કામના સમાચાર:તમે પણ ક્યાંક નકલી ડ્રાયફ્રૂટ્સ નથી ખાઈ રહ્યા ને...., જાણો અસલી અને નકલી ડ્રાયફ્રૂટ્સને કેવી રીતે ઓળખી શકાય

13 દિવસ પહેલાલેખક: અલિશા સિન્હા

ડ્રાયફ્રૂટ્સમાં પોષક તત્ત્વો ભરપૂર હો,ય આ જ કારણ છે કે હેલ્થ એક્સપર્ટ પણ સૂકોમેવો ખાવાની સલાહ આપે છે. કાજુ, બદામ, પિસ્તાં અને અખરોટને એકસાથે લેવાથી તમામ પોષણ એકસાથે મળી જાય છે. આ સાથે જ વ્યક્તિ આખો દિવસ ઊર્જા અનુભવે છે, થાક દૂર કરે છે અને રોગોથી બચે છે. પરંતુ શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે, મોંઘાદાટ ડ્રાયફ્રૂટ્સ પણ નકલી હોય છે અને આપણે એને સરળતાથી ખાઈ પણ લઈએ છીએ. પરંતુ આપણને કેવી રીતે ખબર પડશે કે, આપણે જે ડ્રાયફ્રૂટ્સ ખાઈએ છીએ તે અસલી છે કે નકલી.

આવો જાણીએ ગ્રાફિકસથી, ડ્રાયફ્રૂટ્સ ખરીદતાં પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ

સવાલ : નકલી અને અસલી ડ્રાયફ્રૂટ્સની ઓળખ કેવી રીતે કરી શકાય?
જવાબ : આ માટે નીચે આપેલી ટિપ્સને ફોલો કરો

  • નકલી ડ્રાયફ્રૂટ્સનો રંગ કુદરતી કલરથી વધુ ડાર્ક હોય છે.
  • જો કિસમિસ, અંજીર અને પિસ્તાં ચાવવામાં કડક લાગતા હોય તો, તેનો મતલબ છે કે, ડ્રાયફ્રૂટ્સ કાં તો જુના છે અથવા વધારે તાપમાનમાં રાખવામાં આવ્યા છે.
  • ડ્રાયફ્રૂટ્સને ખરીદતા પહેલાં ડ્રાયફ્રૂટ્સને સુંઘો, સુગંધથી જ ખબર પડી જશે કે ડ્રાયફ્રૂટ્સ સારા છે કે ખરાબ.

સવાલ : જો તમને ખબર પડે છે કે, તમે ડ્રાયફ્રૂટ્સ ખરીદ્યા છે, તે નકલી છે, તો દુકાનદારને કેવી રીતે ફરિયાદ કરી શકો છો?
જવાબ : જો આપણે FSSAIનો લોગો અને લાઈસન્સ નંબર જોઈને ડ્રાયફ્રૂટ ખરીદ્યું હોય અને તે નકલી નીકળે છે. જેમકે, તે સડી જાય છે, તેમાંથી ગંધ આવે છે, ખાવામાં આવે ત્યારે કડવા લાગે છે અથવા અંદરથી ખોખલા લાગે છે. ત્યારે આ સ્થિતિમાં તમે સીધા જ કન્ઝયુમર ફોરમમાં ફરિયાદ કરી શકો છો. તો નકલી વસ્તું કે ભેળસેળની ફરિયાદ આપણે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે FSSAIના કાયદા હેઠળ કરી શકાય છે. જો કે આ માટે તમે સીધા મેજિસ્ટ્રેટ પાસે જઈ શકતા નથી.

આપણે આ વાત ડ્રાયફ્રૂટના ઉદાહરણથી જ સમજીએ છીએ. જો ડ્રાયફ્રૂટ નકલી કે ભેળસેળવાળું હોય તો તેનો નમૂનો લઈને તમારે ફૂડ સેફ્ટી ઓથોરિટી પાસે જવું પડે છે. ત્યાં લેખિત ફરિયાદ નોંધાવવી પડશે કે તમે જે પ્રોડક્ટ ખરીદી રહ્યા છો તે બનાવટી અથવા ભેળસેળયુક્ત છે. ઓથોરિટી લેબ મોકલીને તેની તપાસ કરાવશે, રિપોર્ટ તમારા પક્ષમાં આવતા જ દુકાનદાર વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવશે.

સવાલ : દરેક શહેરમાં ફૂડ સેફ્ટી ઓફિસર હોય છે?
સવાલ : હા, દરેક શહેરમાં એક ફૂડ સેફ્ટી ડેજીગનેટેડ ઓફિસર હાજર હોય છે. તેમનું કામ ઇન્સ્પેક્શન અને તપાસ બંનેનું હોય છે.

સવાલ : જો ડ્રાયફ્રૂટ્સમાં કપડાં પર થતી ડાયનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય અને લોકો આ ડ્રાયફ્રૂટ્સ ખાઈ છે , તો કોઈ લક્ષણ જોવા મળી શકે છે?
જવાબ : ડો.મોહમ્મદ તલ્હા નૂરએ જણાવ્યું હતું કે, આ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ ખાવાથી લોકોમાં તરત જ કોઈ લક્ષણ જોવા નહીં મળે, કારણ કે તે સ્લો પોઈઝનની જેમ કામ કરે છે. વળી, લોકોની ઉંમર, રોગપ્રતિકારક શક્તિ અને તેઓ કેટલા પ્રમાણમાં આ ડ્રાયફ્રૂટ્સ ખાઈ રહ્યા છે, તેમને કેટલું નુકસાન થશે અને કેટલું નુકસાન નહીં થાય તેના પર આધાર રાખે છે.

સવાલ : કપડાં કલર કરવાની ડાયથી બનાવવામાં આવેલા ડ્રાયફ્રૂટ્સ ખાધા બાદ કેટલા દિવસ બાદ નુકસાન થાય છે?
ડો.મોહમ્મદ તલ્હા નૂર જણાવે છે કે, જે લોકો દરરોજ આ ડ્રાયફ્રૂટ્સ ખાઈ છે તેમને 1-2 વર્ષની અંદર સમસ્યા થઈ શકે છે. આવા લોકોએ ડોક્ટરનો અભિપ્રાય અચૂક લેવો જોઈએ.