તપાસ / વરસાદમાં પ્લાસ્ટિકની ટાંકીથી બોરવેલ રિચાર્જનો જુગાડ વાઇરલ, એક્સપર્ટથી સમજો- શું આ સંભવ છે

know how to increase ground water level
know how to increase ground water level
know how to increase ground water level
know how to increase ground water level

 • આઈઆઈટીના પ્રોફેસર દિપક ખરેએ કહ્યું, આ સંભવ છે પણ રિચાર્જ થવું માટીની ક્ષમતા પર નિર્ભર કરે છે 
 • વોટર હાર્વેસ્ટિંગ એક્સપર્ટ સંતોષ શર્માએ કહ્યું, પાણીથી ગ્રાઉન્ડ વોટર લેવલ વધારવા માટે આ ઉપાય યોગ્ય નથી 

Divyabhaskar.com

Jun 09, 2019, 12:13 PM IST

યુટિલિટી ડેસ્ક: હાલ સોશિયલ મીડિયા પર અમુક ફોટો વાઇરલ થઇ રહ્યા છે. તેમાં એક હજાર લીટરની ક્ષમતાવળી ટાંકી દેખાઈ રહી છે. ટાંકીમાં એક મોટું કાણું અને ચારેબાજુ નાના-નાના કાણા પાડવામાં આવ્યા અને તેને અલગ-અલગ ખાડા કરીને જમીનમાં દાટી દેવાઈ છે. ટાંકીની ચારે તરફ નાના-મોટા પથ્થર મૂકી દેવાયા અને તેને ઉપર બંધ કરીને વરસાદના પાણીવાળા ઇનલેટ સાથે જોડી દીધી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરસાદનું પાણી જમીનમાં અંદર સુધી જશે અને પાણીનું લેવલ વધશે.

આ વાતની પુષ્ટિ માટે અમે અલગ-અલગ એક્સપર્ટ્સ સાથે વાત કરી અને જાણ્યું કે આ જુગાડવાળો ઉપાય કેટલો સાચો છે અને ક્યા ઉપાયથી ભૂજળ સ્તર વધારી શકાય છે. બધા એક્સપર્ટ્સે કહ્યું કે જમીનનું જળસ્તર વધારવા માટે અને તેને કાયમ રાખવા માટે પાણીને વેસ્ટ કરવામાં ન આવે કારણકે વધુ ખર્ચ કરીને ક્યારેય પાણીની અછતની પૂરતી કરી શકાય નહીં.

એક્સપર્ટ વ્યૂ
પ્રોફેસર દિપક ખરે (આઈઆઈટી, રૂડકી): માટીની શોષણશક્તિ વધુ તો પોસિબલ છે

પ્રોફેસર દિપક ખરેએ જણાવ્યું કે, 5 ફીટની ઊંડાઇએ જો માટીની શોષણ ક્ષમતા સારી છે તો તે પાણીને નીચે સુધી પહોંચાડશે. વાઇરલ થઇ રહેલા ફોટોમાં અલગ-અલગ ઘણી ટાંકીઓ રાખવામાં આવી છે, જેમાં ચારેબાજુ કાણા પાડવામાં આવ્યા છે. આ ટાંકીને જ્યાં પણ રાખવામાં આવી છે ત્યાં માટીની પાણી શોષવાની ક્ષમતા 5 ફીટની ઊંડાઇએ સારી છે તો ફાયદો મળશે.

જળસ્તર વધવા માટે પાણીનું યોગ્ય જગ્યાએ પહોંચવું જરૂરી છે. જમીનને નીચે સુધી ખોદવી જરૂરી છે. ક્યાંય નીચે મુરમ આવી જાય તો તે ઘણું ફાયદાકારક હોય છે કારણકે તેનાથી પાણી ઝડપથી જમીનમાં જાય છે. ઓછામાં ઓછી 12-15 ફીટના ખોદકામ બાદ આવી સ્થિતિ મળી શકે છે. યોગ્ય સ્થિતિ મળવા પર જ પાણી જમીનમાં જશે.

