તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Know How Much Insurance Cover You Should Take Before Taking Out A Term Insurance Plan; Understand The Whole Math Here

કામની વાત:ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન લેતા પહેલા જાણી લો કે તમારે કેટલું ઈન્શ્યોરન્સ કવર લેવું જોઈએ; અહીં સમજો સંપૂર્ણ ગણિત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણી વખત જોવા મળે છે લોકો તેમના પરિવારની ચોક્કસ આવશ્યકતાનો અંદાજ લગાવ્યા વગર જ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન લઈ લે છે. આવું કરવાથી તેમની ના હાજરી પર પરિવારને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે પણ ટર્મ પ્લાન લઈ રહ્યા છો તો તે પહેલાં તમારે કેટલું ઈન્શ્યોરન્સ કવર લેવું જોઈએ તે જાણવું જરૂરી છે. આ કવર એટલું હોવું જોઈએ કે તમારી ગેરહાજરીમાં તમારા પરિવારને આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે. અમે તમને એવા 2 કોન્સેપ્ટ્સ વિશે જણાવી રહ્યા છીએ જે તમને એ જાણવામાં મદદ કરશે કે તમારે કેટલા કવરની જરૂરિયાત છે.

હ્યુમન લાઈફ વેલ્યુ કોન્સેપ્ટ
હ્યુમન લાઈફ વેલ્યુ (HLV)કોન્સેપ્ટમાં તે ટોટલ ઈન્કમનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે જે એક વ્યક્તિ તેના કામકાજી જીવન દરમિયાન કમાઈ શકે છે. પછી તેને અંદાજિત ઈન્ફ્લેશન રેટ (મોંઘવારી દર)ની સાથે ડિસ્કાઉન્ટ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે વ્યક્તિની ફ્યુચર ઈન્કમને આજના ભાવ અનુસાર કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. આ વેલ્યુ વ્યક્તિગત ખર્ચ કેટલો થાય છે તે જાણવા માટે કાઢવામાં આવે છે કે પરિવારમાં તે વ્યક્તિનું આર્થિક મૂલ્ય શું હશે.

ધારો કે, 40 વર્ષનો અશોક નામનો વ્યક્તિ છે જે વાર્ષિક 5 લાખ રૂપિયા કમાય છે. તેમાંથી તે પોતાના પર્સનલ ખર્ચાઓ પર 1 લાખ 30 હજાર રૂપિયા ખર્ચ કરે છે. જ્યારે બાકીના 3 લાખ 70 હજાર રૂપિયા પરિવાર પર ખર્ચ કરે છે. અહીં 3 લાખ 70 હજાર ઈકોનોમિક વેલ્યુ હશે. એટલે કે તમારી ગેરહાજરીમાં તમારા પરિવારને વાર્ષિક 3 લાખ 70 હજાર રૂપિયાની જરૂર પડશે. તમારે આ જરૂરિયાતના હિસાબથી ટર્મ ઈન્શ્યોરન્સ કવર પસંદ કરવું જોઈએ.

ઈન્કમ રિપ્લેસમેન્ટ વેલ્યુ કોન્સેપ્ટ
તે તમારા જીવન વીમા કવરેજની જરૂરિયાતોની ગણતરી કરવા માટેની એક મૂળ રીત છે અને તે તમારી વાર્ષિક આવક પર આધારિત છે. તેના અનુસાર, જરૂરી વીમા કવરેજ તમારી વાર્ષિક આવક અને રિટાયર્મેન્ટના બાકીના વર્ષોની ગણતરી હોય છે. એટલે કે આવશ્યક જીવન વીમા કવરેજ=વાર્ષિક આવક x નિવૃત્તિ માટે વર્ષોની સંખ્યા.

ઉદાહરણ તરીકે, તમારી વાર્ષિક ઈન્કમ 4 લાખ રૂપિયા છે અને તમારી ઉંમર 30 વર્ષની છે અને 30 વર્ષ બાદ એટલે કે 60 વર્ષની ઉંમરમાં રિટાયર થવાની યોજના બનાવી રહ્યા છો. આ કિસ્સામાં, તમારું આવશ્યક જીવન વીમા કવરેજ 12 કરોડ રૂપિયા (4,00,000 x 30) હોવું જોઈએ.

જો લોન લીધી હોય તો તેનું ધ્યાન રાખવું
જો તમારી ઉપર લોન અથવા દેવું છે તો તેને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. આવી સ્થિતિમાં તમે કોઈપણ પ્રકારની લોન લઈ રાખી હોય તો તેને ટર્મ ઈન્શ્યોરન્સ કવરમાં સામેલ કરવી જોઈએ. જો તમારી ઉપર અન્ય બીજી લોન અથવા દેવું છે તો તેને પણ ધ્યાનમાં રાખીને ઈન્શ્યોરન્સ કવર પસંદ કરવું જોઈએ.

ટર્મ ઈન્શ્યોરન્સ શું છે?
ટર્મ ઈન્શ્યોરન્સ એક પ્રકારની જીવન વીમા પોલિસી છે જે મર્યાદિત અવધિ માટે ચૂકવણીના નિશ્ચિત દરે કવરેજ આપે છે. જો પોલિસીની અવધિ દરમિયાન વીમાધારકનું મૃત્યુ થઈ જાય છે તો કવરની રકમ નોમિનીને આપવામાં આવે છે. તે પરિવારને નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે.