તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાકાળમાં પરિસ્થિતને ધ્યાનમાં રાખીને નવા નવા ઈનોવેશન લોન્ચ થઈ રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને કંપનીએ ટચલેસ ફેસ અટેંડેંસ ડિવાઈસ ‘કેન્ટ કેમઅટેંડેંસ’ લોન્ચ કર્યું છે. તેમાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ટચલેસ સિસ્ટમ
આ સિસ્ટમ ઓફિસમાં કર્મચારીઓની હાજરી પૂરાવા માટે તૈયાર કરવામાં આવી છે. તે ચહેરાની ઓળખ કરી આપમેળે હાજરી પૂરે છે. તેના માટે કોઈ સિગ્નેચર કે ફિંગર પ્રિન્ટની આવશ્યકતા નહીં રહે. કોરોના મહામારીમાં પારંપરિક સિસ્ટમમાં હાજરી પૂરાવાની સમસ્યા સર્જાઈ છે. મોટા ભાગની કંપનીઓમાં બાયોમેટ્રિક રીતનો ઉપયોગ થાય છે. કોરોનાને લીધે આ સિસ્ટમ પર રોક લાગી છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ
કેન્ટ કંપનીએ આ ડિવાઈસ ફેશિયલ રેકગ્નાઈઝેશનથી તૈયાર કર્યું છે. તેને ક્લાઉડ એપ્લિકેશનનાં માધ્યમથી મેનેજ કરી શકાય છે. ડિવાઈસમાં કર્મચારીનો તમામ રેકોર્ડ અને તસવીર સહિતનો ડેટા રહેલો હોય છે. આ ડિવાઈસ મેન્યુઅલ સિસ્ટમની સરખામણીએ ઝડપી અને વિશ્વસનીય છે. આ ડિવાઈસને ભારતમાં જ તૈયાર કરવામાં આવ્યું છે. કંપની HR ક્લાઉડથી પણ કનેક્ટ કરી શકાય છે.
ચેક ઈન માટે મોબાઈલ એપનો ઉપયોગ કરી શકાય છે
કર્મચારી મોબાઈલનાં માધ્યમથી પણ ચેક ઈન કરી શકે છે. તેમાં લીવ એપ્લિકેશન, એટેંડેંસ રેગ્યુલાઈઝેશન સહિતની સુવિધાઓ મળે છે.
કિંમત
આ સિસ્ટમની કિંમત 25,000 રૂપિયા છે. ક્લાઉડ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે તેમાં વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ પણ આપવાનો રહેશે. કંપનીએ આ પ્રોડક્ટ માટે એક્ટર શાહરુખ ખાનને બ્રાન્ડ એમ્બેસડર નિયુક્ત કર્યો છે.
ફીચર્સ
AI ફેસ રેકગ્નાઈઝેશન: AI આધારિત કમ્પ્યૂટર વિઝન ફોર ફેસ ડિટેક્શન એન્ડ ફેસ રેકગ્નાઈઝ.
માસ્કની આવશ્યકતા: માસ્કની ઓળખ કરવા માટે ઈનબિલ્ટ અલ્ગોરિધમ.
સાચા વ્યક્તિની ઓળખ: પેટન્ટ અલ્ગોરિધમ વાસ્તવિક વ્યક્તિ અને HD ફોટો/વીડિયો વચ્ચેનું અંતર કરવા માટે સક્ષમ છે.
હાઈ એક્યુરેટ એન્ડ સ્પીડ: તે વ્યક્તિની ઓળખ 99.9% ચોકસાઈ સાથે 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં કરે છે.
સ્માર્ટ અલર્ટ: જો કર્મચારીએ માસ્ક ન પહેર્યો હોય તો અલર્ટ આપશે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.