જોજો... ન્યુ યર સેલિબ્રેશન ક્યાંક ના પહોંચાડી દે હોસ્પિટલ:વધુ મીઠાવાળી ચિપ્સ સાથે દારૂ પાર્ટી કરશો તો હાર્ટ-અટેકની શક્યતા, આવો... જાણીએ 'હોલીડે હાર્ટ સિન્ડ્રોમ' વિશે

3 મહિનો પહેલાલેખક: ઉત્કર્ષા ત્યાગી
 • કૉપી લિંક

હાલ લોકો 2023ના વર્ષને આવકારવા માટે આતુર છે. લોકો પરિવાર અને મિત્રો સાથે પાર્ટીનો આનંદ માણે છે ત્યારે ડ્રિંક અને મીઠાથી ભરપૂર નાસ્તાની કોઈ લિમિટ નથી રહેતી. શું તમને ક્યારેય મનમાં વિચાર આવ્યો છે કે તમે દારૂ પીવાની સાથે જે વધુ મીઠાવાળો નાસ્તો કરી રહ્યા છો એ તમારા હેલ્થને નુકસાન પહોચાડે છે. તો તમારી આ આદત હાર્ટ-એટેકનું જોખમ વધારી શકે છે. વેકેશનને કારણે હૃદય સંબંધિત આ સમસ્યાને 'હોલીડે હાર્ટ સિન્ડ્રોમ' કહેવામાં આવે છે. આજે કામના સમાચારમાં આપણે જાણીશું 'હોલીડે હાર્ટ સિન્ડ્રોમ'નાં લક્ષણો અને એનાથી કેવી રીતે બચી શકાય…

આજના અમારા એક્સપર્ટ છે...

 • ડૉ. નિકોલસ રૂથમેન, કાર્ડિયોલોજિસ્ટ, ક્લેવલેન્ડ ક્લિનિક, ન્યૂયોર્ક.
 • ડૉ. ક્રિસ્ટન બ્રાઉન, કાર્ડિયોવેસ્ક્યુલર ફેલો, યુનિવર્સિટી ઑફ નેબ્રાસ્કા મેડિકલ સેન્ટર, યુ.એસ.
 • ડો. ગ્રેગરી માર્ક્સ, મેડિસિન પ્રોફેસર, કેલિફોર્નિયા યુનિવર્સિટી, સાન ફ્રાન્સિસ્કો.
 • ડો. હિમાંશુ રાય, ન્યૂટ્રિશનિસ્ટ, દિલ્હી.
 • ડૉ. અજિત મેનન, કન્સલ્ટન્ટ કાર્ડિયાક સાયન્સ, સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ, મુંબઈ મહારાષ્ટ્ર.

સવાલ : શું છે હોલીડે હાર્ટ સિન્ડ્રોમ?
જવાબ : આલ્કોહોલ અને વધુ મીઠાવાળી વસ્તુઓ, જેવી કે પિત્ઝા, બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઇ વધારે ખાવામાં આવે તો હાર્ટની સમસ્યામાં અનેક ગણો વધારો થાય છે. તહેવારોની સીઝનમાં આવું ઘણીવાર થાય છે, જેને હોલીડે હાર્ટ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં હૃદયની બીમારી ન હોવા છતાં હૃદયના ધબકારા ઝડપી બને છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે.

સવાલ : શું સોલ્ટી હાર્ટ સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે?
જવાબ : હોલીડે હાર્ટ સિન્ડ્રોમને સોલ્ટી હાર્ટ સિન્ડ્રોમ પણ કહી શકાય છે. આ સિવાય તેને આલ્કોહોલ ઇન્ડયૂસ્ડ એટ્રિઅલ એરિથમિયા પણ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં દારૂ અને મીઠાના વધુપડતા સેવનથી હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે અને બ્લડ સર્ક્યુલેશનમાં પણ સમસ્યા થાય છે.

સવાલ : હાર્ટને દારૂ અને મીઠા સાથે કોઈ કનેકશન છે?
જવાબ : વધારે મીઠું ખાવાથી...

 • શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જાય છે, જેને કારણે હાઈ બ્લડપ્રેશરની સમસ્યા થઈ શકે છે.
 • હાઈ બ્લડપ્રેશર એવા લોકોને હૃદયરોગના જોખમમાં મૂકી શકે છે, જેમને આ સમસ્યા ન હોય.
 • હૃદયરોગથી પીડિત લોકો માટે હાઈ બ્લડપ્રેશર હાર્ટ-એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

વધુપડતું આલ્કોહોલ પીવાથી...

 • હાઈ બ્લડપ્રેશર, હાર્ટ-અટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.
 • એને કારણે કાર્ડિયોમાયોપેથીની સ્થિતિ પણ થઈ શકે છે, જેમાં હૃદયની માંસપેશીઓને અસર થાય છે, જેને કારણે હૃદય શરીરના બાકીના ભાગોમાં યોગ્ય રીતે લોહી પંપ કરી શકતું નથી.
 • કાર્ડિયોમાયોપેથી પણ હાર્ટ ફેલ પણ થઇ શકે છે.

સવાલ : હોલીડે હાર્ટ સિન્ડ્રોમને ડાયગ્નોસ કેવી રીતે કરી શકાય છે?
જવાબ : હોલીડે હાર્ટ સિન્ડ્રોમનાં લક્ષણો જોવા મળે છે ત્યારે ડોકટર પેશન્ટની દારૂ અને ખાવાપીવા વિશેની માહિતી મેળવે છે. આ બાદ હૃદય સંબંધિત રોગો માટે ટેસ્ટ કરવામાં આવે છે. જો હાર્ટના સંબંધિત રોગોના તમામ ટેસ્ટ સ્પષ્ટ હોવા છતાં લક્ષણો જોવા મળે છે તો એ હોલીડે હાર્ટ સિન્ડ્રોમ કહેવામાં આવે છે.

સવાલ : આ સિન્ડ્રોમની અસર કેટલા સમય સુધી જોવા મળે છે?
જવાબ : હોલીડે હાર્ટ સિન્ડ્રોમની અસરો સામાન્ય રીતે માત્ર 24 કલાક સુધી રહે છે, પરંતુ એને હળવાશથી ન લો. એ પોતાની મેળે સારું થઈ જશે એવું માનવાથી બીમારી વધી શકે છે. જો હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ અચૂક લો, કોઈ જોખમ ન લો.

સવાલ : શું સારવાર વગર જ તબિયત બરાબર થઈ જાય છે?
જવાબ : હોલીડે હાર્ટના વધુપડતા કેસમાં આલ્કોહોલની અસર ઓછી થતાં જ તબિયત બરાબર થઇ જાય છે. મોટા ભાગના લોકોની તબિયતમાં સારવાર વિના 24 કલાકની અંદર સુધારો જોવા મળે છે.

સવાલ : હોલીડે હાર્ટને કારણે હાર્ટ-અટેકનું જોખમ રહે છે?
જવાબ : હા, હોલીડે હાર્ટ સિન્ડ્રોમને કારણે ક્યારેક માણસનું મોત પણ થઇ શકે છે. એનાથી હાર્ટ-એટેક અને સ્ટ્રોક થઈ શકે છે. કાર્ડિયોમાયોપેથી નામની સ્થિતિ પણ થઈ શકે છે, જેને કારણે હાર્ટ ફેલ પણ થઇ શકે છે.

સવાલ : વેકેશન અને પાર્ટીઓ દરમિયાન ખાવા-પીવામાં શું ધ્યાન રાખવું જોઇએ?
જવાબ : વેકેશન અને પાર્ટીઓ દરમિયાન ખાસ ધ્યાન રાખવું જોઇએ. આ માટે...
જો તમે પાર્ટીમાં જાઓ છો તો જમ્યા પછી ઘરેથી નીકળો, જેનાથી તમે પાર્ટી ફૂડ ઓછું ખાઈ શકશો.

