તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Knowledge Of Grammar And More Reading Can Improve Your Hindi, Learn How To Differentiate Between Words

કેવી રીતે સારું હિન્દી બોલવું અને લખવું?:વ્યાકરણની સાચી જાણકારી અને વધારે વાંચવાની ટેવથી તમારું હિન્દી સુધરી શકે છે, હિન્દી સુધારવાની ટિપ્સ એક્સપર્ટ પાસેથી જાણો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે હિન્દી બોલનારા લોકોનો દિવસ છે. આજે એટલે કે 14 સપ્ટેમ્બરે આપણે 52 કરોડથી પણ વધારે લોકો માતૃભાષાનો તહેવાર ઉજવી રહ્યા છીએ. સારી વાત છે કે, આજે આપણે હિન્દીને યાદ કરીએ છીએ, પરંતુ શું આપણે રોજ હિન્દી લખવામાં અને બોલવામાં ભાષાને ન્યાય આપી શકીએ છીએ? આપણે ઘણીવાર હિન્દી લખવા કે શબ્દો બોલવામાં ભૂલ કરીએ છીએ.

18મી સદીના ફેમસ લેખક ડૉ. સેમ્યુઅલ જોન્સને કહ્યું હતું કે, ‘ભાષા વિચારોનો પોશાક છે.’તેમની વાત પ્રમાણે, જો આપણાથી ભાષાની ભૂલ થાય છે તો આપણે વિચારોને યોગ્ય રીતે બીજા લોકો સુધી પહોંચાડી નહિ શકીએ. આજે હિન્દી દિવસ પર આપણે સાચી રીતે હિન્દી લખવા અને બોલવા વિશે જાણીએ..

L-S-R-W ફોર્મ્યુલા: જે તમને લખવા, બોલવા અને વાંચવાની ભૂલથી બચાવશે
આશરે 13 વર્ષથી હિન્દી ભણાવી રહેલા વરિષ્ઠ પ્રોફેસર લાલી શર્મા ભાષા સુધારવા માટે L-S-R-W ફોર્મ્યુલાની સલાહ આપે છે. તેમણે જણાવ્યું કે, જો આપણે ચાર વાતોનું ધ્યાન રાખીએ તો હિન્દી ભાષામાં ભૂલોની શક્યતા ઓછી થઇ જશે.

L-S-R-W ફોર્મ્યુલા શું છે?
Listening (સાંભળવું): ભાષાને ધ્યાનથી સાંભળવી ઘણી જરૂરી છે. જો આપણે કોઈ વસ્તુને ધ્યાનથી સાંભળીએ છીએ તો તેને વ્યવસ્થિત સમજી શકીએ છીએ. કોઈ પણ મંચ પર વાતચીત થઇ રહી હોય તેને ધ્યાનથી સાંભળો.
Speaking (બોલવું): આપણે જ્યારે પણ કોઈ સાથે વાત કરીએ છીએ ત્યારે ઉચ્ચારને લઈને સતર્ક રહેવું. કારણ કે કોઈ પણ શબ્દોને ખોટી રીતે બોલવાથી આપણા લખાણ પર પણ અસર થઇ શકે છે. જો આપને ઉચ્ચારણનું ધ્યાન રાખીશું તો ખોટું બોલતા પહેલાં જાતે જ રોકાઈ જઈશું.
Reading (વાંચવું): ભાષાનાં વાંચનથી આપણને શબ્દ અથવા અક્ષરનું જ્ઞાન મળે છે. જો આપણે કોઈ પણ વાક્યને સારી ઢબે વાંચવાનો પ્રયત્ન કરીશું તો તેવી જ રીતે બોલીશું અને લખવામાં પણ ભૂલોની સંભાવના ઓછી થશે.
Writing (લખવું): જો આપણે પહેલાં 3 ઉદ્દેશ્યોનું પાલન કરીએ તો તેની અસર લખાણ પર થશે. જો ભૂલ વગર હિન્દી લખવા માગો છો તો પહેલાં સાંભળો, વાંચો અને બોલવામાં ધ્યાન રાખો.

શું ‘હિન્ગ્લિશ’થી હિન્દી નબળી પડી રહ્યું છે?
માખનલાલ ચતુર્વેદી રાષ્ટ્રીય પત્રકારિતા અને સંચાર વિશ્વવિદ્યાલયમાં પત્રકારિતા વિભાગના પ્રમુખ ડૉ. રાખી તિવારી હિન્દી શુદ્ધ ન હોવાનું કારણ લખાણમાં હિન્ગ્લિશ (ઇંગ્લિશ મિશ્રિત હિન્દી)નો ઉપયોગ અને સ્કૂલના અભ્યાસમાં હિન્દીને માત્ર વિષય માનવું જણાવે છે.

હિન્દીને વધુ સારું બનાવવા માટેની 3 રીત
માત્રાઓ પર ધ્યાન: ડૉક્ટર ધનંજય ચોપડા જણાવે છે કે જ્યારે કોઈ વાક્ય લખો અથવા બોલો તો પહેલાં માત્રાઓ પર ધ્યાન આપો. બોલતી વખતે ધ્યાન રાખવાનું છે કે અક્ષર તાળવા, હોંઠ અને ગળાથી નીકળે છે. બોલતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું. જો આપણે ખોટી રીતે બોલીશું તો શબ્દો આપણો સાથ નહિ આપે.
વાંચન વધારો: ખોટી રીતે હિન્દી બોલવાથી બચવા માટે જરૂરી છે વધારે વાંચન. જેટલું વધારે વાંચન કરીશું એટલું વધારે પ્રભાવી અને શુદ્ધ લખીશું. ડૉક્ટર ચોપરા જણાવે છે કે વાંચનથી વાક્ય બનાવવામાં અને શબ્દોની પસંદગી કરવામાં મદદ મળે છે.
વ્યાકરણની સમજણ: હિન્દી વ્યાકરણની સમજણ આપણા હિન્દીને વધારે અસરકારક બનાવે છે. વ્યાકરણનાં માધ્યમથી બાળકોને માલુમ પડે છે કે વાક્યમાં શબ્દોનો પ્રયોગ કેવી રીતે કરવો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો