તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Kotak Mahindra Bank And SBI Cut Interest Rates, 2.75% On SBI Deposits And Kotak Up To 4%

વ્યાજ દર:કોટક મહિન્દ્રા બેંક અને SBIએ વ્યાજ દર ઘટાડ્યા, SBI ડિપોઝિટ પર 2.75% તો કોટક 4% સુધીનું વ્યાજ આપી રહી છે

દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • SBI દ્વારા ડિપોઝિટ પર વાર્ષિક 2.75% વ્યાજ આપવામાં આવી રહ્યું છે
  • કોટક મહિન્દ્રા બેંક ડિપોઝિટ પર વાર્ષિક 4% સુધીનું વ્યાજ આપી રહી છે

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પછી કોટક મહિન્દ્રા બેંકે પણ સેવિંગ અકાઉન્ટના વ્યાજમાં ઘટાડો કર્યો છે. કોટક મહિન્દ્રા બેંક હવે 1 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ પર 3.50 ટકા અને 1 લાખ રૂપિયાથી વધુ રકમની ડિપોઝિટ પર વાર્ષિક 4 ટકા વ્યાજ આપી રહી છે. જો તમે સેવિંગ અકાઉન્ટ ખોલાવવાનું વિચારી રહ્યા હો તો અહીં તમને જણાવવામાં આવ્યું છે કે સેવિંગ અકાઉન્ટ પર કઈ બેંક કેટલું વ્યાજ ચૂકવે છે.

SBIએ પણ વ્યાજ ઘટાડ્યું

આ અગાઉ દેશની સૌથી મોટી બેંક SBIએ પણ આ મહિને સેવિંગ અકાઉન્ટ પર મળતા વ્યાજમાં ઘટાડો કર્યો હતો. આ અંતર્ગત ડિપોઝિટ પર વાર્ષિક 2.75 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે, જે અગાઉ 3 ટકા હતું.

કઈ બેંક પર કેટલું વ્યાજ?

બેંકવ્યાજ દર(%)
ઇલાહાબાદ બેંક3.50
બેંક ઓફ ઇન્ડિયા3.25- 3.50
બેંક ઓફ બરોડા3.00- 3.25
એક્સિસ બેંક3.50- 4.00
IDBI બેંક3.50- 4.00
HDFC બેંક3.25- 3.75
ICICI બેંક3.25- 3.75
પંજાબ નેશનલ બેંક3.25- 3.80
બંધન બેંક4.00- 7.15
યસ બેંક5.00- 6.25