કેટલા વાઇરસ જરૂરી છે. આલ્કોહોલ વાઈપ્સથી સીટની સપાટીને સાફ કરી લો. વિદેશોમાં થિયેટર કંપનીઓ મૂવી શોની વચ્ચે પણ સાફ-સફાઈ કરે છે.

થિયેટર અને શોનું સિલેક્શન
જો તમે થિયેટરમાં મૂવી જોવાનું નક્કી કરી લીધું છે તો જે સમયે ભીડ ઓછી હોય એ સમયે ફિલ્મ જોવા જવાનું નક્કી કરો. આમ કરવાથી તમે અન્ય લોકોના સંપર્કમાં ઓછા આવશો. વિશાળ થિયેટરનું સિલેકશન કરો, જેથી મૂવી જોતી વખતે સોશિયલ ડિસ્ટન્સ રહે.

ઓનલાઇન ટિકિટ બુકિંગ
મલ્ટીપ્લેકસ કંપનીઓના CEOનું કહેવું છે કે તેમણે પેપરલેસ ટિકિટ, સીટ વચ્ચે અંતર, લાંબા બ્રેક અને શો દરમિયાન સેનિટાઈઝ કરવાની તૈયારી કરી છે. ટિકિટની લાઈન અને ભીડથી બચવા માટે ઓનલાઈન એપ્સની મદદથી ટિકિટ ખરીદો. બની શકે છે કે તમને સારી ઓફર પણ મળે.

SOPમાં માસ્ક, થર્મલ સ્કેનિંગ, સેનિટાઈઝરની સાથે લોબી-રેલિંગ અને દરવાજાની નિયમિત સફાઈ સામેલ છે. એકસાથે બે સ્ક્રીન પર શો શરૂ નહીં થાય. એનાથી મલ્ટીપ્લેકસમાં ભીડ પણ નહિ થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થશે.

મૂવી જોતી વખતે કંઈક ખાવું યોગ્ય છે?
પ્રોફેસર કુમારના જણાવ્યા પ્રમાણે, જો ભોજન ગરમ છે તો એ સુરક્ષિત છે, પરંતુ જો ઠંડું ખાવાનું હોય અને આજુબાજુ ગંદકી હોય તો એનાથી બચવું જોઈએ. જમતાં પહેલાં સેનિટાઈઝરને બદલે સાબુથી હાથ ધુઓ. માર્કેટમાં ઘણા ખરાબ ક્વોલિટીના સેનિટાઈઝર પણ મળી રહ્યાં છે, જેના કેમિકલથી તમને નુકસાન થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...