તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Kotak Mahindra Bank Will Continue To Provide Home Loans At 6.65%, See Here How Much Interest You Have To Pay On A Loan At This Interest Rate

રાહત:કોટક મહિન્દ્રા બેંક 6.65%ના દરે હોમ લોન આપવાનું ચાલુ રાખશે, અહીં જુઓ આ વ્યાજ દર પર લોન લેવા પર કેટલું વ્યાજ આપવું પડશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોટક મહિન્દ્રા બેંકે હોમ લોન લેનાર લોકોને રાહત આપતા કહ્યું કે, તે 6.65%ના વ્યાજ દરે લોન આપવાનું ચાલુ રાખશે. કોટક મહિન્દ્રા આ સમયે સૌથી ઓછા વ્યાજ દર પર હોમ લોન ઉપલબ્ધ કરાવી રહી છે. કોટક મહિન્દ્રા બેંકે એક ખાસ ઓફર અંતર્ગત 31 માર્ચ સુધી 6.65%ના વ્યાજ દરે લોન આપવાનો નિર્ણય કર્યો હતો. જેને હવે બેંકે આગળ વધારવાનો નિર્ણય લીધો છે.

SBIની આ મહિને હોમ લોન મોંઘી થઈ
આ મહિનાની શરૂઆતમાં SBIએ હોમ લોનના વ્યાજ દરને 6.70થી વધારીને ફરીથી 6.95% કર્યા હતા. અગાઉ આ બેંક 31 માર્ચ સુધી ખાસ ઓફર અંતર્ગત 6.70%ના દરે લોન આપી રહી હતી.

અન્ય બેંક કયા વ્યાજ દર પર લોન આપી રહી છે

બેંકવ્યાજ દર (%)
ICICI6.70
HDFC બેંક6.70
સિટી બેંક6.75
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા6.80
પંજાબ નેશનલ બેંક6.80
બેંક ઓફ બરોડા6.85
બેંક ઓફ ઈન્ડિયા6.85

અહીં સમજો કોટક મહિન્દ્રા, ICICI અને SBIમાંથી લોન લેવા પર કેટલું વ્યાજ અને હપ્તા ચૂકવવા પડશે.

લોન અમાઉન્ટ (રૂ.માં)અવધિવ્યાજ દર (% માં)હપ્તા (EMI)કુલ વ્યાજ (રૂ.માં)
10 લાખ20 વર્ષ6.657,5448.10 લાખ
10 લાખ20 વર્ષ6.707,5748.17 લાખ
10 લાખ20 વર્ષ6.957,7238.53 લાખ