ક્રિકેટરમાંથી નેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુને રોડ રેજ (Road Rage)ના 34 વર્ષ જૂના કેસમાં સુપ્રીમ કોર્ટે એક વર્ષની જેલની સજા સંભળાવી છે. સિદ્ધુની જેમ આજે પણ ઘણા લોકો એવા છે, જેમને રસ્તા પર નાના-મોટા અકસ્માતના કારણે ખૂબ જ ગુસ્સો આવે છે અને ઘણીવાર ગુસ્સાને કારણે અહીં મારામારી પણ શરુ થઈ જાય છે અને ઘણી હદ સુધી એકબીજાને નુકસાન પહોંચાડે છે. નવજોત સિંહ સિદ્ધુએ જે કર્યું તે કોઈની પણ સાથે થઈ શકે છે, પરંતુ જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તમે તમારી જાતને રોડ રેજથી બચાવી શકો છો. સિદ્ધુની જેમ તમે પણ રોડ રેજના કેસમાં ફસાઓ નહિ તે માટે આજે કેટલાક સવાલોના જવાબ શોધીએ.
ડ્રાઇવિંગ કરતી વખતે રોડ રેજને કેવી રીતે નિયંત્રિત કરવું?
પ્રશ્ન: સૌથી પહેલાં સમજો રોડ રેજ એટલે શું?
જવાબ: રોડ રેજનો સંબંધ રસ્તા પર નાના-મોટા અકસ્માતોને કારણે આવનાર ગુસ્સા સાથે છે. ઘણી વખત એવું બને છે કે, જ્યારે તમે રસ્તા પર ચાલો છો કે વાહન ચલાવો છો ત્યારે કોઈ તમને કે તમારી કારને ટક્કર મારે છે અથવા તો રસ્તા પર ચાલતી વખતે કોઈ વાતને લઈને અન્ય રાહદારી સાથે ઝઘડો થતો હોય છે અને ઝઘડા એટલા વધી જાય છે કે લોકો સામેવાળાનો જીવ પણ લઈ લે છે. આ સમગ્ર ઘટનાક્રમને રોડ રેજ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય.
ઘણીવાર તમે પોતે જ રોડ રેજનું કારણ બન્યા હો છો, તો તેને કેવી રીતે રોકી શકો છો, ચાલો જાણીએ
સમયસર ઘરેથી નીકળી જાઓ
જો તમને ક્યાંક જવાની ઉતાવળ હોય તો સમયસર ઘરેથી નીકળીને સમયસર તે સ્થળે પહોંચી જવું જોઈએ. ઘણી વખત લોકો કોઈ જગ્યાએ વહેલા પહોંચવાના ચક્કરમાં બેફામ ડ્રાઇવિંગ શરૂ કરી દે છે અને આ ચક્કરમાં રોડ રેજનો ભોગ બને છે.
વાહન ચલાવતી વખતે ગીતો ના સાંભળવાં
જો તમને કાર ચલાવતી વખતે ગીત સાંભળવાની આદત હોય તો આ આદતને સુધારવાનો પ્રયત્ન કરો. ડ્રાઇવિંગ કરતી વખતે ગીતો ન સાંભળો. એવું જોવામાં આવ્યું છે કે, ડ્રાઇવિંગ કરતી વખતે ગીત સાંભળવાથી ડ્રાઇવિંગની સ્પીડ વધે છે.
ગુસ્સાને નિયંત્રણમાં રાખો
જો કોઈની કાર તમારી કારને ટક્કર મારે તો તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખો. રસ્તા પરના આ અકસ્માતોમાં જો ગુસ્સો બતાવવામાં આવે તો સામેવાળી વ્યક્તિ પણ પોતાની ભૂલ પર વિશ્વાસ નથી કરતી. તેથી સમજી વિચારીને કામ કરો.
કારમાં કોઈ બીજું પણ બેઠું છે
જ્યારે પણ તમે કાર ચલાવો ત્યારે હંમેશાં ધ્યાન રાખો કે તમે કારમાં એકલા નથી હોતા, પરંતુ કારમાં તમારી સાથે કોઈ બીજું પણ બેઠું હોય છે, માટે હંમેશાં કાળજીપૂર્વક કાર ચલાવશો.
