• Gujarati News
 • Utility
 • Kids Keep The Digital Device 2 Feet Away, Resting The Eyes In Between; Learn What Is The Rule Of 20 20 20 To Relax The Eyes

લેપટોપ અથવા મોબાઇલ પર ભણતી વખતે આંખોનું ધ્યાન:બાળકોએ ડિજિટલ ડિવાઈસને 2 ફૂટ દૂર રાખવા, વચ્ચે આંખોને આરામ આપો; જાણો આંખોને આરામ આપવા માટે 20-20-20નો નિયમ શું છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો સ્ક્રીન 2 ફૂટથી દૂર રાખવાથી આંખોને ઈમેજ શાર્પ દેખાવવામાં મુશ્કેલી થાય છે
 • બ્લુ લાઇટ સ્ટોપ લેન્સને બદલે બ્રેક લેવાનું પસંદ કરવું, બાળકોને વારંવાર આંખ ઝપકાવવા માટે કહેવું

કોરોનાવાઈરસના કારણે એજ્યુકેશન ઓનલાઈન મોડમાં ફેરવાઈ ગયું છે. દુનિયાભરની ઘણી સ્કૂલો સંપૂર્ણપણે રિમોટ અથવા હાઇબ્રિડ લર્નિંગ મોડેલ તૈયાર કરી રહી છે. આવી સ્થિતિમાં એક વસ્તુ જે સતત વધશે તે છે બાળકોનો સ્ક્રીન ટાઈમ. હવે માતા-પિતા બાળકોની હેલ્થ અને ખાસ કરીને વિઝનને લઈને ચિંતિત છે.

માર્ચમાં પિયુ રિસર્ચ સેન્ટરના એક સર્વેમાં જણાવ્યા પ્રમાણે, સ્ક્રીન પર બાળકો વધારે સમય પસાર કરી રહ્યા છે તેને લઈને મોટાભાગના માતા-પિતા ચિંતામાં છે. સ્ક્રીનની સામે વધારે સમય પસાર કરવાથી સ્ટ્રેસ, થાક અને માથામાં દુખાવા જેવી સમસ્યા થાય છે. જો કે, નિષ્ણાતો માતાપિતાને તેમના બાળકોની આંખોને સુરક્ષિત રાખવા માટે સરળ રીતો જણાવી રહ્યાં છે.

ડિવાઈસથી સુરક્ષિત અંતરે રહો

 • ઓપ્ટોમેરિસ્ટ અને ગ્લોબલ માયોપિયા અવેરનેસ કોએલિશનના પ્રવક્તા ડોક્ટર મિલિસેંટ નાઈટના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે આપણને વાંચવા માટે 16 ઈંચનું અંતર રાખવાનું હોય છે, પરંતુ હવે આપણે 10-12 ઈંચના અંતરેથી રીડિંગ કરી રહ્યા છે. ખાસ કરીને ફોન પર.
 • આ અંતરે આંખો આરામની જગ્યાએ સ્ક્રીન પર ફોકસ કરે છે. થોડા સમય બાદ આંખોના સ્નાયુઓમાં તણાવ પેદા થાય છે, જે માથામાં દુખાવાની સમસ્યાનું કારણ બની શકે છે.
 • જો કે, કોઈ રિસર્ચ સૂચવતું નથી કે માયોપિયા અને સ્ક્રીન ઉપયોગની વચ્ચે કોઈ લિંક છે. અમેરિકાના ઓપ્ટોમેરિક એસોસિએશનના ડેટા દર્શાવે છે કે, 2018માં ચારમાંથી એક માતાપિતાના બાળક માયોપિયાથી પીડાત હોય છે.

માયોપિયાની સારવાર કરાવવી જરૂરી

 • જો માયોપિયાની સારવાર કરવામાં ન આવે તો તે ભવિષ્યમાં માયોપિક મેક્યુલર ડીઝનરેશન, રેટિનલ ડિટેચમેન્ટ, કેટરેક્ટ્સ અને ગ્લુકોમા જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.
 • જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજીના પ્રોફેસર ડોક્ટર ડેવિડ ગાયટનના જણાવ્યા પ્રમાણે, અહીં માયોપિયા અંગેની માહિતી ઘણી બધી છે, પરંતુ 50 વર્ષમાં સૌથી મોટું પરિબળ એ છે કે આંખોનું વિસ્તરણ માયોપિયાનું કારણ હોય છે.
 • ગાયટનના જણાવ્યા પ્રમાણે, કોઈને બરાબર ખબર નથી હોતી કે આંખોનું વિસ્તરણ તે ઈમેજનું કારણ હોય છે જે લોકો રેટિનાની પાછળ જોઈ રહ્યા હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે તમે કોઈ વસ્તુને જોવા માટે તેને નજીક લાવો છો. ​​​​​​​

નિષ્ણાતોએ બે ફૂટ દૂર રાખવાની સલાહ આપે છે

 • લોસ એન્જલસમાં પીડિયાટ્રિક ઓપ્થેસમોલોજિસ્ટ ડોક્ટર લ્યુક ડાઈટ્ઝ ડિજિટલ ડિવાઈસને આંખોના લેવલથી માત્ર બે ફૂટ દૂર રાખવાની અથવા નીચે રાખવાની સલાહ આપે છે. તેનાથી વધારે નજીક સ્ક્રીન રાખવા પર આપણી આંખોને ઈમેજ શાર્પ દેખાવવા માટે ફોકસ વધારવામાં મુશ્કેલી થાય છે. તે તણાવનું કારણ બની શકે છે અને માયોપિયાને બગાડી શકે છે.
 • ડોક્ટર નાઈટ સલાહ આપે છે કે, બાળકો કોણીને ટેબલ પર રાખે છે અને માથાને હાથોમાં રાખે છે. આ પોઝિશનમાં તેમને કોણીથી સ્ક્રીનને સ્પર્શ કરવી જોઈએ.

20/20/20નો નિયમ શું છે?

 • ડોક્ટર નાઈટ માતાપિતા અને કેયરટેકરને 20/20/20નો નિયમ ફોલો કરવાની સલાહ આપે છે. તેના અંતર્ગત 20 મિનિટમાં તમારે 20 ફૂટના અંતરે ઓછામાં ઓછી 20 સેકન્ડ માટે કંઈક જોવું જોઈએ. તેનાથી તમારી આંખોને આરામ મળે છે અને તે નેચરલ પોઝમાં આવી જાય છે.
 • ડોક્ટર લ્યૂક પણ બ્લૂ લાઈટ અટકાવવા માટે ચશ્મા ઉપરાંત બ્રેક લેવાની પણ સલાહ આપે છે. તેમના જણાવ્યા પ્રમાણે, ઘણા માતા-પિતાએ તેમને આ ચશ્મા વિશે પૂછ્યું છે. "હું તેમને તેની સલાહ આપતો નથી, કેમ કે, અત્યાર સુધી અમારી પાસે સલામતીના કોઈ પુરાવા નથી કે તે આંખોનો તણાવ અને થાકને ઓછો કરવામાં મદદ કરવાનો એકમાત્ર ઉપાય નથી. ડોક્ટર લ્યુકના જણાવ્યા પ્રમાણે, બાળકો માટે સનગ્લાસિસમાં રોકાણ કરશે, જેથી આંખોને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવી શકાય. ​​​​​​​

આંખોની સમસ્યાને લઈને સાવચેત રહેવું

 • માથામાં દુખાવો, પાંપણો ઝબકાવી, આંખ ચોળવી અને બાળકોને થાક લાગે અને જોવામાં સમસ્યા જેવા સંકેત હોઈ શકે છે. ડોક્ટર લ્યુકના જણાવ્યા પ્રમાણે, ઝગઝગાટથી દૂર રહેવું. ઈન્ડોર હોય તો સ્ક્રીનની બ્રાઈટનેસ ઓછી રાખવી અને બાર ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ ન કરવો.
 • આંખો સૂકી થાય તે ચિંતાનો વિષય છે. ડોક્ટર ગાયટન જણાવે છે કે, જ્યારે લોકો કોઈ ડિવાઈસ પર વાંચન કરે છે તેમનો બ્લિંક રેટ (અર્થાત આંખના પલકારાં) 5થી 10% ઓછો થાય છે. તેને લીધે આંખો સૂકાઈ જાય છે. જોકે, બાળકોની આંખ વડીલો જેટલી નથી સૂકાતી. બાળકોને વારંવાર આંખો બ્લિંક કરવા માટે કહો.

વિઝન સ્ક્રીનિંગ ન છોડો

 • મહામારીને લીધે ડોક્ટર પાસે જવાનું ટાળો નહીં. તમારી આંખોના ડોક્ટરની સેફ્ટી ગાઈડલાઈન્સ વિશે જાણો. જોકે કેટલાક સમુદાયો માટે ખાસ વિઝન સ્ક્રીનિંગ કરવામાં આવે છે, સ્કૂલોમાં પણ આમ થતું હોય છે. જોકે હાલ સ્કૂલ બંધ હોવાથી તેનાં પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.
 • પીડિયાટ્રિક ઓપ્થેલમોલોજિસ્ટ અને જોન્સ હોપકિંસ યુનિવર્સિટીમાં ઓપ્થેલમોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર મીગન કોલિંસ કેટલાક બાળકોને આઈ કેર ન મળતી હોવાની વાતથી ચિંતિંત છે. તેઓ વિઝન ફોર બાલ્ટીમોર પ્રોગ્રામ અને નવા તૈયાર થયેલાં ઈ સ્કૂલ+ ઈનિશિએટિનાં માધ્યમથી નબળા સમુદાયોના બાળકોનાં આંખોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે.
 • મીગન જણાવે છે કે, ‘અમને ખબર છે કે, જે બાળકો સારી રીતે જોઈ નથી શકતા તેઓ સ્કૂલમાં મુશ્કેલીનો સામનો કરે છે, આપણે ટેક્નોલોજીની વાતો કરીએ છીએ અને ટેક્નોલોજી ટાઈમ માટે ચિંતિત હોઈએ છીએ. જયારે વાસ્તવિકતા એ હોય છે કે, ઘણા બાળકો પાસે સારી ટેક્નોલોજી નથી અથવા તો તેમના પેરેન્ટ્સના ફોન ટેક્નોલોજીનું માધ્યમ છે. જો તમે એ વિચારી રહ્યા છો કે લેપટોપ પર વાંચન મુશ્કેલ છે તો મોબાઈલ ફોન પર તે વધારે મુશ્કેલ હોય છે.’
અન્ય સમાચારો પણ છે...