દારૂ પીવાનું ટાળો.

 • ખાવાની વસ્તુઓમાં ધ્યાન આપો.
 • પાર્ટીમાં જતાં પહેલાં પ્લાન કરો કે શું ખાવું અને શું નહીં.
 • હાઇડ્રેટેડ રહેવાનો પ્રયાસ કરો.
 • હૃદય, કોલેસ્ટેરોલ વગેરે રોગોથી પીડિત લોકોએ દવા લેવાનું ભૂલવું જોઈએ નહીં.

સવાલ : વધારે મીઠું ખાવાથી હાર્ટની બીમારી સિવાય શું નુકસાન થઈ શકે છે?
જવાબ: વધુપડતું મીઠું ખાવાથી માત્ર હાર્ટને જ નહીં, પરંતુ અન્ય અંગોને પણ નુકસાન થાય છે.
પેટ ફૂલી જવું :
વધુ મીઠું ખાવાથી શરીરમાં વધારે પાણી જમા થાય છે, જેના કારણે પેટ ફૂલવું અને પેટમાં જકડાઈ જવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

શરીરમાં સોજો આવવો :
વધુપડતું મીઠું ખાવાથી વોટર રિટેન્શનની સમસ્યા થાય છે. એનાથી હાથ, પગ અને ચહેરા પર સોજો આવી શકે છે.

ઊંઘ ન આવવાની સમસ્યા:
જે લોકો રાતે જમવામાં વધારે મીઠું ખાય છે તેમની ઊંઘ પર અસર થાય છે. આ લોકો રાત્રે ઘણી વખત જાગે છે જેને કારણે તેઓ બીજા દિવસે થાક અનુભવે છે.

વજન વધે છે :
વધુ મીઠું ખાવાથી શરીરમાં પાણી જમા થવા લાગે છે. એને કારણે વજન વધે છે.

લકવો:
વધુપડતું મીઠું આપણી ચેતાતંત્રને નુકસાન પહોંચાડે છે, જેનાથી શરીર લકવાગ્રસ્ત થઇ શકે છે.

હાડકાં નબળાં પડી જવાં :
વધુ મીઠું ખાવાથી પેશાબમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે, જે હાડકાંને નબળા બનાવે છે.

કિડનીની સમસ્યા:
વધુ મીઠું ખાવાથી શરીરનું પાણી પેશાબ અને પરસેવા દ્વારા ઝડપથી બહાર આવવા લાગે છે, જેના કારણે કિડની ઝડપથી કામ કરવાનું શરૂ કરે છે અને એને કારણે કિડનીની સમસ્યા થઈ શકે છે.

સ્કિન ઈન્ફેક્શન :
વધુપડતું મીઠું ખાવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ખંજવાળનાં ઘણાં કારણોમાં મીઠું પણ એક છે.

સવાલ : મીઠું ઓછું ખાવાથી કોઈ નુકસાન થઈ શકે છે?
જવાબ : હા, મીઠું ઓછું ખાવાથી પણ શરીરને નુકસાન થાય છે. આવો... જાણીએ...

 • લો બ્લડપ્રેશરની સમસ્યા થવાની શક્યતા રહે છે.
 • ટાઇપ 2 ડાયાબિટીસ પણ થઇ શકે છે.
 • સુસ્તી અને ઊલટીની સમસ્યા થઈ શકે છે.
 • મગજ અને હૃદયમાં સોજો આવી શકે છે.
 • ખરાબ કોલેસ્ટેરોલ વધી શકે છે.

સવાલ : સામાન્ય માણસ માટે કેટલું મીઠું અને આલ્કોહોલની જરૂર હોય છે?
જવાબ : તો ICMRની ગાઈડલાઈન મુજબ, સામાન્ય માણસે દિવસમાં માત્ર 2 ગ્રામ મીઠું ખાવું જોઈએ. તો બીજી તરફ ભારતમાં દારૂ પીવા અંગે કોઈ માર્ગદર્શિકા નથી.