કોટક મહિન્દ્રા બેંકે હોમ લોનના વ્યાજ દરમાં 15 બેઝિક પોઇન્ટ (BPS)નો ઘટાડો કર્યો છે. તેની સાથે હવે બેંક વાર્ષિક 6.75% ના વ્યાજ દરે હોમ લોન ઓફર કરી રહી છે, જે દેશની સૌથી મોટી બેંક SBI કરતા પણ ઓછી છે. SBI અત્યારે વાર્ષિક 6.95થી 7.95 ટકાના વ્યાજ દરે હોમ લોન આપી રહી છે. અગાઉ બેંક ઓફ બરોડાએ પણ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો.
અહીં જાણો કઈ બેંક કેટલા વ્યાજ દરે લોન આપે છે
બેંક | વ્યાજ દર(%) | પ્રોસેસિંગ ફી |
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા | 6.70 - 7.15 | લોનની અમાઉન્ટના 0.50% (10 હજાર રૂપિયા મહત્તમ) |
કોટક મહિન્દ્રા બેંક | 6.75-8.45 | 10 હજાર રૂપિયા મહત્તમ |
ઇન્ડિયન બેંક | 6.85-8.40 | નિશ્ચિત નથી |
બેંક ઓફ ઇન્ડિયા | 6.85- 8.35 | લોનની અમાઉન્ટના 0.25% (20 હજાર રૂપિયા મહત્તમ) |
બેંક ઓફ બરોડા | 6.85- 8.70 | લોનની અમાઉન્ટના 0.5% (25 હજાર રૂપિયા મહત્તમ) |
સેન્ટ્રલ બેંક | 6.85- 9.05 | લોનની અમાઉન્ટના 0.5% (20 હજાર રૂપિયા મહત્તમ) |
HDFC બેંક | 6.90-9.25 | લોનની અમાઉન્ટના 0.5% |
LIC હાઉસિંગફાઈનાન્સ | 6.90-7.00 | નિશ્ચિત નથી |
કેનેરા બેંક | 6.90- 8.90 | લોનની અમાઉન્ટના 0.5% (10 હજાર રૂપિયા મહત્તમ) |
ICICI બેંક | 6.90- 8.05 | 0.5-1% સુધી |
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા | 6.95- 7.50 | લોનની અમાઉન્ટના 0.5% |
બેંક ઓફ મહારાષ્ટ્ર | 7.05- 8.45 | લોનની અમાઉન્ટના 0.25% (25 હજાર રૂપિયા મહત્તમ) |
પંજાબ નેશનલ બેંક | 7.10- 7.90 | લોનની અમાઉન્ટના 0.35% (15 હજાર રૂપિયા મહત્તમ) |
નોંધઃ આ વ્યાજ દર 20 વર્ષ સુધીની મુદત માટે 30 લાખની લોન પર આપવામાં આવે છે. તે ઉપરાંત તમારો સિવિલ સ્કોરની અસર તમારા વ્યાજ દર પર પડે છે.
આ દિવાળી પર આ બેંકો વિશેષ ઓફર આપી રહી છે
PNBની નવી ઓફર પંજાબ નેશનલ બેંક (PNB) તેના ગ્રાહકોને ફેસ્ટિવ બોનાન્ઝા ઓફર લઈને આવી છે. આ ઓફર હેઠળ બેંક હોમ લોન પર તમામ પ્રકારના અપફ્રંટ, પ્રોસેસિંગ ચાર્જ અને ડોક્યૂમેન્ટ્સ ચાર્જ નહીં લે. ગ્રાહકો 31 ડિસેમ્બર 2020 સુધી PNBની 10,897 બ્રાંચ અથવા ડિજિટલ ચેનલો દ્વારા આ ઓફરનો લાભ લઈ શકે છે. બેંક અત્યારે વાર્ષિક 7.10%થી 7.90% સુધીની હોમ લોન આપી રહી છે.
SBIની ઓફર
ભારતીય સ્ટેટ બેંક (SBI)એ હોમ લોન પરની પ્રોસેસિંગ ફી માફ કરવાની જાહેરાત કરી છે. જો તમે કોઈ ઘર ખરીદતા હો તો તમારે કોઈ પ્રોસેસિંગ ફી ચૂકવવાની જરૂર નથી. પરંતુ આ માટે ગ્રાહકોએ બેંકની એપ્લિકેશન YONO દ્વારા અરજી કરવાની રહેશે. SBIએ જણાવ્યું કે, તે ગ્રાહકોને 10BPS એટલે કે 0.10% ના વ્યાજમાં વિશેષ છૂટ આપશે, જેનો સ્કોર સારો રહેશે. જો કે, તે લોનની રકમ પર પણ નિર્ભર રહેશે. SBI વાર્ષિક 6.95%થી 7.95% સુધીની હોમ લોન આપી રહી છે.
HDFC બેંક 'ફેસ્ટિવ ટ્રીટ્સ' ઓફર
HDFC બેંકે તેના ગ્રાહકો માટે 'ફેસ્ટિવ ટ્રીટ્સ 2.0' લોન્ચ કર્યું છે. આ અંતર્ગત ગ્રાહકોને પ્રોસેસિંગ ફીમાં છૂટ અને લોન પર EMI સાથે કેશબેક, ગિફ્ટ વાઉચર અને અન્ય ઘણા ફાયદા પણ મળશે. હોમ લોન વાર્ષિક 6.95%થી 7.65%ના વ્યાજ દરે મળી રહી છે.
ICICI બેંકની 'ફેસ્ટિવ બોનાન્ઝા' ઓફર
ICICI બેંકે 'ફેસ્ટિવ બોનાન્ઝા' લોન્ચ કર્યું છે, જેમાં ઘણી ઓફર્સ મળી રહી છે. આ અંતર્ગત, વ્યાજના દર 6.90%થી શરૂ થાય છે અને પ્રોસેસિંગ ફી 3,000 રૂપિયાથી શરૂ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.