કારમાં ડેશ કેમેરા લગાવો
તમારી કારમાં ડેશ કેમેરા લગાવો. આ કેમેરા તમારા ડ્રાઈવિંગ દરમિયાન બનેલી તમામ ઘટનાઓને રેકોર્ડ કરશે. આ રેકોર્ડિંગની મદદથી તમે પોલીસ સામે દાવો કરી શકો છો કે તમારી કારને કોણે નુકસાન પહોંચાડ્યું છે. જો કોઈએ તમારી કારને નુકસાન પહોંચાડ્યું છે, તો તે પણ તેમાં નોંધવામાં આવશે.
બીજાના ગુસ્સાથી તમારી જાતને કેવી રીતે બચાવવી?
તમારો રોડ રેજ છોડી દો
આનો સ્પષ્ટ અર્થ એ છે કે, જો કોઈ બીજાને તમારી સાથે રોડ રેજ થયો હોય તો તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, કારણકે જો તમે એવું ના કર્યું હોય તો તમે પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકો છો.
સામેવાળા ડ્રાઈવરની સામે ના જુઓ
જો કોઈ ડ્રાઈવર ચીસો પાડતો હોય અને ખોટી રીતે જોતો હોય તો તેની સામે ના જુઓ. આનાથી તમે વધુ ગુસ્સે થઈ શકો છો. શક્ય બને ત્યાં સુધી આવા ડ્રાઇવરને અવગણો.
ગુસ્સે ભરાયેલા લોકોને આગળ વધવા દો
જો કોઈ વ્યક્તિ અથવા ડ્રાઇવર ગુસ્સામાં કે ખોટી રીતે આગળ વધવા માગે છે અને તમે જાણો છો કે તમે સાચા છો તેમ છતાં તેને આગળ જવા માટે રસ્તો ખાલી કરી દો.
તમારા ડેસ્ટિનેશન પર ધ્યાન આપો
જો તમને લાગે છે કે, બીજી કાર ચલાવનાર વ્યક્તિ તમને પરેશાન કરશે તો તમારા ડેસ્ટિનેશન પર ધ્યાન આપો, કોઈની તરફ નહીં.
બીજાની ક્રિયા પર પ્રતિક્રિયા આપશો નહીં
જો કોઈ ગુસ્સે થાય છે કે હોર્ન વગાડે છે તો ગુસ્સે થશો નહીં અથવા હોર્ન મારશો નહીં. તેને અવગણો.
તો હવે સમજીએ કે, તમારી અંદર રોડ રેજની ટેન્ડન્સી છે? જો હા, તો કેટલી?
પ્રશ્ન : જો કોઈ તમને ઓવરટેક કરે છે, તો તમે કેવી પ્રતિક્રિયા આપો છો?
પ્રશ્ન: રસ્તા પર અચાનક કોઈ ચીડવવા લાગે તો તમે કેવી પ્રતિક્રિયા આપો છો?
પ્રશ્ન: જ્યારે સિગ્નલ પર તમારી અને બીજી કાર વચ્ચે ત્રીજું જબરદસ્તી કાર લાવે છે ત્યારે તમે કેવી પ્રતિક્રિયા આપો છો?
પ્રશ્ન: તમે ફોન પર વાત કરતાં કરતાં વાહન ચલાવતા હો અને તમારી કારને ટક્કર લાગે ત્યારે તમે કેવી પ્રતિક્રિયા આપો છો?
પ્રશ્ન: સવારે મૂડ ખરાબ હોય તો વાહન ચલાવતી વખતે તમે કેવી પ્રતિક્રિયા આપો છો?
હવે સમજો કે તમે કેટલા પોઇન્ટ મેળવીને સ્કોર કરીને રોડ રેજને નિયંત્રિત કરી શકો છો અને કેટલા પોઇન્ટ મેળવીને નહીં
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.