પાણી જમીનમાં રૂફ ટોપ હાર્વેસ્ટિંગ મારફતે મોકલી શકાય છે. આ માટે છત સંપૂર્ણ રીતે સાફ હોવી જોઈએ. બોરવેલ અથવા ટ્યુબવેલ મારફતે આ પાણીને નીચે સુધી પહોંચાડી શકાય છે.

જો પાણીને ફિલ્ટર વગર પહોંચાડવામાં આવી રહ્યું છે તો તેમાં અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ફિલ્ટર વગરનું પાણી સીધું ટ્યુબવેલમાં ક્યારેય ન જવા દો. આનાથી તમે 15-18 ફીટ નીચે સુધી જવા દઈ શકો છો પરંતુ એવી જગ્યાએ જ્યાં પાણી 50 ફીટની ઊંડાઇ સુધી હોય. એવામાં 20 ફીટ પર છોડેલું પાણી 50 ફીટ સુધી પહોંચતાં પહોંચતાં નેચરલ ફિલ્ટર થઇ જાય છે.

સંતોષ વર્મા (વોટર હાર્વેસ્ટિંગ ટેક્નિકના વિશેષજ્ઞ અને જળ સંતોષ કંપનીના સંચાલક)

કોઈ પણ જગ્યાએ ખાડો ખોદીને તેમાં ટાંકી મૂકીને પાણીનું લેવલ વધારી શકાય છે. જમીનમાં પાણીનું સ્તર વધારવાનો એક ઉપાય હોય છે.

કેવી રીતે વધશે જળસ્તર

 • ઘરનાં ધાબાનું પાણી કોઈ પાઇપ દ્વારા નીચે સુધી લઈને આવો
 • જ્યાં પાણી લઇ જઈ રહ્યા છો, ત્યાં વોટર ફિલ્ટર લગાવો. આમ કરવાથી પાણીની ગંદકી સાફ થઈ જશે.
 • આ સાફ પાણીને પાઈપલાઈન દ્વારા બોરવેલ કે ટ્યુબવેલ સુધી પહોંચાડો.
 • ચોખ્ખું પાણી સીધું બોરવેલ દ્વારા જમીનમાં જવાથી જળસ્તર વધશે.

કઈ ભૂલ ન કરવી

 • દૂષિત પાણીને ક્યારેય સીધું બોરવેલ કે ટ્યુબબેલમાં ન પહોંચાડવું. જમીન પર વહેતું પાણી ક્યારેય જમીનની નીચે ન પહોંચવું જોઈએ.
 • જમીન પર ગંદકી હોય છે, જે પાણીમાં ભળી જાય છે. પ્લાસ્ટિક વેસ્ટ, ખાવા-પીવાની ગંદકી કે મડીકલ વેસ્ટવાળું પાણી પ્રદૂષણને વધારે છે.
 • જો તમે ઘરમાં એક હજાર સ્કવેર ફીટની ફિલ્ટર રિચાર્જવાળી સિસ્ટમ લગાવો છો, તો તેનો ખર્ચ લગભગ 7 થી 10 હજાર રૂપિયા થાય છે.
 • આ વોટર ફિલ્ટર તમે જાતે જ નીકળીને સાફ કરી શકો છો.

વૃક્ષો માટીના ધોવાણને રોકે છે

 • મધ્યપ્રદેશના વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર રાજીવ કુમાર સુકલીકરે જણાવ્યું કે, પાણીને વહેતું રોકવા માટે છોડવા ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે.
 • હરિયાળી હોવાથી માટી પાણીની સાથે વહેતી નથી, કારણ કે વૃક્ષોના મૂળ માટીને બાંધીને રાખે છે.
 • માટી હોવાને લીધે પાણીનું શોષણ જમીનની અંદર થાય છે, આથી આવનારા વરસાદના દિવસોમાં ઘરની આજુબાજુ ભરપૂર છોડ વાવો.
 • આ સીઝનમાં વાવેલા છોડના મૂળ એક-બે વર્ષની અંદર મજબૂત થયા બાદ વોટર લેવલ વધારવામાં ચોક્કસ મદદ કરશે.
X
know how to increase ground water level
know how to increase ground water level
know how to increase ground water level
know how to increase ground water level
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી