તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Knowing The Basic Terms Before Buying Health Insurance Will Help In Choosing The Right Policy.

ઈન્શ્યોરન્સ:હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદતા પહેલાં બેઝિક ટર્મ્સની જાણકારી હોવી જરૂરી, યોગ્ય પોલિસી પસંદ કરવામાં મદદ મળશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેટવર્ક હોસ્પિટલ અને કો-પે જેવી ટર્મ્સની જાણકારી હોવી જરૂરી હોય છે
  • જો તમે કોઈ પ્રકારનો ક્લેમ નથી કર્યો તો કંપનીઓ તમને નો-ક્લેમ બોનસ આપે છે

જો તમે આ દિવસોમાં હેલ્થ ઈન્શ્યોરન્સ લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તે પહેલાં તમારે કેટલાક જરૂરી ટર્મ (શબ્દો) જાણવા જરૂરી છે. આ ટર્મને જાણ્યા વિના ઈન્શ્યોરન્સ પોલિસી પસંદ કરો છો તો તમને નુકસાન થઈ શકે છે. આજે અમે તમને હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં ઉપયોગ થતી કેટલીક એવી ટર્મ વિશે જણાવી રહ્યા છીએ જે યોગ્ય પોલિસી પસંદ કરવામાં તમારી મદદ કરશે.

નેટવર્ક હોસ્પિટલ
નેટવર્ક હોસ્પિટલ એ હોસ્પિટલોનું એક જૂથ છે જે તમને તમારા વર્તમાન હેલ્થ પ્લાનને રિડિમ કરવાની મંજૂરી આપે છે. હંમેશાં તે પ્લાન માટે જાઓ જે તમારા વિસ્તારમાં મહત્તમ નેટવર્ક હોસ્પિટલ આપે છે, નહીં તો તમારું રોકાણ ઈમર્જન્સીની સ્થિતિમાં કામમાં નહીં આવે.

કો-પે
થોડા પૈસા બચાવી અને પ્રિમિયમને ઓછું કરવા માટે ઘણી વાર લોકો કો-પેની સુવિધા લે છે. કો-પેનો અર્થ થાય છે કે ક્લેમની સ્થિતિમાં પોલિસી ધારકને ખર્ચાના કેટલાક % (ઉદાહરણ તરીકે 10%) તમારે ચૂકવવાના રહેશે. કો-પેની પસંદગી કરવા પર પ્રિમિયમના ડિસ્કાઉન્ટમાં વધારે ફાયદો નહીં થાય, તમારા બીમાર પડવા પર તે તમારું ખીસ્સું ખાલી કરાવી શકે છે.

વેઈટિંગ પિરિઅડ
હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદવાનો અર્થ એ નથી હોતો કે, પોલિસી ખરીદવાના પહેલા જ દિવસથી તમને ઈન્શ્યોરન્સ કંપની કવર કરવા લાગશે. પરંતુ તમારે ક્લેમ કરવા માટે થોડી રાહ જોવી પડશે. પોલિસી ખરીદો ત્યારથી લઈને અત્યાર સુધી તમે ઈન્શ્યોરન્સ કંપનીથી કોઈ લાભનો ક્લેમ નથી કરી શકતા, તે અવધિને એક હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીનો વેઈટિંગ પિરિઅડ કહેવામાં આવે છે. આ સમયગાળો 15થી 90 દિવસનો હોઈ શકે છે. તમારે એવી કંપનીમાંથી પોલિસી લેવી જોઈએ જેનો વેઈટિંગ પિરિઅડ ઓછો હોય.

પહેલાથી અસ્તિત્વમાં બીમારી
તમામ હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન પહેલાથી અસ્તિત્વમાં રહેલી બીમારીઓને કવર કરે છે. પરંતુ તેમને 48 મહિના બાદ જ કવર કરવામાં આવે છે. કેટલાક 36 મહિના બાદ તેને કવર કરે છે. જો કે, પોલિસી ખરીદતા સમયે વર્તમાનમાં કોઈ બીમારી હોય તો તેના વિશે જણાવવું જરૂરી હોય છે. તેનાથી ક્લેમ સેટલમેન્ટમાં મુશ્કેલી નહીં આવે.

લિમિટ અથવા સબ લિમિટવાળો પ્લાન ન લો
તેનો અર્થ એ છે કે, તમે હોસ્પિટલમાં થતા ખર્ચ જેમ કે, રૂમ અથવા કોઈ અન્ય ખર્ચને લઈને લિમિટ સેટ કરી લો છો. આવી સ્થિતિમાં આ લિમિટથી વધારે ખર્ચ થવા પર તમારે પૈસા આપવા પડે છે. હોસ્પિટલમાં પ્રાઈવેટ રૂમના ભાડાં સહિતની લિમિટથી બચો. તમારા માટે એ જરૂરી નથી કે તમને કેવા રૂમમાં રાખવામાં આવે. ખર્ચા માટે કંપની દ્વારા લિમિટ અથવા સબ લિમિટ નક્કી કરવી તમારા માટે સારું નથી. પોલિસી લેતા સમયે આ વાતોનું ધ્યાન રાખો

સબ લિમિટનો હેતુ રી-ઈન્બર્સમેન્ટની લિમિટ નક્કી કરવાનો છે. જો હોસ્પિટલમાં દાખલ થયા તો રૂમના ભાડાંની વીમા રકમ 1% સુધીની હોઈ શકે છે. તેથી વીમા રકમ ભલે ગમે તેટલી હોય પરંતુ લિમિટની મર્યાદાની બહારનો ખર્ચો તમારે તમારા ખિસ્સામાંથી આપવો પડી શકે છે.

ગ્રેસ પિરિઅડ
ઘણી વખત લોકોને લાઈફ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ આપવાનું યાદ નથી રહેતું. તમે લાઈફ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ વાર્ષિક અથવા દર મહિને ચૂકવી રહ્યા છો તો પ્રીમિયમ ભરવા માટે તમને ગ્રેસ પિરિઅડ આપવામાં આવે છે. પ્રીમિયમની ચૂકવવાની કરવાની આવર્તન અનુસાર તેનો ગ્રેસ પિરિઅડ નક્કી કરવામાં આવે છે. જો તમે તમારા લાઈફ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ વાર્ષિક ચૂકવો છો તો તમને 30 દિવસનો ગ્રેસ પિરિઅડ મળે છે. તેમજ જો તમે દર મહિને પ્રીમિયમ ચૂકવો છો તો તમને 15 દિવસનો ગ્રેસ પિરિઅડ મળે છે.

નો-ક્લેમ બોનસ (NCB)
જો તમે કોઈ પ્રકારનો ક્લેમ નથી કરતા તો કંપનીઓ તમને નો-ક્લેમ બોનસ આપે છે. સામાન્ય રીતે જો તમે એક વર્ષમાં મહત્તમ 50 ટકા સુધી ક્લેમ કરો છો તો કંપનીઓ તમારા ઈન્શ્યોરન્સ કવરની રકમમાં પાંચ ટકાનો વધારો કરે છે. જો કે, વિવિધ ઈન્શ્યોરન્સ કંપનીઓ વિવિધ NCB આપે છે. તેનાથી સંબંધિત નિયમોને સમજવા જરૂરી છે જેથી તમને ક્લેમ લેતા સમયે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

ફ્રી-લુક પિરિઅડ
ઘણી વખત લોકોને વીમા પોલિસી લીધા બાદ એ વાતનો અહેસાસ થાય છે કે આ પોલિસી તેમના માટે યોગ્ય નથી અથવા તેના નિયમ અને શરતો એવી નથી જેવી તેઓ ઈચ્છી રહ્યા છે. જો તમે પોલિસી લીધા બાદ આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તો ફ્રી-લુક અવધિનો ફાયદો ઉઠાવી શકો છો. દરેક કંપની 15 દિવસનો ફ્રી-લુક પિરિઅડ તેમના ગ્રાહકોને આપે છે. આ દરમિયાન તમે કંપનીને પોલિસી પરત કરી શકો છો.